ધ્રોલમાં 22 વર્ષિય યુવકે આપઘાત કરી લેતાં અરેરાટી મચી જવા પામી છે. ગઈ કાલે રાત્રિના આ બનાવ બન્યો હતો. પુત્રને લટકતી હાલતમાં જોઈ પિતા ઢળી પડ્યા હતા અને તાકીદે તેઓને ધ્રોલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એકના એક પુત્રના આપઘાતથી તેઓના પરિવારમાં કલ્પાંત છવાયો છે. પુત્રના આપઘાતથી પિતાને હળવો હાર્ટએટેક આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ધ્રોલના વૃંદાવન સોસાયટીમાં રહેતાં નિલેશ ભાલચંદ્રભાઈ કવૈયા (ઉ.વ.22) નામનાં યુવકે ગઈ કાલ રાત્રિના પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બાદ તેઓના પિતા રૂૂમમાં ગયા ત્યારે પુત્રને લટકતી હાલતમાં જોતાં તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને ઢળી પડતા તાકીદે તેઓને પણ ધ્રોલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓની તબિયત સારી હોવાનું જાણવાં મળ્યુ છે. જયારે નિલેશને ધ્રોલ સરકારી હોસ્પિટલના તબીબે મૃત જાહેર કરતા ગમગીની છવાઈ ગઈ હતી. બનાવની જાણ ધ્રોલ પોલીસને થતાં તુરંત સ્ટાફ દોડી ગયો હતો. અને જરૂૂરી કાગળો કર્યા હતા. મૃતક યુવક વેલ્ડીંગ કામ કરતો હોવાનું અને તે તેના પરિવારમાં એક નો એક હોવાનુ જાણવા મળ્યું હતું. આ સમગ્ર ઘટનાથી મૃતકના પરિવારમાં શોક છવાઇ ગયો છે.