શહેરમાં કોઠારીયા ગામના છેવાડે આવેલા ફલેટમાં રહેતા પરિવારનો 16 વર્ષનો સગીર બીજા માળે બાલ્કનીમાંથી નીચે પટકાતાં માથે-શરીરે ઈજા પહોંચતા તાકિદે બેભાન હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિલમાં ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિ.ચોકીના સ્ટાફે નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરી જરૂૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા ગામના છેવાડે આવેલા પ્રમુખરાજ પેમેસ-2માં રહેતો હર્ષલ કૈલાશભાઈ નકુમ નામનો 16 વર્ષનો સગીર પોતાના ઘરની બાલ્કનીમાં દોડતો હતો ત્યારે કોઈ કારણોસર પગ લપસી જતાં તરૂૂણ નીચે પટકાયો હતો.
ઢઘટનાની જાણ થતા પરિવારજનો તથા આસપાસના રહેવાસીઓ દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા સગીરાને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી. આ અંગે હોસ્પિલ ચોકીના સ્ટાફે નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરતાં હેડ કોન્સટેબલ ટી.જે.સરવૈયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક હર્ષલ આ વર્ષે ધો.10 માં આવ્યો હતો. અને બે ભાઈમાં મોટો હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
