કાલે વૈધૃતિ યોગ : પુરુષોત્તમ માસમાં વૈધૃતિ વ્રતનું અનન્ય મહત્વ

કાલે વૈધૃતિ યોગના વ્રતનું મહત્વ આ વ્રતનુ પુરુષોતમ માસમાં વધારે મહત્વ છે. અધિક જેઠ વદ છઠ્ઠને શનિવાર તા 6 જૂનના દિવસે વૈધૃતિ યોગ સવારના 10…

કાલે વૈધૃતિ યોગના વ્રતનું મહત્વ આ વ્રતનુ પુરુષોતમ માસમાં વધારે મહત્વ છે. અધિક જેઠ વદ છઠ્ઠને શનિવાર તા 6 જૂનના દિવસે વૈધૃતિ યોગ સવારના 10 કલાકે શરૂૂ થશે જે રવિવારે સવારના 10 કલાક સુધી છે આથી વૈધૃતિ યોગના વ્રતનું મહત્વ શનિવારે રહેશે. વૈધૃતિ યોગ વ્રત પણ વ્યતિપાતની જેમ 27 યોગોમાંનો એક છે. સૂર્ય અને ચંદ્રની અક્ષાંશ ગતિનો સરવાળો 360ઓમાંથી 94ઓ બાદ કરતાં જે બાકી રહે એ અંશ પર વૈધૃતિ યોગ બને છે. આને અતિ અશુભ યોગ માનવામાં આવે છે. આ દિવસે શુભ કાર્ય થતા નથી પરંતુ ધાર્મિક પૂજા પાઠ જપ દાનનુ મહત્વ અનેક ગણું છે અને અનેક ગણું ફળ આપનાર પણ હોય છે.

ખાસ કરીને અધિક મહિનામાં આ વ્રતનું મહત્વ વધારે છે તે ઉપરાંત જન્મકુંડળીમાં જો વૈધૃતિ યોગમાં જન્મ હોય તો એક વર્ષ સુધી આવનારા દરેક વૈધૃતિ યોગના દિવસે આ વ્રત કરવું આ વ્રત બધા લોકો કરી શકે છે.સવારે સ્નાન કરીને પોતાનું નિત્ય કર્મ કરી વૈધૃતિ યોગ શાંત્યર્થે વ્રત કરીશ એવો સંકલ્પ કરવો. ઉપવાસ શક્તિ મુજબ નિર્જળા કે ફળાહાર. આ દિવસે મીઠું, દાળ, ઘઉં ન ખવાય તો સારું. પૂજા ભગવાન વિષ્ણુના વામન અવતાર કે શ્રી કૃષ્ણની પૂજા કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર 108 વાર જપો. મહાદેવજી ને શિવલિંગ ઉપર જળનો લોટો ચડાવવો તિલ-જળ તર્પણ કાળા તલ અને જળથી પિતૃઓને તર્પણ કરવાથી વૈધૃતિ દોષ ઓછો થાય છે.
દાન: ફળ, વસ્ત્ર, દૂધ, કાળા તલ, કાળા તલનું તેલ, છત્રી બ્રાહ્મણને દાન કરો.

પારણું બીજા દિવસે સવારે જમીને વ્રત પૂરું કરો. આ દિવસે પુરુષોત્તમ મહિનો હોવાથી સત્યનારાયણ ભગવાનની કથા કરવી કરાવવી.. સાથીયા મંડળ પૂજા કરાવી શુભ અને ઉત્તમ રહેશે. આ દિવસે લગ્ન, મુહૂર્ત, પ્રવાસ, વાદ-વિવાદ ટાળવા જોઇએ. વૈધૃતિ યોગ નું વ્રત કરવાથી ગ્રહપીડા અને અકસ્માતથી રક્ષણ મળે મનોબળ વધે અને ખરાબ સમય કપાય વિષ્ણુ કૃપાથી જીવનમાં સ્થિરતા આવે સહિત લાભો મળશે.
(સંકલન શાસ્ત્રી રાજદીપ જોશી વેદાંત રત્ન)

વૈધૃતિ યોગની ઉત્પત્તિ કઈ રીતના થઈ ?
પુરાણ મુજબ, સમુદ્રમંથન વખતે દેવ અને દાનવ અમૃત માટે ઝઘડી રહ્યા હતા. ભગવાન વિષ્ણુએ મોહિની રૂૂપ ધારણ કરીને દાનવોને છેતરીને અમૃત દેવોને આપ્યું. જે સમયે દાનવોને ખબર પડી કે છેતરાયા છે, એ ક્ષણે સૃષ્ટિમાં જે અશાંતિ, ક્રોધ, વિનાશક ઊર્જા ફેલાઈ એને જ્યોતિષમાં વૈધૃતિ કહે છે. એટલે આ યોગમાં છેતરપિંડી, વિનાશ, અશાંતિનો ભાવ રહેલો છે. વ્રતથી એ નકારાત્મક શક્તિને શાંત કરીને વિષ્ણુની રક્ષા મેળવાય છે.

ભક્ત પ્રહલાદની કથા
એક માન્યતા પ્રમાણે ભક્ત પ્રહલાદનો જન્મ પણ વૈધુતિ યોગમાં થયેલો અને ભક્ત પ્રહલાદે ભગવાનની ભક્તિ કરી તેમાંથી વૈધુતિ યોગની અશુભ પીડામાંથી મુક્તિ મેળવી. પ્રહલાદની કથા વૈધૃતિ-વ્યતિપાત જેવા કપરા યોગમાં પણ આશાનું પ્રતીક છે. રાક્ષસ રાજા હિરણ્યકશિપુને વરદાન હતું કે એને ન માણસ મારે ન પ્રાણી, ન ઘરમાં ન બહાર, ન દિવસે ન રાતે, ન હથિયારથી. એટલે એ નિર્ભય બનીને પોતાને ભગવાન માનવા લાગ્યો. એનો પુત્ર પ્રહલાદ બાળપણથી વિષ્ણુ ભક્ત હતો. પિતાએ એને ઝેર આપ્યું, પહાડ પરથી ફેંક્યો, સળગતા અગ્નિમાં નખાવ્યો, પણ ભક્તિને કારણે એ બચી ગયો. છેલ્લે ગુસ્સે થઈને હિરણ્યકશિપુએ પૂછ્યું – તારો વિષ્ણુ ક્યાં છે? પ્રહ્લાદે મહેલના થાંભલા તરફ આંગળી ચીંધી. હિરણ્યકશિપુએ ગદાથી થાંભલો તોડ્યો તો એમાંથી નરસિંહ ભગવાન પ્રગટ થયા. નરસિંહ ન માણસ ન પ્રાણી, સાંજનો સમય – ન દિવસ ન રાત, ઉંબર પર – ન ઘરમાં ન બહાર, નખથી વધ કર્યો – ન હથિયાર. આમ વરદાન તોડ્યા વિના હિરણ્યકશિપુનો અંત આવ્યો અને પ્રહલાદ રક્ષણ થયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *