Connect with us

ગુજરાત

શૈક્ષણિક સંગઠનો તા.26 સપ્ટેમ્બર સુધી સંમેલન-કાર્યક્રમો નહીં કરી શકે

Published

on

શિક્ષણ બોર્ડના સભ્યોની ચૂંટણી અંતર્ગત આચારસંહિતાની અમલવારી


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યોની ચૂંટણીને લઈને આચારસંહિતા અમલમાં મૂકવામાં આવી છે. જેથી આચારસંહિતા અમલમાં હોય તે દરમિયાન શૈક્ષણિક સંગઠનો કોઈ પણ પ્રકારના અધિવેશન યોજી શકશે નહીં. ઉપરાંત જો અધિવેશનની મંજૂરી આપેલી હશે તો તે પણ રદ કરવામાં આવશે. આ ઉપરાંત શૈક્ષણિક સંગઠનો દ્વારા જાહેર કાર્યક્રમો પણ યોજવામાં નહીં આવે.


26 સપ્ટેમ્બરના રોજ મતગણતરી પૂર્ણ થયા બાદ આચારસંહિતા હટાવવામાં આવશે, ત્યારબાદ કાર્યક્રમો યોજવાની મંજૂરી મળશે. આચારસંહિતાના અમલ માટે જિલ્લા શિક્ષણાધિકારીઓને તેમના જિલ્લાના ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. જેથી જિલ્લા શિક્ષણાધિકારીઓએ ચૂંટણીની આચારસંહિતાનો ભંગ ન થાય તે જોવાનું રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના 9 સભ્યોની ચૂંટણીને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ હવે ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જોકે, આ તૈયારીઓ વચ્ચે શૈક્ષણિક સંગઠનો અધિવેશન યોજી કે અન્ય કાર્યક્રમો દ્વારા મતદારોને પોતાની તરફે આકર્ષી ન શકે તે માટે 26 સપ્ટેમ્બર સુધી આચારસંહિતા અમલમાં મૂકવામાં આવી છે. આચારસંહિતાના યોગ્ય અમલીકરણ માટે જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીઓને તેમના જિલ્લાના ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેથી તેઓ પોતાના જિલ્લામાં આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે ખાસ તકેદારી રાખશે.

ગુજરાત

વેરાવળમાં અજાણ્યા બોલેરોની ઠોકરે ઘવાયેલા બાઇકચાલક આધેડનું મોત

Published

on

By

જેતપુરમાં ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા યુવાને દમ તોડ્યો; વાલીવારસની શોધખોળ

ગીર સોમનાથના વેરાવળમાં સાત દિવસ પૂર્વે બોલેરો કાર હડફેટે ઘવાયેલા બાઈક ચાલક આધેડે રાજકોટ સારવારમાં દમ તોડતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગીર સોમનાથના વેરાવળમાં સોસાયટીમાં રહેતા મનસુખગીરી લક્ષ્મણગીરી મેઘનાથી નામના 55 વર્ષના આધેડ ગત તા.13 ના રોજ રાત્રિના સાડા નવેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને વેરાવળમાં આવેલા સાઈબાબા મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અજાણ્યા બોલેરોના ચાલાકે ઠોકરે ચડાવતા આધેડને ઇજા પહોંચી હતી. આધેડને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક મનસુખગીરી મેઘનાથી ફેક્ટરીમાં મજૂરી કામ કરતા હતા અને મંદિરમાં સેવા પૂજા કરતા હતા તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. અને મનસુખગીરી મેઘનાથી ત્રણ ભાઈમાં મોટા હોવાનું જાણવા મળ્યું છે.


આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં જેતપુરમાં આવેલી રબારીકા ચોકડી પાસેથી એક આશરે 22 વર્ષનો અજાણ્યો યુવાન ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેને તાત્કાલિક સારવાર માટે જેતપુર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત નીપજતા પોલીસે મૃતક અજાણ્યા યુવકના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

Published

on

By

જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.


અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.


ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.


ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.

Continue Reading

ક્રાઇમ

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

Published

on

By

કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading
રાષ્ટ્રીય1 min ago

હરિયાણામાં ગેંગવોર, અંધાધૂંધ ફાયરિંગમાં ત્રણ યુવાનોનાં મોત

ગુજરાત1 min ago

વેરાવળમાં અજાણ્યા બોલેરોની ઠોકરે ઘવાયેલા બાઇકચાલક આધેડનું મોત

રાષ્ટ્રીય4 mins ago

કોલકાતા કાંડ, 41 દિવસ બાદ તબીબોની હડતાળ સમેટાઇ

રાષ્ટ્રીય8 mins ago

શેરબજારમાં તેજી યથાવત સેન્સેક્સ 83600ને પાર

રાષ્ટ્રીય13 mins ago

મિસ ઈન્ડિયા વર્લ્ડ વાઈડ-2024નો તાજ ગુજરાતી મૂળની ધ્રુવી પટેલના શિરે

આંતરરાષ્ટ્રીય17 mins ago

મોદીની મુલાકાત પૂર્વે જ યુએસ કોર્ટે ભારત સરકાર સામે સમન્સ કાઢતા ખળભળાટ

ટેકનોલોજી24 mins ago

iPhone 16નું વેચાણ શરૂ થતાં જ અફરાતફરી, મુંબઈમાં Apple સ્ટોરની બહાર ઉમટી ભીડ,જુઓ વિડીયો

રાષ્ટ્રીય39 mins ago

કાશી વિશ્વનાથન મંદિરમાં મંગળા આરતી દરમિયાન મોટી દુર્ઘટના, શોર્ટ સર્કિટના કારણે ગર્ભગૃહની ટોચ પર લાગી આગ

રાષ્ટ્રીય51 mins ago

દેશની ઈકોનોમીમાં થવા જઈ રહ્યો છે મોટો બદલાવ, જાણો કેટલું થશે પરિવર્તન

રાષ્ટ્રીય55 mins ago

રોંગ સાઇડમાંથી આવતી SUV કારે બાઇકને જોરદાર ટક્કર મારતાં બાઈકર હવામાં ફગોળાયો, જુઓ ખતરનાક VIDEO

રાષ્ટ્રીય2 days ago

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત

ગુજરાત2 days ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

કચ્છ2 days ago

રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત

રાષ્ટ્રીય2 days ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

રાષ્ટ્રીય17 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

કચ્છ2 days ago

કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત

ગુજરાત23 hours ago

લીંબડી નજીક 120 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાંથી સળિયા દેખાયા

ગુજરાત2 days ago

ભાવનગરમાં રાજ્યના પ્રથમ અનાજ ATMનો પ્રારંભ: લાભાર્થીઓને લાંબી લાઇનમાંથી મુક્તિ

ગુજરાત2 days ago

આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે

ક્રાઇમ18 hours ago

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

Trending