પરસાણાનગરમાં વ્યાજખોર દીકરી-જમાઇનો ત્રાસ: વૃદ્ધા પર હુમલો કરી હાથ ભાંગી નાખ્યો

વ્યાજખોરીના વધુ એક બનાવમાં એક વૃધ્ધાને સગી દિકરી, જમાઇ, જમાઇના ભત્રીજાએ વ્યાજ માટે માર મારી હાથ ભાંગી નાંખી તેમજ મારી નાંખવાની ધમકીઓ આપી હતી. જામનગર…

વ્યાજખોરીના વધુ એક બનાવમાં એક વૃધ્ધાને સગી દિકરી, જમાઇ, જમાઇના ભત્રીજાએ વ્યાજ માટે માર મારી હાથ ભાંગી નાંખી તેમજ મારી નાંખવાની ધમકીઓ આપી હતી. જામનગર રોડ પર પરસાણા નગર શેરી નં. 1, દીવ્ય એપાર્ટમેન્ટમાં રહેતા ઉષાબેન પ્રવીણભાઈ જોબનપુત્રા (ઉ.વ.65)એ આ મામલે જમાઇ સંજય અભેસીંગભાઇ રાઠોડ, દિકરી મીરા સંજય રાઠોડ અને જમઠાના ભત્રીજા પ્રતિક રાઠોડ સામે ગુનો નોંધ્યો છે.

આશરે અઢી વર્ષ પહેલાં પોતાના જમાઈ સંજય પાસેથી પાંચ ટકાના વ્યાજે રૂૂ. 50,000 લીધા હતા. આ વ્યાજ ભરવા માટે સગવડ ન થતાં. તેમણે દોઢેક વર્ષ પહેલાં બીજા રૂૂ. 50,000 પણ પાંચ ટકા વ્યાજે લીધા હતા. આ પછી તેઓ દર મહિનાની 15 તારીખે નિયમિત રૂૂ. 5,000 વ્યાજ ચૂકવતા હતા. આ રીતે અત્યાર સુધીમાં કુલ રૂૂ. 1,75,000 વ્યાજ પેટે ચુકવી દીધા છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે મુળ રકમ પરત ન થઈ શકતાં ઉષાબેનની દીકરી મીરાબેન તથા જમાઈ સંજયભાઈએ વ્યાજની પઠાણી ઉઘરાણી શરૂૂ કરી હતી. અગાઉ ગત તારીખ 12/5ના રોજ રતનપર ખાતે વ્યાજની ઉઘરાણી બાબતે જમાઈએ ફરિયાદી ઉષાબેનને માર મારી હાથમાં ફ્રેક્ચર કરી નાખ્યું હતું.

જો કે તે સમયે માતાના કહેવાથી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી. દરમિયાન ગત તારીખ 5/6ના રોજ રાત્રિના અગિયાર વાગ્યાની આસપાસ કરિયાદી જ્યારે તેમના દીકરા ભાવિનના ઘરે રોકાયા હતા ત્યારે જમાઈ સંજયે ફોન કરીને બિભત્સ ગાળો આપી હતી અને ધમકી આપતા કહ્યું હતું કે-તારા છોકરાને જાનથી મારી નાખવો છે. એના હાડકાં ભાંગી નાખવા છે, પોલીસની બહુ હવા છે તો પોલીસને પણ બોલાવી રાખે, હું આવું છું. ત્યારબાદ ફરિયાદીના દીકરા ભાવિન અને જમાઈના ભત્રીજા પ્રતીક વચ્ચે પણ ફોન પર ઉગ્ર બોલાચાલી થઈ હતી અને પ્રતીકે પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ ધમકીભર્યા ફોન બાદ ફરિયાદીનો પરિવાર ડરી ગયો હતો અને દીકરા ભાવિને તાત્કાલિક 112 નંબર પર ફોન કરી પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં કાચી અરજી આપી હતી. આ દરમિયાન જમાઈ સંજય અને તેનો ભત્રીજો પ્રતીક હાથમાં ધોકા લઈને ફરિયાદીના ઘરની બહાર ધસી આવ્યા હતા અને આખા પરિવારને મારવાની ધમકી આપી હતી. અંતે પોલીસ ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ કે. કે. ચાવડાએ ગુનો નોંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *