ઉપલેટા ઉપલેટા અહીંયા ઉપલેટા થી ધોરાજી રોડ ઉપર સુપેડી ગામ પાસે એસટી બસ તથા એકટીવા નો અકસ્માત થતા મુસ્લિમ યુવાનને ઈજા થયેલ છે તથા એક નું મોત થયેલ છે આ અંગેની વિગતે એવા પ્રકારની છે કે ગઈકાલે ધોરાજી થી નવા કલારીયા જતી એસટી બસ નંબર જીજે 18 ઝેડ 44 71 ના ચાલાક એ એક્ટીવા સાથે અકસ્માત ઠરતા ઉપલેટાના મુસ્લિમ યુવાન આયન મુન્નાભાઈ ખેભર રે ઉપલેટા ને સારવાર મળે તે પહેલા તેનું મોત થયેલ હતું જ્યારે અલ્ફરાજ કરીમભાઈ પિંજારા ને ગભીર ઈજા થતા જુનાગઢ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલા હત આ બનાવવાની જાણ થતા ડુમીયાણી ટોલ પ્લાઝા ની એમ્બ્યુલન્સ દ્વારા અકસ્માતમાં ઈજા પામનાર યુવાનને ઉપલેટા ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતો.
જુગાર રમતી નવ મહિલાની ધરપકડ
ઉપલેટા અને દ્વારકાધીશ સોસાયટીમાં આનંદ નગર માં વાછરડા દાદા ના મંદિર પાસે જુગાર રમતો હોવાની બાતમી આધારે ઉપલેટાના પીઆઈ પટેલ રેડ કરતા 9 મહિલાને રૂૂપિયા 85,200 ના મુદ્દા માલ સાથે ધરપકડ કરેલ છે જેમાં પ્રીતિ બા અર્જુનસિંહ જાડેજા ના મકાનમાં જુગાર રમતો હતો નગરીશબેન ઓસમાણભાઈ લાખા રે જામકંડોણા તથા માંગુબેન ચંદુભાઈ નરેરા રે જામજોધપુર રજીવાબેન રફીકભાઈ બુખારી રહે ઉપલેટા મીનાબેન વસંતભાઈ ઉપલેટા મંજુલાબેન નરેન્દ્રભાઈ જીલોકા રે ધોરાજી સોનલબેન ધનજીભાઈ ઘેડીયા રે ઉપલેટા પુષ્પાબેન મૂળભાઈ ભારાઈ રે ઉપલેટા રાજીબેન બાબુભાઈ પરમાર રહે બારેજા તાલુકો પોરબંદર વાળા નો સમાવેશ થાય છે.
