કચ્છ
અંજારના સિનુગ્રા ગામે મકાનમાંથી ગાંજાની ખેતીનો પર્દાફાશ, 16 કિલો ગાંજાના છોડવા મળ્યા
પંજાબની મહિલા ઝડપાઇ, ખેતીની ખબર ન પડે માટે લીલી નેટ બિછાવી દીધી હતી !
અંજાર તાલુકાના સિનુગ્રા ગામમાં એક મકાનમાંથી પોલીસે ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો હતો. અહીં જમીનમાં ઉગાડેલા 38 ઝાડ તથા પેટી પલંગમાંથી એમ 16.251 કિલો રૂૂા. 1,62,110નો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જો કે, ગાંજાની ખેતી કરનાર આરોપી પોલીસની પકડમાં આવ્યો ન હતો. અંજારના દેવળિયા નાકા જાગરિયા ફળિયામાં રહેનાર મહમદ હાજી મહમદ હુસેન સૈયદ નામનો શખ્સ સિનુગ્રાના આંબેડકર નગર તળાવની બાજુમાં પોતાના કબજાના મકાનમાં ગાંજાની ખેતી કરતો હોવાની પૂર્વ બાતમી એસ.ઓ.જી.ને મળી હતી.બાતમીના આધારે પોલીસ ત્યાં પહોંચી હતી.
અહીં આવેલા આ મકાનમાં મહમદ હાજી સૈયદ નામનો શખ્સ હાજર મળ્યો ન હતો, પરંતુ તરનતારન પંજાબથી અહીં આવેલ રાજીન્દર કૌર સતનામસિંઘ સરદારસિંઘ નામના મહિલા મળી આવ્યાં હતાં. આ મહિલાને સાથે રાખી પોલીસે ઘરની ઝડતી તપાસ હાથ ધરી હતી. ઘરમાં રસોડા બાદના ફળિયામાં ઝાડ વાવેલાં જણાયાં હતાં જેની ગણતરી કરાતાં 38 જેટલા તથા પાંચેક ફૂટની ઊંચાઇ અને લીલા અણીદાર પાંદડાવાળા અનિયમિત આકારના નાના-મોટા જણાયાં હતાં. હાજર મહિલાએ આ ઝાડ ગાંજાનાં હોવાનું તથા તેની ખેતી મહમદ હાજી કરતો હોવાનું જણાવાયું હતું. મકાનમાં રહેલ પેટી પલંગની તપાસ કરાતાં તેમાંથી પ્લાસ્ટિકની કોથળીમાંથી 551 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેનું વેચાણ પણ આ શખ્સ કરતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે એફ.એસ.એલ. અધિકારીને બોલાવી પ્રાથમિક પૃથ્થકરણ કરાતાં આ ઝાડ, પાંદડામાં કેનાબિસના સક્રિય ઘટકોની હાજરી હોવાનું અને તે ગાંજાના હોવાનું બહાર આવ્યું હતું.
અહીંથી પોલીસે 16 કિલો અને 251 ગ્રામ ગાંજો તથા એક વજનકાંટો, આધારકાર્ડ મળીને કુલ રૂૂા. 1,63,510નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. છેક પંજાબના તરનતારનથી આ મહિલા અહીં 10-15 દિવસ પહેલાં જ આવી હતી. અમદાવાદના કોઇ શખ્સની ઓળખાણ થકી તે અહીં સુધી આવી પહોંચી હતી. ગાંજાની ખેતીની કોઇને ખબર ન પડે તે માટે તેના ઉપર નેટ (જાળી) બિછાવી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું હતું. હાથમાં ન આવેલા શખ્સને પકડી પાડવા તથા તેમાં મહિલાનો શું ભાગ છે, તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે હાથ?ધરી છે. આ કાર્યવાહીમાં એસ.ઓ.જી. પી.આઇ. ડી. ડી. ઝાલા અને તેમની ટીમ જોડાઇ હતી.
કચ્છ
ભુજના નાના વરનોરાના મદરેસામાં અભ્યાસ કરતા બે કિશોર ભેદી ગુમ
પોલીસે ઊંડી તપાસ શરૂ કરી, અપહરણની ફરિયાદ નોંધાઇ
તાલુકાના નાના વરનોરાના મદરેસામાં અભ્યાસ કરતા ભુજના બે કિશોર ગુમ થતાં વાલીએ અપહરણની ફરિયાદ નોંધાવી છે. આ અંગે માધાપર પોલીસ મથકે ભુજમાં રહેતા સલીમ દાઉદભાઇ કુંભારે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમનો 15 વર્ષનો દીકરો હરસાન નાના વરનોરાના જામિયા મોહંમદમિયા સલ્ફીયા મદ્રેસામાં અભ્યાસ કરે છે.
ગત તા. 9/11ના બપોરથી તે તથા તેની સાથે અભ્યાસ કરતો ભુજનો 14 વર્ષીય કિશોર ઇરફાન ગુમ થતાં બે દિવસ પૂર્વે ગુમનોંધ નોંધાવી હતી, જેનો કોઇ અતોપત્તો ન મળતાં પોલીસે કોર્ટની માર્ગદર્શિકા મુજબ કોઇ અજાણ્યા ઇસમે ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ આદરી છે. આ બંને કિશોરની કોઇને જાણ થાય તો માધાપર પોલીસ મથક અથવા વાલીના મો.નં. 99256 25277, 97265 22738નો સંપર્ક કરવા વાલીએ અનુરોધ કર્યો છે.
કચ્છ
કચ્છના ચિત્રોડ બાદ કાનમેરના આઠ મંદિરોમાં ચોરી, લૂંટારુ ગેંગના 3 પકડાયા
શિયાળાની શરૂૂઆત થતાં જ જાણે ચોરોની સિઝન શરૂૂ થઈ હોય તેમ ખાસ કરીને વાગડ વિસ્તારમાં દેવ મંદિરોને નિશાન બનાવી તેમાં ચોરી કરવામાં આવી રહી ચ્હે. એક ચોક્કસ ગેંગ દ્વારા આ ચોરીઓને અંજામ અપાઈ રહ્યો હોય તેમ પહેલા ચિત્રોડ આસપાસના ગામોમાં 10થી વધુ મંદિરમાં ચોરી કર્યા બાદ હવે એ જ ગેંગ દ્વારા કાનમેરમાં સામુહિક રીતે 8 મંદિરોને તસ્કરોએ નિશાન બનાવતા લોકોમાં રોષ ફેલાયો છે.
હજુ થોડા દિવસ પહેલા જ ચિત્રોડ, મેવાસા અને જેઠાસરી સહિતના 3 ગામોમાં સામુહિક તસ્કરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. જેમાં પોલીસે જુદી જુદી જુદી ટિમ બનાવી ચોરોને ઝડપી લેવા પ્રયત્નો હાથ ધર્યા છે. ચિત્રોડ મંદિર ચોરી ખુદ પુર્વ કચ્છ પોલીસવડા પણ બનાવ સ્થળે માહિતી તથા ગુન્હાનો ભેદ ઉકેલાય તે માટે જૂરૂૂરી માર્ગદર્શન માટે પહોંચ્યા હતા.આ બનાવને હજુ 4 દિવસ માંડ થયા છે ત્યાં ફરી એ જ ગેંગ દ્વારા ચિત્રોડથી 27 કિમી દૂર અને ગાગોદર પોલીસની હદમાં જ રણકાંધીએ આવેલા કાનમેરના એક સાથે 8 મંદિરોને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો.
ગાગોદર પોલીસના જણાવ્યા મુજબ મંગલવારે રાત્રે 1 વાગ્યા આસપાસ કાનમેર ગામના વચ્છરાજ દાદાનું મંદિર, નારણદેવીનું મંદિર, મોમાઇ માતાજીનું મંદિર, રાજબાઈ માતાજીનું મંદિર, નાગબાઈ માતાજીનું મંદિર, ચામુંડા માતાજીનું મંદિર, રામજી મંદિર અને દાદાવારા ના મંદિરમાં સાળંગ દેવી મંદિર સહિત કુલ 8 મંદિરોમાં ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં ચાંદીના છતર, ગાય, મુગટ સહિતનો મુદ્દામાલની ચોરી કરી જવામાં આવી હતી. જે બનાવમાં પોલીસને ચોરોના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. આ બનાવમાં પોલીસને ચોરી થયાના અમુક સમયમાં જ જાણકારી મળી ગઈ હોવાથી લાકડીયા અને આડેસર પોલીસની મદદ લઈ ચોરી અન્યત્ર ભાગી જાય તે પહેલા જ ત્રણેય ચોરોને પકડી લેવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે આ બાબતે ગાગોદર પોલીસના પી.આઈ. સેંગલે સમર્થન આપ્યું ન હતું.
કચ્છ
ભુજમાં એક લાખના દોઢ લાખ આપવાની લાલચ આપી કોન્ટ્રાક્ટર પાસેથી ત્રણ લાખની લૂંટ
એક્ટિવામાં આવેલા ચીટરો સીસીટીવીમાં કેદ, પોલીસે આરોપીને પકડવા ટીમો બનાવી
સોશિયલ મીડીયાના માધ્યમથી અલગઅલગ લોભામણી જાહેરાતો કરી લોકોને છેતરવાના કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે તેવામાં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક લાખના દોઢ લાખ કરી આપવાની લાલચ આપી નાસીકના કોન્ટ્રાક્ટરને ભુજમાં બોલાવી એક્ટીવા પર આવેલા બે ચીટરો લોકોની સતત અવરજવર વાળા જ્યુબિલી સર્કલ પરથી રૂૂપિયા 3 લાખ ભરેલી થેલી ઝુંટવી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે.સમગ્ર ઘટનાનો સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસે આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મુળ નખત્રાણાના નાના કાદીયાના અને હાલ નાસીકમાં રહેતા ફરિયાદી કિશોરભાઈ અરવિંદભાઈ પટેલે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકે આરોપી વિવેક પંડ્યા અને એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ પંદરેક દિવસ અગાઉ આરોપીની ઇન્સ્ટાગ્રામ આઈડી પર રૂૂપિયા 500 ની નોટોના બંડલ અને એક લાખના દોઢ લાખ કરવાની જાહેરાત જોઈ હતી.લાલચમાં આવેલા ફરિયાદીએ સંપર્ક કરતા આરોપીએ પોતે માધાપરનો હોવાનું કહ્યું હતું.જે બાદ અવારનવાર વોટ્સએપ કોલ પર વાતચીત થતી હતી.એ દરમિયાન આરોપીએ ઓછામાં ઓછા ત્રણ લાખ રૂૂપિયા હોય તો દોઢ ગણા કરી આપવામાં આવશે તેવું કહ્યું હતું.જેથી ફરિયાદીએ આ બાબતે તેના મિત્ર ભૌતિક ઈશ્વરભાઈ ભગતને વાત કરી હતી.
જે બાદ 8 નવેમ્બરના ફરિયાદી પોતાના બે લાખ રૂૂપિયા અને મિત્રના એક લાખ રૂૂપિયા સાથે માધાપર આવવા નીકળ્યા હતા.અને શનિવારે સાંજે માધાપર પહોચ્યા બાદ આરોપીનો સંપર્ક કરતા અલગઅલગ જગ્યાએ ફેરવી અંતે જ્યુબિલી સર્કલ બોલાવ્યા હતા.જ્યાં એક્ટીવા પર આવેલા બન્ને આરોપીઓએ ફરિયાદીને પોતાની રોકડ બતાવવાનું કહ્યું હતું ત્યારે રૂૂપિયા 3 લાખ ભરેલી થેલી બતાવતા જ આરોપીઓ ઝુંટવી લઇ ભાગી છુટ્યા હતા. પીઆઈ વી.બી.પટેલે જણાવ્યું કે,લુંટની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
-
રાષ્ટ્રીય2 days ago
સેન્સેક્સમાં 1100, સોનામાં 1900 અને ચાંદીમાં 3500નો કડાકો
-
ક્રાઇમ2 days ago
ડીસીબીની કુનેહપૂર્વક કામગીરી: રિક્ષામાં બેસાડી લુંટ આચરતી ગેંગનો અંત, ૨૫ ચોરીઓની કબૂલાત
-
ક્રાઇમ2 days ago
ખાખી પર કલંક!!! MICA કોલેજના વિદ્યાર્થીની હત્યા કરનારો પોલીસ કોન્સ્ટેબલ નીકળ્યો, આરોપી વિરેન્દ્રસિંહ પંજાબથી ઝડપાયો
-
રાષ્ટ્રીય1 day ago
ડાયાબિટીસના દર્દીઓ માટે ઝેર સમાન છે આ ફળ, ભૂલથી પણ ન કરો તેનું સેવન
-
ગુજરાત22 hours ago
બેકાબૂ ફોર્ચ્યુનર કારના ચાલકે બાઈકને ઉલાળ્યું: ગર્ભવતી મહિલાનું બાળક મિસ કેરેજ થઈ ગયુ!
-
ક્રાઇમ22 hours ago
લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, અમદાવાદ રહેવા ગયા બાદ પ્રેમી અન્ય સ્ત્રી સાથે પરણી ગયો!
-
ગુજરાત2 days ago
બિશપ હાઉસ આવાસ યોજનામાં તપાસના આદેશ
-
ગુજરાત2 days ago
સરધારમાં ગેરેજમાં જ સંચાલકે ગળે ફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડયો