ગોંડલના વેકરી ગામે ઉઘરાણી મામલે ટ્રાન્સપોર્ટર અને પત્ની ઉપર ઘરમાં ઘુસી હુમલો

ગોંડલ તાલુકાના વેકરી ગામે રહેતા ટ્રાન્સપોર્ટરના ઘરે ઉઘરાણી મામલે બે ભાઈઓએ આતંક મચાવી ઘરમાં ઘુસી ટ્રાન્સપોર્ટર અને તેમના પત્ની ઉપર હુમલો કરતાં આ મામલે પોલીસ…

ગોંડલ તાલુકાના વેકરી ગામે રહેતા ટ્રાન્સપોર્ટરના ઘરે ઉઘરાણી મામલે બે ભાઈઓએ આતંક મચાવી ઘરમાં ઘુસી ટ્રાન્સપોર્ટર અને તેમના પત્ની ઉપર હુમલો કરતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

વેકરી ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટ ચલાવતાં પ્રહલાદસિંહ રેવતુભા ચુડાસમાએ નોંધાવેલી ફરિયાદમાં વેકરી ગામના રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા ભોજરાજસિંહ ઝાલા અને તેના ભાઈ અર્જુનસિંહ ભોજરાજસિંહ ઝાલાનું નામ આપ્યું છે. ફરિયાદમાં પ્રહલાદસિંહએ જણાવ્યા મુજબ, તેમના ટ્રાન્સપોટમાં નોકરી કરતાં પપ્પુ નામના શખ્સે રાજેન્દ્રસિંહ પાસેથી હાથ ઉછીના રૂપિયા લીધા હોય અને ત્યારબાદ પપ્પુ નોકરી છોડીને ચાલ્યો ગયો હોય જે રૂપિયાની ઉઘરાણી રાજેન્દ્રસિંહએ પ્રહલાદસિંહ પાસે કરી હતી. જો કે પ્રહલાદસિંહએ ચાલક પપ્પુ નોકરી છોડીને ચાલ્યો ગયો હોવાનું કહી રૂપિયા આપવાની ના પાડતાં રાજેન્દ્રસિંહ અને તેના ભાઈ અર્જુનસિંહએ પ્રહલાદસિંહના ઘરે આવી ઝઘડો કરી મારામારી કરી હતી. આ બનાવ વખતે વચ્ચે પડેલા પ્રહલાદસિંહના પત્નીને પણ ધક્કો મારી પછાડી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ઈજાગ્રસ્ત ટ્રાન્સપોર્ટર પ્રહલાદસિંહને સારવાર અર્થે ગોંડલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ મામલે ગોંડલ તાલુકા પોલીસે રાજેન્દ્રસિંહ ઝાલા અને તેના ભાઈ અર્જુનસિંહ ઝાલા વિરૂધ્ધ ગુનો નોંધી બન્નેની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ એએસઆઈ કર્મરાજસિંહ ચલાવી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *