રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર-કચ્છનો વાઇબ્રન્ટ સમિટના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે શહેર પોલીસ કમિશનર દ્વારા ભારે વાહનોને મુખ્ય માર્ગોથી ડાઇવટ કરવા એક ખાસ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ હતું. આમ છતાં હાઇવે પરના માર્ગો પરથી ખાનગી અને ભારે વાહનો બેડી ચોકડી થી મોરબી તરફ જવાના રસ્તે જતા હોય અને વાઇબ્રન્ટ સમિટમાં જતા લોકોનો ધસારો વધુ હોય જેથી મુખ્ય માર્ગો પર વાહનોની બે કિલોમીટર સુધીની લાંબી લાઇનો લાગી હતી. આ ટ્રાફિક જામનુ નિરાવરણ કરવામાં પોલીસ પણ ઓછી પડી હતી અને અંદાજીત એકાદ કલાકમાં ટ્રાફિક કિલ્યર થયો હતો.
મોરબી રોડ પર વાઇબ્રન્ટ સમિટના કારણે ટ્રાફિક જામ, બે કિમી સુધી વાહનોની લાંબી લાઇનો લાગી
રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર-કચ્છનો વાઇબ્રન્ટ સમિટના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે શહેર પોલીસ કમિશનર દ્વારા ભારે વાહનોને મુખ્ય…
