લાભ પાંચમ કારતક સુદ પાંચમને શનીવાર તા. 14.11.2026ના દિવસે લાભપાંચમ છે. લાભ પાંચમને જ્ઞાન પંચમી. પાંડવ પાંચમી અને શ્રી સૌભાગ્ય પંચમી પણ કહેવામાં આવે છે. આ દિવસે વ્યાપારી લોકો દિપાવલી બાદ પોતાના વ્યાપારની શરૂૂઆત કરવી શુભ અને લાભ દાયક છે.પોતાના વ્યાપારની શરૂૂઆત કરતા પહેલા સૌ પ્રથમ પોતાના વ્યાપાર ધંધાની જગ્યા ખોલી ગણપતી દાદાનું ધ્યાન દીવો કરવો અને પૂજન કરવું ગણપતિ દાદા ને ચાંદલો ચોખા કરવા ત્યાર બાદ પોતાના કુળદેવી અને પિતૃદેવોને યાદ કરવા પ્રાર્થના કરવી આખુ વર્ષ અમારો વ્યાપાર સારો જાય અને સંવત 2083નું વર્ષ નિર્વિઘ્ને પસાર થાય ત્યાર બાદ વ્યાપાર ધંધાનો શુભારંભ કરવો. લાભ પાંચમના દિવસે નવા વાહનની ખરીદી તથા લગ્ન પ્રસંગો જેવા શુભ પ્રસંગોના સામાનની ખરીદી શુભકાર્યો દસ્તાવેજ કરવા તથા જપ, હોમ, પૂજા પાઠ બધુ શુભ અને ઉત્તમ ગણાય છે. જૈન લોકો આ દિવસે જ્ઞાન પંચમી ઉજવે છે તથા જ્ઞાન તથા સરસ્વતી માતાજીનું આ દિવસે પૂજન કરવું શુભ છે. વિદ્યાર્થીઓએ આ દિવસે ખાસ માતા સરસ્વતીનું પૂજન કરવું જોઈએ.
લાભપાચમનુ અલગ અલગ રીતના પૌરાણિક મહત્વ: જ્ઞાન પંચમી – સૌથી મોટું મહત્વ લાભ પાંચમને શાસ્ત્રોમાં જ્ઞાન પંચમી કહેવામાં આવી છે. પૌરાણિક કથા પ્રમાણે આ દિવસે ભગવાન મહાવીર સ્વામી અને ભગવાન બુદ્ધ એ જ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો. એટલે આ દિવસે ચોપડા પૂજાય છે, કારણ કે ચોપડો એટલે હિસાબ નહિ, ચોપડો એટલે જ્ઞાન. જે માણસ પાસે જ્ઞાન છે એને જ સાચો લાભ મળે છે.
સૌભાગ્ય પંચમી : આ દિવસને સૌભાગ્ય પંચમી પણ કહે છે. કથા એવી છે કે દિવાળી પર લક્ષ્મીજી પૃથ્વી પર આવે છે, પણ લાભ પાંચમના દિવસે એ સ્થિર થાય છે. જે ઘરમાં આ દિવસે સાફ-સફાઈ, પૂજા અને સારા વિચાર હોય ત્યાં લક્ષ્મીજી આખું વર્ષ રોકાઈ જાય છે. એટલે જ સ્ત્રીઓ આ દિવસે વ્રત કરે છે, કે ઘરમાં સૌભાગ્ય, સુખ-શાંતિ ટકી રહે.
પાંડવોની કથા: મહાભારતમાં પણ આ તિથિનો ઉલ્લેખ છે. પાંડવો જ્યારે વનવાસમાંથી પાછા આવ્યા ત્યારે કારતક સુદ પાંચમે જ એમણે ફરી રાજ્યનો કારભાર સંભાળ્યો હતો. એટલે આ દિવસને ફરી શરૂૂઆતનો દિવસ માનવામાં આવે છે. હાર્યા પછી પણ ફરી ઊભા થવું, એ જ લાભ પાંચમ છે.
શનિવાર અને લાભ પાંચમનો સંગમ : આ વર્ષે લાભ પાંચમ શનિવારે આવી છે. પૌરાણિક રીતે શનિદેવ એ કર્મના દેવ છે. લક્ષ્મીજી ફક્ત પૂજાથી નહિ, કર્મથી પ્રસન્ન થાય છે. આમ શનિવારે લાભ પાંચમ ઉત્તમ છે.
લાભ પાંચમના શુભ મુહૂર્તોની યાદી
શુભ ચોઘડિયા : સવારે શુભ, 8.22 થી 9.45
બપોરે ચલ 12.31થી 1.54
બપોરે લાભ તથા અમૃત 1.54 થી 4.40
અભિજીત મુહૂર્ત બપોરે 12-08થી 12-53
(સંકલન શાસ્ત્રી રાજદીપ જોશી વેદાંત રત્ન)
