કાલે ઓખા-રાજકોટ લોકલ રદ અને ભાવનગર-ઓખા એકસપ્રેસ લાખાબાવળ સ્ટેશન પર નહીં ઉભી રહે
રાજકોટ ડિવિઝનમાં આવેલા લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાં ડબલ ટ્રેકના કામના કારણે 5 ઓગસ્ટથી 23 ઓગસ્ટ, 2025 સુધી ટ્રેન વ્યવહાર પ્રભાવિત થશે. પ્રભાવિત થનાર ટ્રેનોની વિગતો નીચે મુજબ છે: રદ કરાયેલી ટ્રેનોમા ટ્રેન નં. 59552 ઓખા-રાજકોટ લોકલ 06.08.2025 થી 22.08.2025 સુધી રદ રહેશે. ટ્રેન નં. 59551 રાજકોટ-ઓખા લોકલ 06.08.2025 થી 22.08.2025 સુધી રદ રહેશે. ટ્રેન નં. 19251 ઓખા-વેરાવળ એક્સપ્રેસ 20.08.2025 થી 22.08.2025 સુધી રદ રહેશે. ટ્રેન નં. 19252 વેરાવળ-ઓખા એક્સપ્રેસ 20.08.2025 થી 22.08.2025 સુધી રદ રહેશે.
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનોમા ટ્રેન નં. 59206 પોરબંદર-કાનાલુસ લોકલ 06.08.2025 થી 22.08.2025 સુધી લાલપુર જામ-કાનાલુસ વચ્ચે આંશિક રીતે રદ રહેશે ટ્રેન નં. 59205 કાનાલુસ-પોરબંદર લોકલ 06.08.2025 થી 22.08.2025 સુધી કાનાલુસ-લાલપુર જામ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેનોનું સ્ટોપેજ રદમા ટ્રેન નં. 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 06.08.2025 થી 23.08.2025 સુધી લાખાબાવળ સ્ટેશન પર નહીં ઉભી રહે ટ્રેન નં. 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ 05.08.2025 થી 22.08.2025 સુધી લાખાબાવળ સ્ટેશન પર નહીં ઉભી રહે.
રીશિડ્યુલ કરાયેલી ટ્રેનોમા ટ્રેન નં. 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ 08.08.2025ના રોજ ઓખાથી તેના નિર્ધારિત સમયની જગ્યાએ 2 કલાક અને 30 મિનિટ મોડી એટલે કે 17:45 વાગ્યે, 09.08.2025ના રોજ ઓખાથી 1 કલાક અને 30 મિનિટ મોડી એટલે કે 16:45 વાગ્યે, 10.08.2025ના રોજ ઓખાથી 1 કલાક અને 30 મિનિટ મોડી એટલે કે 16:45 વાગ્યે, 11.08.2025ના રોજ ઓખાથી 1 કલાક અને 30 મિનિટ મોડી એટલે કે 16:45 વાગ્યે, 12.08.2025ના રોજ ઓખાથી 1 કલાક અને 40 મિનિટ મોડી એટલે કે 16:55 વાગ્યે, 13.08.2025ના રોજ ઓખાથી 1 કલાક અને 30 મિનિટ મોડી એટલે કે 16:45 વાગ્યે, 14.08.2025ના રોજ ઓખાથી 2 કલાક અને 20 મિનિટ મોડી એટલે કે 17:35 વાગ્યે, 15.08.2025ના રોજ ઓખાથી 2 કલાક અને 30 મિનિટ મોડી એટલે કે 17:45 વાગ્યે, 16.08.2025ના રોજ ઓખાથી 1 કલાક અને 30 મિનિટ મોડી એટલે કે 16:45 વાગ્યે, 17.08.2025ના રોજ ઓખાથી 1 કલાક અને 30 મિનિટ મોડી એટલે કે 16:45 વાગ્યે, 18.08.2025ના રોજ ઓખાથી 1 કલાક અને 30 મિનિટ મોડી એટલે કે 16:45 વાગ્યે અને 19.08.2025ના રોજ ઓખાથી 1 કલાક અને 30 મિનિટ મોડી એટલે કે 16:45 વાગ્યે ઉપડશે.
ટ્રેન નં. 22969 ઓખા-બનારસ એક્સપ્રેસ 14.08.2025ના રોજ ઓખાથી તેના નિર્ધારિત સમયની જગ્યાએ 2 કલાક અને 50 મિનિટ મોડી એટલે કે 17:15 વાગ્યે ઉપડશે.
માર્ગમાં રેગ્યુલેટ (મોડી) થનારી ટ્રેનો ટ્રેન નં. 22925/22926 અમદાવાદ-ઓખા-અમદાવાદ વંદે ભારત 06.08.2025 થી 22.08.2025 સુધી માર્ગમાં 30 મિનિટ સુધી મોડી થઈ શકે છે.
ટ્રેન નં. 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ 06.08.2025 અને 07.08.2025ના રોજ માર્ગમાં 30 મિનિટ મોડી થશે ટ્રેન નં. 22969 ઓખા-બનારસ એક્સપ્રેસ 07.08.2025ના રોજ માર્ગમાં 30 મિનિટ મોડી થશે. ટ્રેન નં. 19576 નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ 08.08.2025 અને 15.08.2025ના રોજ માર્ગમાં 4 કલાક અને 25 મિનિટ મોડી થશે ટ્રેન નં. 22940 બિલાસપુર-ઓખા એક્સપ્રેસ 12.08.2025ના રોજ માર્ગમાં 3 કલાક અને 25 મિનિટ મોડી થશે ટ્રેન નં. 20967 ઉમદનગર-પોરબંદર એક્સપ્રેસ 14.08.2025ના રોજ માર્ગમાં 30 મિનિટ મોડી થશે.
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી શરૂૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની માહિતી માટે www.enquiry.indianrail.gov.inની મુલાકાત લે જેથી કરીને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.
