બાઈક આડે ભેંસ ઉતરતા ચાલક યુવાનનું કરૂણ મોત

માળીયાના વિશાલનગરથી સુલતાનપુર ગામની વચ્ચે સર્જાયેલા એક અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યું છે. બાઈક આડે ભેંસ ઉતરતા સર્જાયેલા આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે યુવાને…

માળીયાના વિશાલનગરથી સુલતાનપુર ગામની વચ્ચે સર્જાયેલા એક અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યું છે. બાઈક આડે ભેંસ ઉતરતા સર્જાયેલા આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે યુવાને જીવ ગુમાવ્યો છે.જે મામલે માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતા ગોપાલભાઈ કરશનભાઈ ઝીન્ઝુંવાડિયા એ માળિયા પોલીસમાં ફરીયાદ નોંધાવી છેકે અજય કરશનભાઈ ઝીન્ઝુવાડિયા ગત તા. 25-12 ના રોજ સાંજના સમયે બાઈક લઈને વિશાલનગરથી સુલતાનપુર તરફ જઈ રહ્યો હોય દરમિયાન કોઝ વે પાસે માર્ગમાં અચાનક એક ભેંસ આડી ઉતરતા અજયે બાઈક પરથી કાબુ ગુમાવ્યો હતો અને બાઈક ભેંસ સાથે અથડાયું હતું.

આ અકસ્માતમાં અજયને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોય જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો જે મામલે માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *