રાજકોટમાં મહિલા અસલામત: દુષ્કર્મની બે ઘટનાથી ચકચાર

ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડે યુવતીને જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દેહ અભડાવ્યો રાજકોટમાં મહિલા અસલામત હોય તેમ અવાર નવાર દુષ્કર્મની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ત્યારે…

ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડે યુવતીને જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દેહ અભડાવ્યો


રાજકોટમાં મહિલા અસલામત હોય તેમ અવાર નવાર દુષ્કર્મની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ત્યારે રાજકોટમાં વધુ બે યુવતિ દુષ્કર્મનો ભોગ બની હોવાની ઘટના સામે આવી છે. જેમાં એબીવીપીની ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દેહ અભડાવ્યો હતો. જ્યારે બીજા બનાવમાં યુવતિએ પ્રેમ સબંધ ટુંકાવી લેતા વિધર્મી શખ્સે કારમાં અપહરણ કરી બહેનના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતું. ભોગ બનનાર બન્ને યુવતિએ ફરિયાદ નોંધાવતા બન્ને શખ્સોની પોલીસે શોધખોળ હાથ ધરી છે.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મુળ દેવભૂમિ દ્વારકાની વતની અને હાલ રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર અયોધ્યા ચોકમાં રહેતી 32 વર્ષની યુવતિ ઈન્સ્ટાગ્રામ મારફતે રાજકોટમાં શિતલ પાર્ક પાસે રહેતા ધર્મરાજસિંહ હેતુભા જાડેજાના સંપર્કમાં આવી હતી. અને બન્ને વચ્ચે મોબાઈલ નંબરની આપલે થઈ હતી. અને વચ્ચે વાતચીત શરૂ થતાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. ધર્મરાજસિંહ જાડેજાએ યુવતિને પ્રેમજાળમાં ફસાવી પોતાના છુટાછેડા બાદ તેની સાથે લગ્ન કરશે તેવી લાલચ આપી યુવતિને દ્વારકા, કબરાવ અને સરધાર સહિતના સ્થળે ફરવા જવાના બહાને સાથે લઈ ગયો હતો. અને સાથે ફોટા પડાવ્યા હતાં ધર્મરાજસિંહ જાડેજાએ મકાન લેવા માટે યુવતિ પાસેથી રૂા. 5 લાખ લીધા હતાં. અને ધર્મરાજસિંહે લગ્નની લાલચ આપી યુવતિને હવસનો શિકાર બનાવતો હતો બન્નેના પ્રેમ સબંધની ધર્મરાજસિંહ જાડેજાના પરિવારને જાણ થતાં ધર્મરાજસિંહ જાડેજાએ પ્રેમ સબંધ ટુંકાવી નાખ્યા હતાં. બે વર્ષ સુધી લગ્નની લાલચ આપી હવસનો શિકાર બનાવનાર ધર્મરાજસિંહ વિરુદ્ધ યુવતિએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


આ ઉપરાંત બીજા બનાવમાં રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં રહેતા જાહીદ જુસબભાઈ જુણેજા નામના શખ્સ વિરુદ્ધ રેલનગરમાં રહેતી 33 વર્ષીય યુવતિએ પ્રમનગર પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવતિએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, જાહિદ જૂણેજા અને યુવતિ વચ્ચે અગાાઉ પ્રેમ સબંધ હતો બાદમાં યુવતિએ પ્રેમ સબંધ ટુંકાવી નાખ્યો હતો. ગઈકાલે યુવતિ રેલનગર વિસ્તારમાં ચાલીને જઈ રહી હતી ત્યારે જાહિદ જુણેજા બોલેરો કાર લઈને ધસી આવ્યો હતો અને હવે કેમ મારી સાથે સબંધ રાખવા નથી તેમ કહી યુવતિની કારમાં બેસાડી અપહરણ કરી જાહિદ જુણેજા રૈયાધાર વિસ્તારમાં રહેતી તેનીબહેનના ઘરે લઈ ગયો હતો ત્યાં યુવતિને મુંઢમાર મારી યુવતિની મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધ્યો હતો. પ્રેમ સબંધ ટુંકાવી લેવા છતાં વિધર્મી શખ્સે માર મારી દુષ્કર્મ આચર્યુ હોવાની યુવતિએ ફરિયાદ નોંધાવતા પ્રનગર પોલીસ મથકના સ્ટાફે યુવતિનું અપહરણ કરી માર મારી દુષ્કર્મ આચરનાર વિધર્મી શખ્સને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *