રણછોડનગરમાં વેપારી અને ઇમિટેશનના ધંધાર્થી જુગાર રમતા ઝડપાયા, 1 લાખની રોકડ જપ્ત

રાજકોટ શહેરના સામાકાંઠે રણછોડનગરમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી પીસીબી શાખાએ દરોડો પાડી જુગાર રમતા ચાંદીના વેપારી અને ઇમિટેશનના વેપારી સહિત સાત શખ્સોને ઝડપી લઇ…

રાજકોટ શહેરના સામાકાંઠે રણછોડનગરમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી પીસીબી શાખાએ દરોડો પાડી જુગાર રમતા ચાંદીના વેપારી અને ઇમિટેશનના વેપારી સહિત સાત શખ્સોને ઝડપી લઇ એક લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ અંગે હાલ પોલીસે તમામની પુછપરછ કરી હતી.

વધુ વિગતો મુજબ પીસીબી શાખાના પીઆઇ એમ.આર.ગોંડલિયા, નગીનભાઇ ડાંગર સહિતના સ્ટાફે રણછોડનગર શેરી નં.3માં રહેતા અને ઇમિટેશનનું કામ કરતા આશિષ ઉર્ફે ભુરો અમૃતભાઇ પીપળીયા પોતાના ઘરે જુગાર રમાડતો હોવાની બાતમી મળતા દરોડો પાડી જુગાર રમતા આશિષ પીપળીયા, ગણેશ પાર્કના મુકેશ લાલજી મકવાણા, સતનામ પાર્કમાં રહેતા નીલેશ લાલજીભાઇ ભોગાયતા, જુના મોરબી રોડ પર આવેલી શ્રી હાઇટ્સમાં રહેતા કાનજીભાઇ દેવરામભાઇ ભોગાયતા, આરધાના સોસાયટીમાં રહેતા પ્રવીણ લખમણ રામાણી, સદગુરુ સોસાયટીમાં રહેતા હીતેષ કેશુ પીપળીયા અને જયેશ જીવરાજભાઇ પીપળીયાને ઝડપી લઇ એક લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *