Connect with us

આંતરરાષ્ટ્રીય

લેબેનોન ઉપર પેજર અને વોકીટોકી બાદ ઈઝરાયલની એરસ્ટ્રાઈક

Published

on

દક્ષિણ લેબનોનના છ શહેરો ઉપર મિસાઈલો દાગી હિઝબુલ્લાહના અનેક ઠેકાણા ધ્વસ્ત કરી નાખ્યા

પેજર અને વોકીટોકી સ્ટ્રાઈકમાં કુલ મૃત્યુ આંક 32, હજારો લોકો ઘવાયા, અનેક મકાનોની સોલાર સિસ્ટમોમાં પણ વિસ્ફોટ

લેબેનોન ઉપર ઈઝરાયેલ સતત બે દિવસ સુધી કથિત પેજર અને વોકીટોકી સ્ટ્રાઈકમાં અનેક લોકોના મોત તથા અનેક લોકો ઘવાયા બાદ લેબેનોનને તેની કળ વળે તે પૂર્વે ઈઝરાયેલની વાયુસેનાએ દક્ષિણી 6 શહેરો ઉપર હવાઈ હુમલા કરી હિઝબુલ્લાહના અનેક ઠેકાણા ધ્વસ્ત કરી દીધા છે. બીજી તરફ ઈરાને પણ ઈઝરાયલ ઉપર સાયબર હુમલો કરી દેતા બન્ને દેશો વચ્ચે સાયબર સાથે મિસાઈલ યુધ્ધ પણ છેડાઈ ગયું છે.

ઈઝરાયલે સતત બે દિવસ કરેલી પેજર અને વોકીટોકી સ્ટ્રાઈકમાં લેબેનોનમાં કુલ 32 લોકોના મોત થયા હતાં. જ્યારે હજારો લોકો ઘવાયા હતાં.


આ હુમલાઓની કળ વળે તે પહેલા ઇઝરાયેલે લેબનોન પર મોટો હુમલો કર્યો છે. ઈઝરાયેલની વાયુસેનાએ દક્ષિણી વાયુસેનાના 6 શહેરોમાં હવાઈ હુમલા કર્યા છે. ઈઝરાયેલે હિઝબુલ્લાના અડ્ડા પર આ હુમલા કર્યા છે.
હવાઈ હુમલાથી 6 શહેરોમાં અરાજકતા સર્જાઈ છે જેમાં હિઝબુલ્લાહના ઘણા ઠેકાણાઓ નાશ પામ્યા છે. ગાઝામાં હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે ઈઝરાયેલ અને લેબનોન પણ એકબીજાના દુશ્મન બની ગયા છે. હમાસના સમર્થનમાં લેબનોનનું હિઝબુલ્લા ઇઝરાયેલ પર સતત હુમલા કરી રહ્યું છે. ઈઝરાયેલ પણ આનો જવાબ આપી રહ્યું છે.


ઇઝરાયેલે લેબેનોનના 6 શહેરોમાં આ હવાઈ હુમલો એવા સમયે કર્યો જ્યારે હિઝબોલ્લાહ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા વોકી-ટોકીથી એક દિવસ અગાઉ સમગ્ર લેબનોનમાં વિસ્ફોટ થયા હતા. સમગ્ર લેબનોનમાં વોકી-ટોકી વિસ્ફોટમાં 20 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. જ્યારે 450થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વોકી-ટોકી લક્ષ્યાંકિત હુમલાઓના એક દિવસ પહેલા લેબનોનમાં પેજર વિસ્ફોટ થયા હતા જેમાં 12 લોકો માર્યા ગયા હતા જ્યારે 3200થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ પછી ઘણા વૈશ્વિક નેતાઓએ ચેતવણી આપી હતી કે, આ હુમલાઓ પછી હિઝબુલ્લાહ અને ઇઝરાયેલ વચ્ચે સંઘર્ષ વધુ વધી શકે છે.


આ પૂર્વે બેરૂૂતના કેટલાક વિસ્તારોમાં ઘરની સૌર ઉર્જા સિસ્ટમમાં વિસ્ફોટ થયો છે. લેબનોનમાં વધુ વિસ્ફોટોની જાણ થયા પછી બેરૂૂતની સ્કાયલાઇન પર ધુમાડાના કેટલાક પ્લુમ જોવા મળ્યા હતા. વિસ્ફોટોની બીજી વેવએ લેબનોનને હચમચાવી નાખ્યું છે, આ વખતે હેન્ડ-હેલ્ડ રેડિયો સાથે જોડાયેલ છે, એવા અહેવાલો સાથે કે ઘણા વિસ્તારોમાં સોલાર પાવર સિસ્ટમોમાં પણ વિસ્ફોટ થયા છે. લેબનોનની સત્તાવાર સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે બેરુતના કેટલાક ઘરની સૌર ઉર્જા સિસ્ટમમાં વિસ્ફોટ થયો હતો.આ પૂર્વે મંગળવારે લેબનોનમાં પેજર બ્લાસ્ટમાં લગભગ 3,000 લોકો ઘાયલ થયા અને 12 માર્યા ગયા પછી આ ઘટના બની છે.

ઈઝરાયલ ઉપર સાયબર એટેક, હજારો મોબાઈલમાં ઈમર્જન્સી એલર્ટ

બીજી તરફ ઈઝરાયેલ પર સાઈબર હુમલાના સમાચાર છે. સ્થાનિક મીડિયા અહેવાલ આપે છે કે ઇઝરાયેલના ફોન અચાનક મધરાતે રણકવા લાગ્યા. તેમના પર ઈમરજન્સી મેસેજ આવવા લાગ્યા. સંદેશમાં ઈઝરાયલીઓને સલામત સ્થળે ભાગી જવા માટે કહેવામાં આવ્યું હતું. આવા હજારો મેસેજ મળ્યા બાદ ગભરાટનો માહોલ સર્જાયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઈરાની હેકર્સ દ્વારા પ્રાયોજિત હોઈ શકે છે. ઇઝરાયેલી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે સમગ્ર દેશમાં ઇઝરાયેલીઓને બુધવારે મોડી રાત્રે નકલી ‘ઇમરજન્સી એલર્ટ’ સંદેશા મળ્યા હતા. તે જ સમયે, ઈરાની સેના ઈંઉઋએ આવા સંદેશાઓને નકલી ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેઓએ ઇઝરાયેલને આવો કોઇ સંદેશ મોકલ્યો નથી. આ સાયબર એટેક હોઈ શકે છે. ‘ઇમરજન્સી જાહેર કરતો સંદેશ અમારા દ્વારા મોકલવામાં આવ્યો ન હતો. હોમ ફ્રન્ટ કમાન્ડની સંરક્ષણ નીતિમાં કોઈ ફેરફાર નથી,’ ઈંઉઋ નિવેદનમાં જણાવાયું છે.

આંતરરાષ્ટ્રીય

પન્નુ કેસમાં અમેરિકી કોર્ટે અજિત ડોભાલને સમન્સ પાઠવતાં ભડકી ઉઠી ભારત સરકાર, આપ્યો આવો જવાબ

Published

on

By

અમેરિકાની એક અદાલતે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના આરોપમાં ભારત સરકારને સમન્સ મોકલયું છે. ન્યૂયોર્કના દક્ષિણી જિલ્લાની જિલ્લા અદાલતે આ સમન્સ ભારત સરકાર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, પૂર્વ RAW ચીફ સામંત ગોયલ, RAW એજન્ટ વિક્રમ યાદવ અને ઉદ્યોગપતિ નિખિલ ગુપ્તાના નામ પર જારી કર્યા છે. આ સમન્સમાં તમામ પક્ષકારોને 21 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના કેસમાં અમેરિકી કોર્ટ દ્વારા મોકલવામાં આવેલા સમન્સ પર ભારતે પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકી કોર્ટના સમન્સ સામે વાંધો ઉઠાવ્યો છે અને તેને ચિંતાજનક ગણાવ્યો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, ‘આ મામલો સંપૂર્ણપણે અયોગ્ય અને સરકારની નીતિ વિરુદ્ધ છે. અમે આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ. ઉચ્ચ સ્તરીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે અને તમામ પાસાઓ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું, ‘આ આરોપ સંપૂર્ણપણે પાયાવિહોણો છે. આ કેસ કોઈપણ રીતે અમારો અભિપ્રાય બદલશે નહીં. આ કેસ દાખલ કરનાર વ્યક્તિ ગેરકાયદેસર સંસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે આ મુદ્દો પહેલીવાર અમારા ધ્યાન પર આવ્યો ત્યારે અમે પગલાં લીધાં. પન્નુ, કટ્ટરપંથી શીખ્સ ફોર જસ્ટિસના વડા, ભારતીય નેતાઓ અને સંસ્થાઓ સામે ભડકાઉ ભાષણો અને ધમકીઓ આપવા માટે જાણીતા છે.

કઈ કોર્ટમાં કેસ છે?

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ન્યૂયોર્કની સધર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. જો કે આ વિવાદ વચ્ચે ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગારસેટ્ટીએ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે આ બાબતથી ભારત-અમેરિકાના સંબંધો પર કોઈ અસર નહીં થાય.

શું છે મામલો?

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના આરોપમાં અમેરિકન કોર્ટે ભારતને સમન્સ જારી કર્યું છે. આ સમન્સમાં ભારત સરકાર સહિત અનેક અગ્રણી ભારતીય અધિકારીઓના નામ સામેલ છે. ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના ષડયંત્રના આરોપમાં યુએસ કોર્ટ દ્વારા મોકલવામાં આવેલા સમન્સમાં ભારત સરકાર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, પૂર્વ RAW ચીફ સામંત ગોયલ, RAW એજન્ટ વિક્રમ યાદવ અને ભારતીય ઉદ્યોગપતિ નિખિલ ગુપ્તાના નામ પણ છે. મહત્વની વાત એ છે કે આ તમામને 21 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની ગૃપ્ત ફાઇલો ચોરી ઇરાની હેકર્સે પ્રમુખ બાઇડનની ટીમને આપી:FBI

Published

on

By

ઇરાને આરોપને ફગાવી પુરાવા જાહેર કરવા કહ્યું

અમેરિકી પ્રમુખની ચૂંટણીને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે કટ્ટર મુકાબલો ચાલી રહ્યો છે. બંને વચ્ચેની છેલ્લી અને પહેલી ડિબેટ ભલે કમલા હેરિસ જીતી ગઈ હોય, પરંતુ ટ્રમ્પે હજુ સુધી પોતાની હાર સ્વીકારી નથી. તેઓ સતત અમેરિકામાં નવી સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા છે.


આ દરમિયાન અમેરિકન ગુપ્તચર એજન્સી એફબીઆઇના દાવાએ હલચલ મચાવી દીધી છે. એજન્સી અનુસાર, ઈરાની સાયબર હેકર્સએ જો બાઈડનની ટીમને ડોનાલ્ડ ટ્રમ્પના કેમ્પેઇનમાંથી ચોરાયેલી બિન-જાહેર ઓનલાઈન સામગ્રી મોકલી હતી.


ઞજ ઇન્ટેલિજન્સ અને કાયદા અમલીકરણ એજન્સીઓએ જણાવ્યું હતું કે, હેકર્સે પ્રમુખ બાઈડનની ઝુંબેશ સાથે સંકળાયેલા વ્યક્તિઓને ઇમેલ્સ મોકલ્યા હતા જેમાં ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પના અભિયાનમાંથી ચોરાયેલી બિન-જાહેર સામગ્રીના ભાગ હતા. ઉલ્લેખનીય છે કે, તે સમયે બાઈડને ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવાર હતા, પરંતુ જુલાઈમાં ખૂબ જ નાટકીય રીતે તેમણે ઉમેદવારી સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી અને કમલા હેરિસના નામને મંજૂરી આપી હતી.

એક નિવેદનમાં કહ્યું છે કે, જુલાઈમાં પ્રમુખ જો બાઈડનની કેમ્પેઇન ટીમ સાથે જોડાયેલા લોકોને એક અનઇચ્છનીય ઈ-મેલ મળ્યો હતો, જેમાં ઈરાની હેકર્સે ટ્રમ્પના કેમ્પેઇન સાથે સંબંધિત બિન-જાહેર ઓનલાઈન સામગ્રી મોકલી હતી. જો કે, બાઈડનની ટીમે તે ઈમેલનો જવાબ આપ્યો ન હતો. ઓગસ્ટમાં, એજન્સીએ હેક માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું હતું અને તેહરાન પર 2024ની ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે ઈરાને આ આરોપોને નકારી કાઢ્યા હતા.

Continue Reading

Sports

બાંગ્લાદેશના હસમ મહમૂદનો તરખાટ, 35 રન આપી ભારતની 4 વિકેટ ઉડાવી

Published

on

By

પ્રથમ ટેસ્ટ મેચમાં 54 ઓવરમાં 209 રન બનાવી ભારતે છ વિકેટ ગુમાવી

બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતે 3 વાગ્યા સુધીમાં 54 ઓવરમાં 209 રન બનાવીને 6 વિકેટ ગુમાવી છે. રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્ર્વિન રમી રહ્યા છે. હસન મહમુદે 13 ઓવરમાં 35 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ બેટિંગ કરતા છ મહત્વની વિકેટ ગુમાવી છે. આ વિકેટો કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી અને રિષભ પંતની છે. આ ચારેય વિકેટ બાંગ્લાદેશના યુવા બોલર હસન મહમૂદે લીધી છે જ્યારે લોકેશ રાહુલને મહેન્દી હસને અને જયસ્વાલને નાહિદ રાણાએ આઉટ કર્યા હતા.


હસન મહમૂદ તેની ચોથી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. તમને જણાવી દઈએ કે કોણ છે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના બોલર હસન મહેમૂદ જેણે ભારતીય ક્રિકેટ ટીમને ચોંકાવી દીધા હતા. હસન મહમૂદે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને શાનદાર શરૂૂઆત અપાવી છે. ભારત સામે બોલિંગ કરતી વખતે તેને 9 ઓવરમાં 4 મોટી વિકેટ ઝડપી હતી. તેને પહેલા રોહિત શર્મા, પછી શુભમન ગિલ, વિરાટ કોહલી અને રિષભ પંતની વિકેટ લીધી. રોહિત શર્માએ 19 બોલમાં 6 રન, શુભમન ગિલે 8 બોલમાં 0 રન, વિરાટ કોહલીએ 6 બોલમાં 6 રન અને રિષભ પંતે 52 બોલમાં 39 રન બનાવ્યા હતા. ભારતે આ ચાર વિકેટ માત્ર 96 રનમાં ગુમાવી દીધી હતી. હસન મહમૂદે કેચ આઉટ દ્વારા ચારેય વિકેટ લીધી હતી.

Continue Reading
રાષ્ટ્રીય11 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

રાષ્ટ્રીય11 hours ago

દિલ્હીમાં યમુના નદીના કિનારે બનેલો બંસેરા પાર્ક 25 રીતે પ્રવાસીઓને કરે છે આકર્ષિત , જાણો તેની તમામ ખાસિયતો

આંતરરાષ્ટ્રીય11 hours ago

પન્નુ કેસમાં અમેરિકી કોર્ટે અજિત ડોભાલને સમન્સ પાઠવતાં ભડકી ઉઠી ભારત સરકાર, આપ્યો આવો જવાબ

રાષ્ટ્રીય12 hours ago

યુપી-બિહારમાં વરસાદનું તાંડવ, 300 ગામડાંઓ ડૂબી ગયા: 247 શાળાઓ બંધ

રાષ્ટ્રીય12 hours ago

બિહાર NDAમાં દંગલ, જેડીયુનો 130 અને એલજેપીઆરનો 38 બેઠકનો દાવો

રાષ્ટ્રીય12 hours ago

50 વર્ષના સંશોધન બાદ નવા બ્લડ ગ્રુપ એમએએલની શોધ કરતા વૈજ્ઞાનિકો

ગુજરાત12 hours ago

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

આંતરરાષ્ટ્રીય12 hours ago

ટ્રમ્પની ગૃપ્ત ફાઇલો ચોરી ઇરાની હેકર્સે પ્રમુખ બાઇડનની ટીમને આપી:FBI

ક્રાઇમ12 hours ago

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

રાષ્ટ્રીય12 hours ago

ભારત પોતાના લોકોને ફંડિગ દ્વારા આપણી સંસદમાં મોકલે છે, કેનેડાનો ગંભીર આરોપ

રાષ્ટ્રીય2 days ago

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત

ગુજરાત1 day ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

રાષ્ટ્રીય2 days ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

કચ્છ2 days ago

રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત

રાષ્ટ્રીય11 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

કચ્છ2 days ago

કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત

ગુજરાત2 days ago

આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે

આંતરરાષ્ટ્રીય2 days ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

ગુજરાત2 days ago

રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ

ગુજરાત1 day ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

Trending