સિવિલ હોસ્પિ.માં અંતે ટોઇલેટના તાળા ખુલ્યા, સ્ટાફને હાશકારો

નળ બચાવવા ટોઇલેટને તાળા મારી દેનફાર જવાબદાર અધિકારીઓને સ્ટાફની પીડાનું ભાન થયું રાજકોટ શહેરની સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી પી.ડી.યુ.સિવિલ હોસ્પિટલના ઓ.પી.ડી. વિભાગમાં નળચોરોના ત્રાસના કારણે…

નળ બચાવવા ટોઇલેટને તાળા મારી દેનફાર જવાબદાર અધિકારીઓને સ્ટાફની પીડાનું ભાન થયું

રાજકોટ શહેરની સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી પી.ડી.યુ.સિવિલ હોસ્પિટલના ઓ.પી.ડી. વિભાગમાં નળચોરોના ત્રાસના કારણે ત્રણ માળના ટોઇલેટને તાળા મારીદેવામાં આવ્યા હોવાથી સ્ટાફમાં ભારે દેકારો મચી જવા પામ્યો હતો. આ અંગે ‘ગુજરાત મિરર’ દ્વારા સતસવીર અહેવાલ ગત તા.11ના રોજ શનિવારે પ્રસિધ્ધ કરવામાં આવતા સિવિલ હોસ્પિટલનું તંત્ર ઉંઘમાંથી જાગ્યુ હતુ અને સોમવારથી ઓ.પી.ડી વિભાગના ત્રણેય માળના ટોઇલેટના તાળા ખોલી નાખવામાં આવતા કર્મચારીઓએ હાશકારો અનુભવ્યો છે.

સિવિલ હોસ્પિટલના ઓ.પી.ડી. વિભાગના ટોઇલેટમાંથી વારંવાર નળ ચોરાઇ જતા હોવાથી અધિકારીઓએ નળ બચાવવા ત્રણ માળના લેડિઝ ટોઇલેટને કાયમી તાળા મારી દીધા હતા. જયારે જેન્ટસ ટોઇલેટ સાંજે 6 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી બંધ રાખવાનો ફતવો બરાટ પાડી ટોઇલેટને તાળા મારી દીધા હતા.

છેલ્લા એક માસથી ચાલતી આ તાળાબંધીથી ઓ.પી.ડી વિભાગના કર્મચારીઓમાં ભારે દેકારો મચ્યો હતો. પરંતુ નળ બચાવવા ટોઇલેટના તાળા ખોલવામાં આવ્યા ન હતા. આ વિચિત્ર નિર્ણય અંગે ગત તા.11ના રોજ શનિવારે ‘ગુજરાત મિરર’ દ્વારા સતસવીર અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવતા અંતે હોસ્પિટલના જવાબદારોએ સોમવારથી જ ટોઇલેટના તાળા ખોલાવી નાખ્યા હતા.

ટોઇલેટમાંથી છાસવારે નળની થતી ચોરી અંગે સિક્યોરિટી ટાઇટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ ટોઇલેટના તાળા ખુલી જતા ઓ.પી.ડી સ્ટાફમાં રાહતની લાગણી ફેલાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *