બરોડાની ટીમે T20 મેચમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા આ રેકોર્ડ ઝિમ્બાબ્વેના નામે હતો જેણે આ વર્ષે ગેમ્બિયા સામે 20 ઓવરમાં 4 વિકેટે 344 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. હવે તેમને હરાવીને બરોડાની ટીમે 349 રન બનાવ્યા.
ક્રિકેટના મેદાનમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ ન થાય ત્યાં સુધી મેચમાં મજા નથી આવતી. હાલમાં જ સૈયદ મુશ્તાક અલીની એક મેચ જોવા મળી હતી, જેમાં ટી20 મેચમાં સૌથી વધુ સ્કોરનો નવો રેકોર્ડ બન્યો હતો.
બરોડાની ટીમે આ મેચ સિક્કિમ સામે કરી હતી. બરોડાની ટીમે સિક્કિમ સામે 20 ઓવરમાં 5 વિકેટે 349 રન બનાવ્યા હતા. આ T20નો સૌથી મોટો સ્કોર હતો. ટીમ વતી ભાનુ પાનિયાએ 134 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેના સિવાય ત્રણ બેટ્સમેનોના બેટમાંથી અડધી સદીની ઇનિંગ્સ જોવા મળી હતી.
ખરેખર, સૈયદ મુશ્તાક અલી 2024ની ગ્રુપ-બી મેચમાં બરોડાનો મુકાબલો સિક્કિમ સામે છે. આ મેચમાં બરોડાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા બરોડાની ટીમે શાનદાર શરૂૂઆત કરી હતી. ટીમ વતી શાશ્વત રાવત અને અભિમન્યુ સિંહે આક્રમક શૈલીમાં ઓપનિંગ કરીને ટીમને મજબૂત શરૂૂઆત અપાવી હતી.શાશ્વતે 43 રન બનાવ્યા હતા જ્યારે અભિમન્યુએ 53 રન બનાવ્યા હતા. તેના સિવાય ભાનુ પાનિયાએ 51 બોલમાં 134 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 15 છગ્ગાનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 262 હતો. શિવાલિક શર્માએ 17 બોલમાં 55 રન બનાવ્યા હતા. વિષ્ણુ સોલંકાએ 50 રન બનાવ્યા હતા. આ રીતે બરોડાની ટીમ 20 ઓવરમાં 349/5 પર આઉટ થઈ ગઈ હતી.
T20માં સર્વોચ્ચ ઇનિંગ્સનો સ્કોર
4349/5 – બરોડા વિ સિક્કિમ – 2024
4344/4 – ઝિમ્બાબ્વે વિ ગેમ્બિયા – 2024
4314/3 – નેપાળ દત મંગોલિયા – 2023
4બરોડાએ ટી20 ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
