Connect with us

ગુજરાત

નવરાત્રી બાદ મેઘરાજાના ગરબા, 131 તાલુકામાં વરસાદ

Published

on

દસાડા-વિસાવદર- આહવામાં 3, વઢવાણ-ભૂજ-તાલાલા-ગોંડલ- મહુવા- કુતિયાણા- લોધિકામાં પણ સટાસટી, ભરૂચ નજીક વિજળી પડવાથી ત્રણના મોત

ગુજરાતમાં નવરાત્રી પુરી થવા છતા મેઘરાજા પીછો છોડતા નથી અને આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન વધુ 131 તાલુકામાં ભારે ઝાપટાથી માંડી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. અમુક સ્થળે ભારે પવન સાથે વરસાદ ખાબકતા ખેતરોમાં પડેલા મગફળી સહીતના પાકના પાથરા તણાઇ ગયા હતા. તો ભરૂચના પાદરીયા ગામની સીમમાં વૃક્ષ ઉપર વીજળી પડતા નીચે ઉભેલા ત્રણ લોકોના મોત નિપજયા હતા. જયારે બે લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.


છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગરના દસાડા-જુનાગઢના વિસાવદર ઉપરાંત ડાંગ-આહવામાં 3 ઇંચ, વઢવાણ-ભુજ-ઉમરપાડા-બોડેલી- વઘઇ- ડેડીયાપાડામાં અઢીથી પોણા ત્રણ ઇંચ, તાલાલા-ગોંડલ- જગડીયા- મહુવા- કુતિયાણા- લોધિકા- લખતર- જાંબુઘોડામાં બેથી સવા બે ઇંચ વરસાદ પડયો છે. 24 કલાકમાં કુલ 36 તાલુકામાં એક ઇંચથી વધુ અને 15 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.


ગોંડલ
ગોંડલમાં સતત બીજે દિવસે ગાજવીજ સાથે દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.વરસાદ ને કારણે ઉમવાડા અંડરબ્રિજ તથા રાતાપુલ હેઠળ પાણી ભરાતા ટ્રાફિક ઠપ્પ થઈ જવા પામ્યો હતો.સહજાનંદ નગરમાં ખાલી પ્લોટ તથા નિલેશભાઈ આડતીયા નાં મકાન નાં ફળીયા માં વિજળી પડી હતી.જેને કારણે કોઈ જાનહાની નથી થઈ પણ સોસાયટીનાં મોટાભાગ નાં ઘરોમાં ફ્રીઝ, ટીવી.એસી. સહિત નાં ઉપકરણો બળી ગયા હતા.


પાંચીયાવદર, ખરેડા પટ્ટી માં ધોધમાર સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો તથા ખેતરો માં પાણી ભરાયા હતા.છેલ્લા બે દીવસ નાં ભારે કમોસમી વરસાદ ને કારણે ખેડુતો એ વાવેલા પાકને ભારે નુકસાન પંહોચ્યુ છે.કીશાન અગ્રણી કનકસિંહ જાડેજાએ જણાવ્યુ કે વરસાદ ને કારણે મગફળી,કપાસ, તલી અને ડુંગળી નાં વાવેતર બળી જતા નિષ્ફળ ગયા હોય ખેડુત ને રડવાનો સમય આવ્યો છે.રાજ્ય સરકારે કમોસમી વરસાદ ને કારણે પાક બળી ગયા હોય ખેડુતો ને નુકશાની આવી હોય તુરંત વળતર આપવુ જોઈએ. ખેડુત લક્ષી માત્ર વાતો કરતી સરકારે પાક વિમા ની રકમ પણ હજુ ચુકવી નથી.ત્યાં વરસાદ ને કારણે ખેડુત પર નવો બોજ આવ્યો છે.તેમણે રાજ્ય સરકારની તિવ્ર આલોચના કરી છે.


મોટી પાનેલી
ઉપલેટા તાલુકાના મોટી પાનેલી તેમજ આજુબાજુ ના ગામો મૉં સતત બીજે દિવસે પણ કમોસમી વરસાદ આવતા ખેડૂતો ની માઠી દશા બેઠી હોય એવી પોઝિશન ઉભી થયેલ છે ગઈકાલે એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો આજે પણ સાંજે સાત વાગે જોરદાર વીજળીના ગડગડાટ વચ્ચે વરસાદ આવી પડતા સતત દોઢ કલાક થી ચાલુ છે જે બે ઇંચ કરતા વધુ પડેલ છે. ખેડૂતો ના કપાસ મગફળી તુવેર સોયાબીન જેવા મોલ સાથે નીરણ પણ ફેલ ગયેલ હોય કામોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે ખેડૂતોના મોઢે આવેલો કોરિયો છીનવાય ગયેલ છે જગતના તાત ની આવી કફોડી હાલત થી વિસ્તારમાં ખેડૂતો વિલે મોઢે નુકશાની સહન કરી રહ્યા છે આવી પરિસ્થિતિ મૉં ખેડૂતો કોને પોતાની માઠીદશા જણાવે?? એ પણ પ્રશ્ન ઉઠેલો છે.


કોટડાસાંગાણીમાં એક ઈંચ
કોટડાસાંગાણી પંથક માં એકાએક બપોરના સમયે વાતાવરણમાં પલટો આવતા બપોરના 4 વાગ્યે ના સમય માં વરસાદી માહોલ થયેલ એક કલાક માં એક ઈંચ જેવો વરસાદ વરસ્યો હતો અને છેલ્લા 24 કલાક મા બે ઈંચ જેટલો વરસાદ પડેલ છે કમોસમી વરસાદ વરસ્યો ખેડૂતોને મુશ્કેલી મુકાયા મગફળી અને કપાસ સોયાબીન અને મરચાં ડુંગળી જેવા વાવેતર મા ભારે નુકસાની નો સામનો કરવો પડી રહ્યો છે જે ખેડૂતોને પોતાની વાડીમાં મગફળી કાઢી ને વાડીમાં મગફળીના પાથરા કરીને રાખેલ હોય છે અને મગફળી હલરમા કાઢવાની હોય છે તે મગફળી ખેતરોમાં તરકામા સુકાંવામા રાખેલ હોય છે તે મગફળી ઉપર કમોસમી વરસાદ પડવાથી મગફળીના પાથરા વરસાદથી પલરીગયેલ જે ખેડૂતોને કમોસમી વરસાદથી ભારે મુશ્કેલીનો સામનો વહેઠવો પડેલ અને કપાસ મગફળી સોયાબીન અને પાકોમાં કમોસમી વરસાદ પડવાથી પાકોમાં નુકસાની ભીતિ સેવાઈ રહી છે.


કાલાવડ
કાલાવડ તાલુકાના નવાગામ, ધુન ધોરાજી, મોટી વાવડી, માછરડા, જામવાળી સહીતના ગ્રામ્ય પંથકમાં રવિવાર સાંજે વરસાદનું આગમન થયું. વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો. વરસાદ પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો. વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાયા. વરસાદ પડતા ખેડુતોનો તૈયાર થયેલ પાક ધોવાઇ જવાની ભીતી. મગફળી, કપાસ, ડુંગળી, સોયાબીન, તલના પાકમાં નુકસાન થવાની ચિંતામાં વધારો. ખેડૂતોના મોઢામાં આવેલ કોળીયો ઝુંટવાઇ જતા ખેડૂતોના હાલ બેહાલ.

ક્રાઇમ

ખંભાળિયામાં સગીર ભત્રીજા દ્વારા ફઈ પર દુષ્કર્મ

Published

on

By

ખંભાળિયામાં રહેતા એક મુસ્લિમ પરિવારના સગીર દ્વારા પોતાના ફઈ ઉપર દુષ્કર્મ ગુજાર્યાનો બનાવ સામે આવ્યો છે.

ખંભાળિયા શહેરના આ ચકચારી બનાવની જાણવા માટે વિગત મુજબ શહેરના એક વિસ્તારમાં રહેતા સગીર વયના કિશોર દ્વારા પોતાના પુખ્ત વયના ફઈબા ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આ બનાવને અનુલક્ષીને અહીંના ડી.વાય.એસ.પી. ડો. હાર્દિક પ્રજાપતિ તેમજ પી.આઈ. બી.જે. સરવૈયાની ટીમ દ્વારા ફરિયાદ દાખલ કરવા તેમજ સગીર વયના કિશોરની અટકાયત કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.

ભોગ બનનાર આ મુસ્લિમ યુવતી અસ્થિર મગજની હોવાનું પણ બહાર આવ્યું છે. આ બનાવમાં સગીરના કાકા દ્વારા અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને અનુલક્ષીને પોલીસ દ્વારા સગીર વયના કિશોરની અટકાયત કરી, આ દુષ્કર્મ કેસમાં કપડાં સહિતના અન્ય પુરાવાઓ એકત્ર કરાયા હતા. સાથે સાથે ભોગ બનનાર યુવતીનું પણ મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું.

આજના ડિજિટલ અને મોબાઈલના યુગમાં સગીર વયના કિશોર દ્વારા ફઈ સાથે દુષ્કર્મ કરવાના આ બનાવે સભ્ય સમાજમાં ભારે ચર્ચા જગાવી છે.
Continue Reading

ગુજરાત

કાલાવડના આંબેડકર નગરમાં જાતિ પ્રત્યે હડધૂત કરી યુવાન પર 4નો તલવારથી હુમલો

Published

on

By

અગાઉના ઝઘડામાં વચ્ચે પડવાના મન દુ:ખથી કરાયો હુમલો

જામનગર જિલ્લાના કાલાવડ માં રહેતા એક દલિત યુવાન પર જૂની અદાવત ના મન દુ:ખના કારણે તલવાર- ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે એક દંપતિ સહિત ચાર સામે ફરિયાદ નોંધાવાઇ છે.


આ બનાવની વિગત એવી છે કે કાલાવડમાં આંબેડકર નગરમાં રહેતા કરણ ભીખાભાઈ ધમમર નામના 21 વર્ષના યુવાને પોતાના ઉપર તલવાર -ધોકા-લાકડી જેવા હથિયાર વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે કાલાવડમાં રહેતા અશોકભાઈ અને તેની પત્ની ભાવનાબેન ઉપરાંત બે પુત્ર કરણ અશોકભાઈ અને અર્જુન અશોકભાઈ સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે ઇજાગ્રસ્ત યુવાન ને હોસ્પિટલમાં ખસેડાયો છે, અને તેને 15 ટાંકા લેવા પડ્યા છે.


પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાનના મિત્ર અને આરોપી સાથે અગાઉ ઝઘડો થયો હતો, તેમાં વચ્ચે આવવા બદલ આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસે તમામ આરોપીઓ સામે હુમલા તથા એસ્ટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

જી.જી. હોસ્પિટલના પ્રથમ માળેથી દર્દીએ લગાવી છલાંગ: બાલબાલ બચ્યો: અનેક ફ્રેક્ચર

Published

on

By

પોતાના પરિવાર સાથે કોઇએ માથાકૂટ કરી હોવાની વાતથી ભાગવા ગયો

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રથમ માળેથી એક દર્દીએ પડતું મૂકી દેતાં ભારે દોડધામ થઈ હતી. જેને અસંખ્ય ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે, અને તેનો જીવ બચ્યો છે. અને ફરીથી ઓર્થોપેડિક વિભાગમાં દાખલ કરવામાં આવ્યો છે.પોતાના ગામમાં માથાકૂટ થઈ હોવાનું અને હત્યા જેવી ગંભીર ઘટના બની હોવાનો સંદેશો મળતાં પોતે છલાંગ લગાવવાની કબુલાત આપી હતી.આ બનાવ ની વિગત એવી છે કે જામનગર તાલુકાના મોટા થાવરિયા ગામમાં રહેતા અને કડિયા કામની મજૂરી કરતા મગનભાઈ મકવાણા નામના 39 વર્ષના યુવાનને બીમારી સબબ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં કેસ બારીના ઉપરના રૂૂમમાં દાખલ કરાયા બાદ આજે સવારે તેણે બારીમાંથી છલાંગ લગાવી દઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં ભારે દોડધામ થઈ છે.


ઉપરના માળેથી નીચે પડેલી બે ખુરશીઓ પર પોતે પડ્યો હોય તેના શરીરમાં અનેક ફ્રેક્ચરો થયા છે, જ્યારે બંને ખુરશી ના ભુકા ભૂલી ગયા હતા. જેને ફરી થી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.


પ્રાથમિક પૂછપરછ દરમિયાન મોટા થાવરીયા ગામમાં માથાકૂટ થયો હોવાનો અને તેના પરિવારજનો પર હુમલો થવાની તેમજ હત્યા જેવી ગંભીર ઘટના બની હોવાનું કહ્યું હોવાથી પોતે પણ જીવવા માંગતો ન હોવાથી આ છલાંગ લગાવી દેવાની કબુલાત આપી હતી. જેથી તબીબો વગેરે પણ આશ્ચર્યમાં મુકાયા હતા. સમગ્ર મામલામાં સિટી બી. ડિવિઝન પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

Continue Reading
ક્રાઇમ27 mins ago

ખંભાળિયામાં સગીર ભત્રીજા દ્વારા ફઈ પર દુષ્કર્મ

ગુજરાત34 mins ago

કાલાવડના આંબેડકર નગરમાં જાતિ પ્રત્યે હડધૂત કરી યુવાન પર 4નો તલવારથી હુમલો

ગુજરાત36 mins ago

જી.જી. હોસ્પિટલના પ્રથમ માળેથી દર્દીએ લગાવી છલાંગ: બાલબાલ બચ્યો: અનેક ફ્રેક્ચર

ગુજરાત38 mins ago

સેન્ટ્રલ બેંક વિસ્તારની ઇચ્છાણી ફળીમાં તસ્કરો ત્રાટકયા: નિંદ્રાધીન વૃધ્ધના મકાનમાંથી રૂા.8.85 લાખની ચોરી

ગુજરાત41 mins ago

પુત્રના ત્રાસથી કંટાળેલા પ્રૌઢનો પોલીસ મથકમાં જ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ

અમરેલી42 mins ago

રાજુલાના ચારનાળા નજીક કાર અડફેટે બાઇકચાલક સહિત બેનાં કરૂણ મોત

ગુજરાત49 mins ago

સોમનાથમાં ગેરકાયદે ડિમોલિશન મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કોઇ રાહત નહીં, ત્રણ અઠવાડિયા પછીની મુદત પડી

ગુજરાત53 mins ago

એસ.ટી. બસોમાં પણ ખાનગી બસો જેવી સુવિધા આપવામાં આવશે: સંઘવી

ગુજરાત56 mins ago

સ્વ.પોપટભાઇ સોરઠિયા હત્યા કેસમાં અનિરૂદ્ધસિંહની સજા માફીને હાઇકોર્ટમાં પડકાર

ક્રાઇમ1 hour ago

લોરેન્સ બિશ્ર્નોઈના સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર ઉપર પ્રતિબંધ

આંતરરાષ્ટ્રીય2 days ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ક્રાઇમ2 days ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

રાષ્ટ્રીય20 hours ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

આંતરરાષ્ટ્રીય20 hours ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

આંતરરાષ્ટ્રીય2 days ago

પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ

આંતરરાષ્ટ્રીય2 days ago

ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા

ગુજરાત2 days ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત2 days ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

આંતરરાષ્ટ્રીય2 days ago

ઇજિપ્તમાં વિદ્યાર્થીઓને લઇ જતી બસનો અકસ્માત, 12 લોકોનાં મોત, 33 ગંભીર

ગુજરાત21 hours ago

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

Trending