રૈયાધારના જશોદા નગર ઠાકર મંદિરની પાછળ બે ભરવાડ પરિવારના મકાન માંથી પાડોશમાં જ રહેતા દંપતીએ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી લેતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે ચોરીમાં સામેલ આરોપી દંપતીની ધરપકડ કરી 15.51 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસમાં દંપતીએ રાજકોટ નજીક હીલ વ્યુમાં પણ ચોરી કર્યાનું કબુલ્યું હતું.
મળતી વિગતો મુજબ રૈયાધાર જશોદા ચોક નજીક ઠાકર મંદિરની પાછળ રહેતા ભરતભાઈ કાળુભાઈ સૌહલા નજીકમાં જ એના ભવાનભાઈ ગોબરભાઈ કિહલાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ચોરીની અલગ અલગ ફરિયાદ નોંધાવી છે.
ભરતભાઈ સોહલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણીની પત્નીનો તેને કોલ આવ્યો હતો કે તેણી જ્યારે બાળકને ટ્યુશનમાં મૂકીને પાછી ઘરે આવી તો ઘરની સ્થિતિ જોઈને તેણીને શંકા ગઈ હતી. બાદમાં કબાટ ખોલીને જોયું તો. ચાંદીનો કંદોરો, સોનાનો પોચો કાનની સર મળી કુલ સોના-ચાંદીના રૂૂપિયા 4,44 લાખ અને રોકડ રૂૂપિયા 70 હજાર તસ્કર ચોરી કરી નાસી ગયો હતો. ભવાનભાઈ કિહલાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તે બાલાજી વેફર્સમાં સેલ્સમેનની નોકરી કરે છે. ગત તા. 07/08/2025ના રોજ તેને તેના મોટા ભાઈ હરિભાઈનો ફોન આવ્યો કે, તે મનુને તાળું મારીને બહાર કથા હતી, ત્યારે નવેરા માંથી પ્રવેશ કરી લોખંડની કોઠીમાં કપડાંમાં રાખેલા ચાંદીના છડા. સોનાના અલગ અલગ દાગીના અને રોકડ મળી કુલ રૂૂ.8,63 લાખનો મુદ્દામાલની ચોરી થઇ હોય જે મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ચોરીના બનાવની તપાસમાં કાઈમ બ્રાન્ય પણ જોડાઈ હતી બાતમીના આધારે ચોરીના ગુનામાં સામેલ મહિલા સહિત બે આરોપીની મુદામાલ સાથે પોલીસે ધરપકડ કરી છે. પોલીસે બંસીધર પાર્કમાં જ ઠાકર મંદિર પાસે રહેતા પાનની દુકાનમાં કામ કરતા હિતેશ દિનેશ ડવ અને તેની પત્ની ઈલા હિતેશ ડવની પરપકડ કરી સોના-પાંદીના દાગીના, રોકડ તેમજ બે મોબાઈલ ફોન અને એક બાઈક સહિત કુલ315.51લાબનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ દંપતીએ જશોદા નગરના બે મકાન અને રાજકોટ નજીક હીલ વ્યુમાં રહેતા શ્રવણભાઇ ભલાભાઇ કાંગશીયાના ઘર માંથી રૂૂ. 50 હજારની ચોરી કરી હોવાનું કબુલ્યું હતું.
