Connect with us

ગુજરાત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બંદરો પર પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ : ચાર બોટધારક સામે ફરિયાદ

Published

on

સૌરાષ્ટ્રનાં સાગર કાંઠે સુરક્ષા કવચ હેઠળ ગઈકાલે તમામ જિલ્લાના બંદરો પર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના અડધો ડઝન જેટલા બંદરો પર અલગ અલગ ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરી ફીશરીઝ એકટની કલમનો ઉલ્લંઘન કરતાં ચાર બોટ ધારકો સામે ગુના નોંધવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રનાં સાગર કાંઠે છેલ્લા ઘણા સમયથી ઘુષણખોરી અને ડ્રગ્સ સપ્લાયના બનાવો વધી રહ્યાં છે ત્યારે ગઈકાલે સુરક્ષા કવચ હેઠળ સૌરાષ્ટ્રનાં તમામ બંદરો પર રેન્જ આઈ.જી.અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ દરેક જિલ્લાના પોલીસ વડાઓએ અલગ અલગ ટીમો બનાવી બંદારો પર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યુ હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતીશ પાંડેના માર્ગદર્શન હેઠળ એસઓજી, મરીન પોલીસ, આઈબીની અલગ અલગ ટીમો બનાવી ઓખા, બેટ દ્વારકા, ડાલ્ડા બંદર, રૂપેણ બંદર, સલાયા બંદર, વાડીનાર બંદરમાં ચેકીંગ હાથ ધરી બોટના રજીસ્ટ્રેશન ચેક કરવામાં આવ્યા હતાં.

અગલ અલગ ટીમો દ્વારા કુલ 183 જેટલી બોટોનું રજીસ્ટ્રેશન ચેક કરવામાં આવ્યું હતું. જેમાં ચાર બોટ ધારકોએ નિયમનો ઉલ્લંઘન કર્યો હોવાનું તપાસમાં માલુમ પડતાં આ ચારેય બોટના માલિકો સામે ફીશરીઝ એકટની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. બોટ ચેકીંગ કોમ્બીંગ દરમિયાન માછીમારોને દરિયાઈ વિસ્તારમાં માછીમારી કરતાં સમયે જો કોઈ અજાણી બોટ જણાઈ આવે કે જો કોઈ શંકાસ્પદ હિલચાલ જણાઈ આવે તો તાત્કાલીક સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીનો સંપર્ક કરવા પણ ખાસ સુચના આપી હતી.

ક્રાઇમ

રામનાથપરામાં શ્રમિક યુવાનના હાથ-પગ ભાંગી નાખી અજાણ્યા બે શખ્સોએ લૂંટી લીધો

Published

on

By

શહેરના રામનાથપરામાં પગપાળા ચાલીને જતા શ્રમિક યુવાન ઉપર અજાણ્યા બે શખ્સોએ હુમલો કરી હાથ-પગ ભાંગી નાખી રૂા. 700ની લૂંટ ચલાવી નાશી ગયા હતા જેથી ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. આ અંગે એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગત મુજબ મુળ ભાવનગરના ટોલકનગરનો વતની અને હાલ રાજકોટમાં રહી મજુરી કામ કરતો સુરેશ હીરાભાઈ સોલંકી (ઉ.વ.34) નામનો યુવાન ગઈકાલે સાંજે મજુરી કામ પરથી છુટી ચાલીને જતો હતો ત્યારે રામનાથપરા જૂની જેલ પાસે પહોંચતા અજાણ્યા બે શખ્સોએ તેને આંતરી લોખંડના પાઈપ વડે હુમલોકરી હાથ-પગમાં પાઈપના ઘા ઝીંકી દીધા હતા જેથી તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલહ ોસ્પિટલામં ખસેડાયો હતો. જ્યાં તેને હાથ-પગમાં ફેક્ચર થઈ ગયાનું જણાયું હતું.


પ્રાથમિક તપાસમાં સુરેશ કડિયા કામ અને ભંગાર વિણવાનું કામ કરે છે. તેના જણાવ્યા મુજબ ગઈ કાલે સાંજે ચાલીને જતો હતો ત્યારે અજાણ્યા બે શક્સોએ આવી હુમલો કરી તેની પાસે રહેલા રૂા. 700ની લૂંટ ચલાવી નાશી ગયાનું જણાવ્યું હતું.


આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઈ ઈજાગ્રસ્ત યુવાનનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

કચ્છ

કચ્છથી રાજકોટ હથિયાર વેચવા આવેલો શખ્સ પિસ્તોલ અને તમંચા સાથે પકડાયો

Published

on

By

રાજકોટમાં ગેરકાયદેસર હથિયાર વેચવા આવેલા કચ્છના મુન્દ્રાના કુખ્યાત શખ્સને ક્રાઈમ બ્રાન્ચે જામનગર રોડ પરના શિતલ પાર્ક મેઈન રોડ પરથી પિસ્તોલ અને તમંચા સાથે ઝડપી લીધો હતો. તેની પાસેથી પિસ્તોલ અને તમંચો કબજે કરી વધુ પુછપરછ શરુ કરી છે. હથીયાર વેચવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રાજકોટમાં કેટલાક મિત્રોને બન્ને હથિયારના ફોટા શેર કર્યા હતા. કચ્છના મુંદ્રાના માંડવી તાલુકાના દશરડી ગામના મીયાણા કોલોનીમાં રહેતા કલ્પેશભારથી ઉર્ફે ગુરૂૂ ગોપાલભારથી ગોસ્વામીને ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે દેશી બનાવટના તમંચા અને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો.

તેની પાસેથી એક જીવતો કાર્ટીસ પણ મળી આવ્યો હતો. બંને હથિયારો, જીવતા કાર્ટીસ અને મોબાઇલ સહિત કુલ રૂૂા. 35100નો મુદામાલ કબ્જે કર્યો હતો. ક્રાઈમ બ્રાંચની તપાસમાં જાણવા મળ્યું કે, પકડાયેલ કલ્પેશભારથી લાંબો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. તેના વિરુધ્ધ અત્યાર સુધીમાં પશ્ચિમ ભુજ અને વિરપુર પોલીસ મથકમાં મારામારી, ચોરી, દારૂૂ અને માદક દ્રવ્યો સહિતના આઠ ગુના નોંધાયેલા છે. કલ્પેશભારથી કચ્છથી બંને હથિયાર વેચવા રાજકોટ આવ્યો હતો અને તેણે બન્ને હથિયારોના ફોટા રાજકોટના કેટલાક નામચીન શખ્સોને મોકલ્યા હતા.જેના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે તને જામનગર રોડ પરના શિતલ પાર્ક મેઈન રોડ પરથી ઝડપી લીધો હતો. કલ્પેશભારથી આ બન્ને હથિયાર કોની પાસેથી ખરીદ કર્યા હતા તે સહિતના મુદ્દે હવે ક્રાઈમ બ્રાંચના સ્ટાફે વધુ તપાસ આગળ ધપાવી છે.


પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા,ડીસીપી (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ તથા એસીપી (ક્રાઇમ) ભરત બી.બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ એમ.આર.ગોંડલીયા,પી.આઈ એમ.એલ.ડામોર સાથે પીએસઆઈ વી.ડી.ડોડીયા તથા એ.એસ.આઇ. પ્રદિપસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ. સંજયભાઇ રૂૂપાપરા, અમીતભાઇ અગ્રાવત, મયુરભાઇ મિયાત્રા, યુવરાજસિંહ ઝાલા, દિપકભાઇ ચૌહાણ, રાજેશભાઇ જળું તથા પો.કોન્સ. અશોકભાઇ ડાંગર, પ્રદિપસિંહ જાડેજા દ્વારા કામગીરી કરવામાં આવેલ છે. રંગાર, પ્રદિપસિંહ જાડેજાએ કામગીરી કરી હતી.

Continue Reading

ગુજરાત

રાજકોટમાં 15 મીનિટમાં સવા ઇંચ, મોસમનો કુલ વરસાદ 52 ઇંચ ઉપર

Published

on

By

ચોમાસાના વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે. ત્યારે જ ગઇકાલે રાત્રીના 12 વાગ્યા બાદ ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે સંબેલાધારે વરસાદ તુટી પડ્યો હતો. પંદર મીનિટમાં એક ઇંચથી વધુ પાણી વરસી જતા રોડ ઉપર નદીઓ વહેતી જોવા મળી હતી.


વાદળછાયું વાતાવરણ સવારે પણ રહેતા બપોર સુધીમાં ઝાપટા સ્વરૂપે વધુ પાણી વરસી ગયું હતું અને બપોર સુધીમાં સવા ઇંચ વરસાદ વરસી જતા સીઝનનો કુલ વરસાદ 52 ઇંચને પાર થઇ ગયો છે.


રાજકોટમાં દિવસ દરમિયાન સતત બફારો રહ્યા બાદ રાત્રીના વરસાદ આવસે તેવું લાગી રહ્યુ હતુ લોકો નિરાતે સુઇ ગયા બાદ બાર વાગ્યે કડાકા ભડાકા સાથે મુશળદાર વરસાદ શરૂ થયો હતો અને ફક્ત પંદર મિનીટમાં 1 ઇંચથી વધુ પાણી વરસી ગયું હતું. તેમજ સવારથી બપોર સુધી પણ ઝાપટાઓ ચાલુ રહેતા સવા ઇંચ વરસાદ વરસ્યાનું ફાયર વિભાગે જણાવ્યું હતું. રાત્રીના વરસાદ વરસતા સેન્ટ્રલ ઝોનમાં 24 મીમી, વેસ્ટ ઝોનમાં 16 મીમી અને ઇસ્ટ ઝોનમાં 27 મીમી વરસાદ નોંધાયો હતો. સેન્ટ્રલ ઝોનનો કુલ વરસાદ 1282 મીમી તથા વેસ્ટ ઝોનનો કુલ વરસાદ 1204 મીમી અને ઇસ્ટ ઝોનનો કુલ વરસાદ 961 મીમી નોંધાતા સિઝનનો કુલ વરસાદ 52 ઇંચને પાર થઇ ગયો છે.

Continue Reading
રાષ્ટ્રીય10 hours ago

ડિમાન્ડમાં છે ચણિયા ચોલીની ડિઝાઈન, નવરાત્રિમાં બધાથી લાગસો અલગ

રાષ્ટ્રીય11 hours ago

‘PM નરેન્દ્ર મોદી ભગવાન નથી..’, અરવિંદ કેજરીવાલે ભાજપ પર કર્યા આકરા પ્રહારો

ક્રાઇમ11 hours ago

રામનાથપરામાં શ્રમિક યુવાનના હાથ-પગ ભાંગી નાખી અજાણ્યા બે શખ્સોએ લૂંટી લીધો

કચ્છ11 hours ago

કચ્છથી રાજકોટ હથિયાર વેચવા આવેલો શખ્સ પિસ્તોલ અને તમંચા સાથે પકડાયો

ગુજરાત11 hours ago

રાજકોટમાં 15 મીનિટમાં સવા ઇંચ, મોસમનો કુલ વરસાદ 52 ઇંચ ઉપર

ગુજરાત11 hours ago

આવતીકાલથી બે દિવસ 5 વોર્ડમાં પાણીકાપ, વોર્ડ-9ને ડબલ ફટકો

ગુજરાત11 hours ago

વડોદરામાં 110ની ઝડપે વાવાઝોડુ ફૂંકતા 300 વૃક્ષો ધરાશાયી, 4 મોત

રાષ્ટ્રીય11 hours ago

બદલા પૂરા, ચૂંટણી પહેલાં ફડણવીસ બન્યા સિંઘમ

આંતરરાષ્ટ્રીય11 hours ago

એલોન મસ્ક ઇટાલિયન પી.એમ. મેલોનીને ‘મસ્કા’મારતા ઇલુ…ઇલુની અફવા ઉડી

રાષ્ટ્રીય11 hours ago

મધ્યપ્રદેશના મકસીમાં જૂથ અથડામણ બાદ પોલીસ પર પથ્થરમારો, ફાયરિંગમાં 1નું મોત

આંતરરાષ્ટ્રીય19 hours ago

પેરાસિટામોલ, Vitamin D સહિત આ દવાઓ ક્વૉલિટી ટેસ્ટિંગમાં ફેલ, જાણો સંભવિત જોખમ

કચ્છ1 day ago

કચ્છ સરહદેથી પ્રેમિકાને મળવા પાક.માં ઘૂસણખોરી કરતા કાશ્મીરી મજનુ ઝડપાયો

આંતરરાષ્ટ્રીય1 day ago

સરકાર ઉથલાવવાની વાતો વચ્ચે બાંગ્લાદેશની યુનુસ સરકારને અમેરિકાનું ખુલ્લું સમર્થન

ગુજરાત1 day ago

વાગુદળના ધમાલિચા મહંતના આશ્રમ ઉપર ફરશે બુલડોઝર

ગુજરાત1 day ago

હિરાસર એરપોર્ટની સુરક્ષામાં મોટી ચૂક, બે દિવસથી CCTV બંધ

રાષ્ટ્રીય19 hours ago

ઔરંગાબાદમાં મોટી દુર્ઘટના!!! જિતિયા વ્રત દરમિયાન તળાવમાં ડૂબી જવાથી 8 બાળકોના મોત

ગુજરાત2 days ago

વડોદરામાં અભ્યાસ કરતા પોરબંદરના વિદ્યાર્થીનો સ્યૂસાઈડ નોટ લખી આપઘાત

ગુજરાત1 day ago

નશાના કારોબારને અટકાવવા શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિ સાથે પોલીસની મીટિંગ

ક્રાઇમ2 days ago

મોરબીમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા

ગુજરાત1 day ago

ગુજરાતી મચ્છુ કઠિયા જ્ઞાતિના હોદ્દેદારોએ કરેલી ફરિયાદ બાબતે બદનક્ષી કરાશે : વિમલ ચાવડા

Trending