વ્યાજખોરોનો ત્રાસ: એક કરોડના 10 કરોડની માંગણી કરતા રાજકોટનો યુવાન ચીઠ્ઠી લખી ગુમ થઇ ગયો

એક કરોડની સામે 55 લાખની રકમ આપી દીધી, 2.39 કરોડની માંગણી કરી 40 ટકા વ્યાજ લગાવી 10 કરોડની ઉઘરાણી કરતા યુવાનને રાજકોટ મૂકવું પડયું રાજકોટ…

એક કરોડની સામે 55 લાખની રકમ આપી દીધી, 2.39 કરોડની માંગણી કરી 40 ટકા વ્યાજ લગાવી 10 કરોડની ઉઘરાણી કરતા યુવાનને રાજકોટ મૂકવું પડયું

રાજકોટ શહેરમા વ્યાજખોરોનો ત્રાસ યથાવત છે . લોક દરબાર યોજાયા બાદ પણ વ્યાજખોરો સામે કોઇ નકકર કાર્યવાહી થઇ ન હોય તેમ વ્યાજખોરો બેફામ બન્યા છે . રાજકોટ શહેરનાં શિતલ પાર્ક પાસે શાસ્ત્રી નગરમા રહેતા યુવાને બે વ્યાજ ખોરોનાં ત્રાસથી કંટાળી ચીઠ્ઠી લખી ઘર મુકી કયાક જતો રહયો હતો. આ મામલે યુવકનાં પિતાએ બંને વ્યાજખોરો સામે ફરીયાદ નોંધાવી છે.

આ ઘટનામા શાસ્ત્રીનગર શેરી નં પ મા રહેતા વિનુભાઇ મેપાભાઇ વિરડા (ઉ.વ. 60 ) એ પોતાની ફરીયાદમા રામાપીર ચોકડી પાસે જાન્કી કોમ્પલેક્ષમા જય દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ નામની ઓફીસ ધરાવતા વિજય મકવાણા અને ભાવેશ મકવાણા વિરુધ્ધ વ્યાજખોરી અંગેની ફરીયાદ નોંધાવી છે. ફરીયાદી વિનુભાઇએ જણાવ્યુ હતુ કે તેમને સંતાનમા બે દીકરા દિલીપ અને વિશાલ છે . ગઇ તા. 11/10 નાં રોજ પુત્ર વિશાલ ઘરેથી કોઇને કહયા વગર ઘર છોડી કયાક જતો રહયો હતો . આ મામલે યુનિવર્સીટી પોલીસ મથકમા ગુમસુદા થઇ હતી .

ત્યારબાદ તા. 14-10 નાં રોજ યુવક પોતાની રીતે ઘરે પરત આવી ગયો હતો અને પુછતા તેમણે વિજય મકવાણા અને ભાવેશ મકવાણા જે બંને ભાઇઓ તેમની સોસાયટીમા રહેતા હોય તેની ઓફીસ રામાપીર ચોકડી પાસે જાનકી કોમ્પલેક્ષમા જય દ્વારકાધીશ નામની ઓફીસ ચલાવતા હોય તેમની પાસેથી નાણા વ્યાજે લીધા હતા અને તેનુ વ્યાજ ચડી જતા અને આ બંને વ્યાજ ખોરો પૈસાની ઉઘરાણી કરતા હોય અને વિશાલ પૈસા આપી શકે તેમ હોય જેથી કંટાળી ઘરેથી કયાક જતો રહયો હતો. ત્યારબાદ તેમનાં પિતાએ વિશાલને કેટલા પૈસા આવપાનાં છે . તે અંગે વાત કરતા તેમણે પ્રસંગ પુરા થયા બાદ હકીકત જણાવવાનુ કહયુ હતુ.

ત્યારબાદ ફરી વિશાલ તા. 31-10 નાં રોજ સવારે એક ચીઠ્ઠી ઘરમા મુકી કયાક જતો રહયો હતો અને તેમા લખ્યુ હતુ કે વિજય મકવાણા અને ભાવેશ મકવાણા પાસેેથી અંદાજીત એક કરોડ લીધા હતા. તેમની સામે બંનેને પપ લાખ રૂપીયા આપી દીધા હતા . આમ છતા આરોપીઓ 2.39 લાખની ઉઘરાણી કરતા હતા અને આ રકમ વિશાલ આપી શકે તેમ હતો નહી અને આરોપીઓ મુળ રકમ પર 40 ટકા વ્યાજ લગાવી વધુ 10 કરોડની ઉઘરાણી કરતા અને મારી બધી મિલ્કત વેચી નાખુ તો પણ આ બંનેને આ નાણા આપી શકુ તેમ ન હોય જેથી વિજય મકવાણા અને ભાવેશ મકવાણાનાં ત્રાસથી ઘર છોડી વિશાલ કયાક જતો રહયો હતો. આ ઘટના અંગે યુનીવર્સીટી પોલીસ મથકનાં પીઆઇ એચ. એન. પટેલનાં માર્ગદર્શન હેઠળ એએસઆઇ વી. ડી. ઝાલા અને સ્ટાફે બંને વ્યાજખોરો વિરુધ્ધ ગુનો નોંધી તજવીજ શરુ કરી છે.

ભાઇ તલાટી મંત્રી પર વ્યાજખોરોએ હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યા

બીજી તરફ વ્યાજની રકમની ઉઘરાણી માટે યુવાનના ભાઇ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે 150 ફૂટ રિંગરોડ પર શાસ્ત્રીનગરમાં રહેતાં દિલિપભાઇ વિનુભાઇ વિરડા (ઉ.વ.36) એ મેટોડામાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વિજય નારણ મકવાણા અને ત્રણ અજાણ્યાં શખ્સોના નામ આપ્યા હતાં. વડવાજડી પાસે દિલીપને રોકી આરોપી વિજય અને તેના સાગ્રીતોએ કહેલ કે, તારો ભાઈ વિશાલ કયા છે? વિજયભાઇના પૈસા દેતો નથી જવાબ દેતો નથી વિજયભાઇએ કિધુ છે આજ તો તને પતાવી જ દેવો છે તેમ કહી તેમને બહાર કાઢવાની કોશીષ કરી હાથ પગ ભાંગી નાખ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *