ચોટીલા હાઇવે ઉપર ટ્રાફિક જામ, અનેક વાહનો ફસાયા

પોષી પૂનમે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાયેલ જોવા મળી: એમ્બ્યુલન્સ વાનને વિરૂધ્ધ રસ્તે કાઢવાની ફરજ પડી આજે પોષી પૂનમ છે. ચામુંડાધામ ચોટીલામાં દર પૂનમના હજારો ભાવિકોની મેદની…

પોષી પૂનમે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાયેલ જોવા મળી: એમ્બ્યુલન્સ વાનને વિરૂધ્ધ રસ્તે કાઢવાની ફરજ પડી

આજે પોષી પૂનમ છે. ચામુંડાધામ ચોટીલામાં દર પૂનમના હજારો ભાવિકોની મેદની વહેલી પરોઢથી જ માતાજીના દર્શનાર્થે ઉમટે છે. ત્યારે આજે વહેલી સવારનાં જ ચોટીલા નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક વ્યવસ્થા ના બેહાલ જોવા મલ્યાં હતા અને હાઇવે ઉપર ટ્રાફીક જામ સાથે અનેક વાહાન ચાલકોને મુશ્કેલીઓનો અનુભવ થયો હતો જાણે કડકડતી ઠંડીમા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હોય તેવું ભાસતુ હતું.

ચોટીલા ખાતે પૂનમના હાઇવે ઉપર અવ્યવસ્થા જોવા મળી હતી મામલતદાર કચેરી થી ચામુંડા ચોકડી અડધો કીમી નું અંતર કાપતા અડધો કંલાક જેટલો વાહન ચાલકો ને સમય થાય તેટલો જામ સર્જાયો હતો.
વહેલી સવારના પૂનમ ભરતા દર્શનાર્થી ભીડ હાઇવે ઉપર પસાર થતા વાહનો અને ખાસ પૂનમ દર્શન માટે આવતી બસો અને વાહનો ને ટ્રાફિક જામની મોટી અસર પહોચી હતી.

ચોટીલા કનૈયા ચોકડી થી ચામુંડા ચોકી સુધી એવો ટ્રાફિક જામ હતો કે બિમાર દર્દી ને લઈ જતીએમ્બ્યુલન્સને પણ વિરૂૂધ્ધ દિશામાં રોગ સાઇડ થી કાઢવાની ફરજ પડી હતી.પોષી પૂનમ ટ્રાફિક વ્યવસ્થા ઉણી ઉતરતા લોકો કડકડતી ઠંડીમા જામ મા અટવાતા મુશ્કેલી અનુભવી હતી તો અડધો કીમી ના રસ્તાને પસાર કરવામાં અડધો કલાક લાગે તેવો જામ સર્જાતા અનેક એસ. ટી બસો સહિતના વાહનોના સમય રૂૂટ ખોરવાયો હતો.

અવ્યવસ્થા પાછળ પૂનમની સવાર થી જ અપુરતો બંદોબસ્ત અને અણ આવડત પણ ઉજાગર થતી જોવા મળી હતી. જેને કારણે પણ ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હોવાનું લાગતું હતું. ત્યારે હજારો યાત્રીકોને મુશ્કેલી વેઠવી પડેલ અને ટ્રાફિક જામનો સામનો કરવો પડેલ આ અવ્યવસ્થા માટે અણ આવડત કે અન્ય કંઇ? જવાબદાર કોણ? તેવા સવાલો પણ ઉદભવેલ હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *