શિવનગરમાં રહેતા પિતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલક વિજયસિંહ ભરતસિંહ જાડેજાને હરિફ ટ્રાવેલ્સ માતૃકૃપાના સંચાલક સાથે ચાલતી તકરારમાં વિજયસિંહ જાડેજાને મારી નાખવા માટે જૂનાગઢના એક ભાડુતી હત્યારાને 50 લાખની સોપારી આપવામાં આવી હોય જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હોય ભાડુતી હત્યારાએ સમગ્ર પ્રકરણનો ભાંડો ફોડી દીધો હોય આ મામલે પિતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલકે પોલીસ કમિશનર સમક્ષ હરિફ ધંધાર્થી સામે પોલીસ રક્ષણ માંગી આ મામલે માલવિયાનગર પોલીસે કાર્યવાહીમાં ઢીલીનીતિ રાખી હોવાનો આક્ષેપ કર્યો છે.
પિતૃકૃપા ટ્રાવેલ્સના વિજયસિંહ ભરતસિંહ જાડેજાએ પોલીસ કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ તેઓ કોંગ્રેસના વોર્ડ નં. 13ના પ્રમુખ હોય અને રાજકોટ ટ્રાવેલસ એસોસીએશનના પ્રમુખ પણ હોય તેમના હરિફ ધંધાર્તી પિતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલક રિબડાના માથાભારે અને જનુની માતૃકૃપા ટ્રાવેલ્સ વાળા મેહુલસિંહ જાડેજા, રાહુલસિંહ જાડેજા વચ્ચે રાજકોટથી પોરબંદર ટ્રાવેલ્સ ચલાવવા બાબતે તકરાર ચાલુ હોય અગાઉ પણ આ ટ્રાવેલ્સ વાળાઓએ વિજયસિંહની ટ્રાવેલ્સની બસના કાંચ તોડી નાખ્યા હતાં.
ગત તા. 14-12ના રોજ મેહુલસિંહ અને રાહુલસિંહના કહેવાથી જૂનાગઢના લાલા નામના શખ્સે વિજયસિંહને મારી નાખવા માટે કાવતરુ રચ્યું હોય આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હોય અને માલવિયાનગર પોલીસ તેની તપાસ કરી રહી છે. આ ઘટના બાદ વિજયસિંહ જાડેજાએ માતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલકો તેમની હત્યા કરશે તેવી દહેશત વ્યક્ત કરી પોલીસ રક્ષણ માંગ્યું છે. તેમજ આ અંગેની તપાસ ક્રાઈમ બ્રંચને સોંપવા પણ માંગ કરી છે. માલવિયાનગર પોલીસ આ અંગે તપાસમાં ઢીલીનીતિ દાખવતી હોવાનો આક્ષેપ કર્યો હતો.