પકડાયેલ ગેંગના 10 સભ્યોના 20 દિવસના રીમાન્ડ મગાયા, 6 શખ્સોનો જેલમાંથી કબજો લેવાશે, 4ની શોધખોળ
રાજકોટ શહેર અને સમગ્ર સૌરાષ્ટ્ર પંથક તેમજ ગુજરાતમાં છેલ્લા એક દસકાથી દારૂનું સંગઠિત નેટવર્ક ચલાવતા કુખ્યાત ‘ફિરોઝ ઉર્ફે ફિરિયા સિન્ડિકેટના 20 સાગ્રીતો વિરુદ્ધ ક્રાઈમ બ્રાંચે મોટો પ્રહાર કરી ગુજસીટોક હેઠળ ગુનો નોંધી સીન્ડીકેટના 10 સભ્યોની ધરપકડ કરી આ ગેંગ સામે મજબુત પુરાવા એકત્ર કરવા અને તમામ આરોપીઓએ ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા જે પણ ગેરકાયદેસર અસ્કયામતો અને મિલકતો વસાવી છે તેને સરકાર હસ્તક ટાંચમાં લેવાની કાયદેસરની કડક પ્રક્રિયા કરવા માટે એસીપી ક્રાઈમ ભરત બસીયાના નિરિક્ષણ હેઠળ સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (એસઆઈટી)ની રચના કરવામાં આવી છે જેમાં એક પી.આઈ અને બે પીએસઆઈ સહીત 15 જેટલા પોલીસ સ્ટાફને ખાસ જવાબદારી સોપાઈ છે. પકડાયેલ 10 આરોપીના 20 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટ માં રજુ કરવામાં આવ્યા છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક દ્વારા રાજકોટ શહેર અને સમગ્ર સૌરાષ્ટ્ર પંથકતેમજ ગુજરાતમાં છેલ્લા એક દસકાથી દારૂનું સંગઠિત નેટવર્ક ચલાવતા કુખ્યાત બુટલેગર ‘ફિરોઝ ઉર્ફે ફિરિયા સિન્ડિકેટ’ રાજકોટ સહીત ગુજરાતમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની આયાત કરી હેરાફેરી કરવા જેવા ગંભીર ગુનાઓ આચરતા હતા. ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા અને એસીપી (ક્રાઇમ) ભરત બી. બસીયાના સીધા માર્ગદર્શન હેઠળ ડી.સી.બી પોલીસ સ્ટેશનના પી.આઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ તથા પીએસઆઈ સી.બી.જાડેજા સહિતની ટીમે અતિ ગુપ્ત રાહે ઓપરેશન હાથ ધરી છેલ્લા એક દસકામાં માં 342 ગંભીર ગુનાઓ આચનાર ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે.
કોઠારીયા રોડ પર રહેતો મુખ્ય સૂત્રધાર ફિરોજ ઉર્ફે ફિરીયો હાસમભાઇ મેણુ તથા તેના 20 સાથીદાર વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી આ સિન્ડિકેટના 10 સગ્રતોને ઝડપી લીધા છે. જેમાં ચંદ્રેશ ઉર્ફે કાળીયો જગદિશભાઇ ચાઉં (રાજકોટ), ધવલ ઉર્ફે શીવ બકુલભાઇ વડનગરા (રાજકોટ), યશપાલસિંહ ઘનુભા જાડેજા (મોરબી), મનોજ ઉર્ફે શિવો રમેશભાઇ પોબારૂ (રાજકોટ), મોહસીન ઉર્ફે ચિનલો દિલાવરભાઈ કુરેશી (રાજકોટ), જય ઉર્ફે જયસન રસીક ભાઇ સાવલીયા (રાજકોટ), મોહસીન મહમંદભાઇ ભાયા (જામનગર), બકુલ ઉર્ફે જગદીશ દિનેશભાઇ નંદેસણીયા (સુરેન્દ્રનગર), રાહુલ બોદાભાઇ વકાતર (રાજકોટ) અને નિર્મળ હંસરાજભાઈ માણેક (રાજકોટ)ની ધરપકડ કરી હતી.પકડાયેલ 10 શખ્સોના 20 દિવસના રિમાન્ડની માંગ સાથે આજે સાંજે કોર્ટમાં રજુ કરવામાં આવશે,તેમજ ક્રાઈમ બ્રાંચ દ્વારા હવે આ ગેંગનો સંપૂર્ણ ગુનાહિત ઇતિહાસ મેળવી, તેમની કડીઓ ક્યાં ક્યાં જોડાયેલી છે તેની સચોટ માહિતી એકત્ર કરવા અને આ તમામ આરોપીઓએ ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા જે પણ ગેરકાયદેસર અસ્કયામતો અને મિલકતો વસાવી છે.
તેને સરકાર હસ્તક ટાંચમાં લેવાની કાયદેસરની કડક પ્રક્રિયા કરવા એસીપી ક્રાઈમ ભરત બસીયાના નિરિક્ષણ હેઠળ સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (એસઆઈટી)ની રચના કરવામાં આવી છે જેમાં એક પી.આઈ અને બે પીએસઆઈ સહીત 15 જેટલા પોલીસ સ્ટાફને ખાસ જવાબદારી સોપાઈ છે. ગુજસીટોકની તપાસ એસીપી (ક્રાઇમ)ભરત બસીયાના નિરીક્ષણ હેઠળ ચાલશે. ગેંગનો લીડર ફિરોજ ઉર્ફે ફિરીયો હાસમભાઇ મેણુ તેમજ ધવલ રસીકભાઇ સાવલીયા, ઇમરાન ઉર્ફે બોબડો ઉર્ફે ખલી હારૂનભાઇ કાલવા, પ્રશાંત ઉર્ફે પાસો કિશોરભાઈ પરમાર:, હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલીયાનો જેલમાંથી કબજો ક્રાઈમ બ્રાંચ મેળવશે તેમજ પકડવાના બાકી રહેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાંચ દ્વારા ખાસ ટીમની રચના કરવામાં આવી છે.
