બાર એસો.ની ચૂંટણીમાં આજે કતલની રાત : 51 ઉમેદવારોના ભાવિનો કાલે ફેંસલો

  ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થાય તે પૂર્વે વકીલ મતદારોના મત મેળવવા મરણિયા પ્રયાસ ભાજપ સમર્થિત વકીલોની ત્રણેય પેનલમાં ઉમેદવારોએ બાર એસો.નો તાજ કબજે કરવા…

 

ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થાય તે પૂર્વે વકીલ મતદારોના મત મેળવવા મરણિયા પ્રયાસ

ભાજપ સમર્થિત વકીલોની ત્રણેય પેનલમાં ઉમેદવારોએ બાર એસો.નો તાજ કબજે કરવા એડીચોટીનું જોર લગાવ્યું

રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં આ વર્ષે ભાજપ સમર્પિત વકીલોના ત્રણ જૂથ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. આ પ્રતિષ્ઠાભરી ચૂંટણી લડવા પ્રમુખ પદ પર 7 ઉમેદવાર સહિત 16 હોદા ઉપર 51 ઉમેદવારો વચ્ચે જંગ વચ્ચે ખરાખરીનો ખેલ જામ્યો છે.

બાર એસોસીએશનની ચૂંટણીમાં જંપલાવનાર ત્રણેય પેનલ અને સ્વતંત્ર 51 ઉમેદવારો માટે આજે કતલની રાત છે. પ્રમુખ પદ સહિતના 16 હોદા ઉપર ઉમેદવારી નોંધાવનાર 51 ઉમેદવારોના ભાવિનો કાલે મતદારો ફેસલો કરશે. બાર એસોસીએશનની ચૂંટણીમાં છેલ્લી ઘડી સુધી રોમાંચક માહોલ સર્જાયો છે.

રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણી આવતી કાલે જામનગર રોડ ઉપર આવેલ નવા કોર્ટ બિલ્ડિંગમાં પહેલા માળે સવારે 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી યોજાશે. બાર એસોસીએશનની ચૂંટણીમાં જંગ જામ્યો હોય તેમ પ્રમુખ પદ પર 7 ઉમેદવાર સહિત વિવિધ 16 હોદા ઉપર સમરસ, એક્ટિવ અને કાર્યદક્ષ પેનલના ઉમેદવારો સહિત સ્વતંત્ર ઉમેદવારી નોંધાવનાર કુલ 51 ઉમેદવારોએ ચૂંટણી લડવા ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. બાર એસોસીએશનની પ્રતિષ્ઠાભારી ચૂંટણીમાં ભાજપ સમર્પિત વકીલોની ત્રણ પેનલ આમને સામને આવતા ચૂંટણીનો માહોલ ગરમાયો છે. બાર એસોસીએશનની ચૂંટણીમાં સમરસ એક્ટિવ અને કાર્યદક્ષ પેનલના પ્રમુખ પદ સહિતના 16 હોદા ઉપર ત્રણેય પેનલે પોતાના ઉમેદવાર ઉતાર્યા છે ત્યારે અનેક દાવેદરોએ સ્વતંત્ર ઉમેદવારી નોંધાવી ચૂંટણી જંગમાં જંપલાવ્યું છે.
પ્રમુખપદ માટે છ ઉમેદવારો, ઉપપ્રમુખ પદમાં ત્રણ, અને સેક્રેટરીમાં ચાર, જોઇન્ટ સેક્રેટરીમાં બે, ટ્રેઝરરમાં ત્રણ, લાઇબ્રેરી સેક્રેટરીમાં બે, કારોબારી મહિલા અનામતમાં ચાર અને જનરલ કારોબારીમાં 27 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં એક્ટિવ પેનલના બકુલ રાજાણી સમરસ પેનલના પરેશ મારું અને કાર્યદક્ષ પેનલના દિલીપભાઈ જોશી વચ્ચે જંગ મંડાયો છે. તેમજ પ્રમુખ પદ માટે અન્ય ત્રણ ઉમેદવારો પણ મેદાનમાં છે જેમાં અતુલભાઈ જોશી, કૌશિક પંડ્યા અને હરિસિંહ વાઘેલા એ પણ જંગમાં ઝપલાવ્યું છે. ઉપપ્રમુખ માટે મયંક પંડ્યા, નિરવ પંડ્યા અને સુમિત વરા વચ્ચે તેમજ સેક્રેટરીમા કેતન દવે ,સંદીપ વેકરીયા ,પરેશ વ્યાસ અને વિનસ છાયા વચ્ચે સ્પર્ધા છે. જોઈન્ટ સેક્રેટરી માટે ગિરિરાજસિંહ જાડેજા અને જીતેન્દ્ર પારેખ વચ્ચે હરીફાઈ જામી છે. આ ઉપરાંત ની જગ્યા માટે રાજેશ ચાવડા પંકજ દોંગા અને કૈલાશ જાની વચ્ચે તેમજ લાઇબ્રેરી સેક્રેટરીના પદ માટે રવિ ધ્રુવ અને કેતન મંડળ વચ્ચે સ્પર્ધા છે. જ્યારે મહિલા અનામત જગ્યા માટે અરુણાબેન પંડ્યા, હર્ષાબેન પંડ્યા, રૂૂપલબેન થડેશ્વર અને રક્ષાબેન ઉપાધ્યાય ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે નવ કારોબારીની જગ્યા માટે 26 ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં ઉતર્યા છે.

પ્રમુખ પદ સહિત 16 હોદા ઉપર ઉમેદવારી નોંધાવનાર 50 ઉમેદવારોના ભાવિનો કાલે વકીલ મતદારો ફેંસલો કરશે. કાલે મતદાન પૂર્ણ થયા બાદ ગણતરીની કલાકોમાં જ એટલે કે સાંજ સુધીમાં બાર એસોસીએશનની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. ઉમેદવારો માટે આજની રાત કતલની રાત હોય તેમ કાવાદાવાના માહિર 51 વકીલ ઉમેદવારો મત માટે સોંગઠબાજી ગોઠવી રહ્યા છે. રાજકોટના 3200 જેવા વકીલ મતદારોના મત કબ્જે કરવા ઉમેદવારો તનતોડ મહેનત કરી મતદારોને રિઝવી રહ્યા છે.

એક્ટિવ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર બકુલ રાજાણી
એક્ટીવ પેનલના પ્રમુખપદના ઉમેદવાર અને હાલના રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ છેલ્લા 27 વર્ષથી વકીલાતની સિવીલ તેમજ ફોજદારીની પ્રેકટીસ કરે છે. બકુલ રાજાણીએ કોઈની નીચે જુનિયરશીપ કરેલ નથી આપબળે અને પોતાની ખંત અને મહેનતથી આગળ આવેલ છે. હાલમાં બકુલ રાજાણી વકીલ આલમમાં કાકા અને 108ની છાપ ધરાવે છે. બકુલ કાકા રાજકોટ બાર એસોસીએશનના ઇતિહાસમા 3 વખત પ્રમુખ તરીકે જંગ લીડથી ચુંટાવાનો અજેય વિક્રમ ધરાવતુ વ્યક્તિત્વ ધરાવે છે. બકુલ રાજાણીએ તેમની ટીમ સાથે ગત વર્ષે નીચે મુજબના વકીલ હિતના કાર્યો કરેલ છે જેની ટુંકી છણાવટ નીચે મુજબ છે. નવા કોર્ટે બિલ્ડીંગનું સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયા ચીફ જસ્ટીસ ડી.વાય. ચંદ્રચુડસાહેબ ના હસ્તે ઉદ્ઘાટનનો ભવ્ય કાર્યક્રમ કરેલ અને નવા કોર્ટ બીલ્ડીંગનું લોકાર્પણ કરેલ છે. તકતીમા સુવર્ણ અક્ષરે બકુલ કાકા નુ નામ અંકિત કરાયેલ છે જે આજીવન રહેશે. નવા કોર્ટ બિલ્ડીંગ કેમ્પસમાં વકીલો માટેના 3 માળના બિલ્ડીંગને 5 માળનુ કરવા અંગે હાઈકોર્ટ સફળ રજુઆત કરીને વકીલો માટેના 5 માળના ભવ્ય બિલ્ડીંગનું ખાતમુર્હુત ગુજરાત હાઇકોર્ટના જજોના હસ્તે કરવામાં આવેલ હતુ. નવા બિલ્ડીંગના પ્રારંભ સમયે વકીલોમાં ઉદ્ભવેલા ટેબલ રાખવાનો પ્રશ્નનો રાજકોટના જજ શ્રી તેમજ હાઈકોર્ટના જજશ્રી ઓ સાથે સમન્વય કરીને સુખદ નિવેડો લાવી મહત્વના પ્રશ્નનું નિરાકરણ કરેલ છે.તેમજ વર્ષ દરમ્યાન મુખ્ય દરવાજો બંધ હોય તે ખોલોવીને વકીલોને પડતી મુશ્કેલીઓના પ્રશ્નોને વાચા આપી તેનો સુખદ નિવેડો લાવેલ છે. પોલીસ કમિશ્નર અને કલેક્ટર સાથે મુલાકાત કરીને વકીલોના પ્રશ્નોને લગતા પ્રશ્નોના ચર્ચા વિચારણા કરી વકીલોને પડતી મુશ્કેલીઓનો અંત લાવવા પ્રયત્ન કરેલ છે. ટી.આર.પી. અગ્નીકાંડમાં 28 જેટલા જીવાત્માઓના મૃત્યુ સંદર્ભે રાજકોટ બાર એસોસીએશન દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. પ્રજાપીતા બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા રાજકોટ બારનાં મીટીંગ રૂૂમમાં વ્યાખ્યાન, વ્યસનમુક્તિ અભીયાનનુ વ્યાખ્યાનનુ આયોજન કરવામાં આવેલ હતું. વકીલો માટેની ડિરેકટરનું ભગીરથ કાર્ય કરીને તેનુ ડિજીટલ લોચીંગનો શફલ કાર્યક્રમ કરેલ છે. ભવિષ્યમા પણ વકીલો માટે સતત કામ કરવાની લગન અને ધગશને લઇને આ વખતે પણ બકુલ કાકાએ ઉમેદવારી નોંધાવેલ છે અને વકીલો હોશે હોશે તેઓને 4 થી વખત પ્રમુખ બનાવવા માટે થનગની રહ્યા છે. વકીલો માટે 5 એકર જમીન કલેકટર શ્રી દ્વારા મંજુર કરેલ છે તેની કાર્યવાહી બકુલકાકા, કુમાર પંડયા અને મયંકભાઈ પંડયા દ્વારા ડોક્યુમેન્ટ રજુ કરવા અંગેની પ્રક્રિયા હાલ ચાલુ છે. એટલા માટે જ રાજકોટના સિનીયર અને ભત્રીજાઓનો એક જ નારો કહો દિલ સે બકુલ રાજાણી ફીરશે નો નારો આપેલ છે. તેમજ એકટીવ પેનલના તમામ ઉમેદવારોને જંગી બહુમતિથી ચુંટવાનો નિર્ધાર કરેલ છે. બકુલ કાકા હર હંમેશા ભત્રીજાઓ માટે 24 ડ્ઢ 7, 365 દિવસ હાજર હોય અને કોર્ટમાં, કલેકટર કચેરી, પોલીસ ખાતાની કચેરીમાં તેમજ રાજકોટના જુદા જુદા સબરજીસ્ટ્રાર, મામલતદાર કચેરીમા વકીલોને પડતી મુશ્કેલીમા તેની યોગ્ય રજુઆત કરીને તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવેલ છે અને હજુ પણ બકુલ કાકા જાહેર કરે છે કે વકીલો માટે અડધી રાતે ફોન કરશો એટલે બકુલ કાકા હાજર થઇ જશે તે માટે એકટીવ પેનેલ જંગી બહુમતીથી વિજેતા કરવા નમ્ર અપીલ કરેલ છે.

સેક્રેટરી પદના ઉમેદવાર વિનેશ છાયા
રાજકોટ બાર એસોસીએસનની ચૂંટણીમાં સેક્રેટરી પદના ઉમેદવાર વિનેશ કદમ્બકાંત છાયાએ એક્ટિવ પેનલમાંથી પોતાની સેક્રેટરી પદ માટે દાવેદારી નોંધાવેલી છે. વિનેશભાઈ છાયા સિવિલ રેવન્યુ કસમીનલ, બેંક ડી.આર.ટી, ટ્રેડ માર્ક વગેરેમાં જિલ્લા કક્ષાએથી હાઈકોર્ટ સુધી પ્રેક્ટિસ કરે છે. હાલમાં ઈન્ટરનેશનલ આર્બીટ્રેશન, ઈન્ટરપોલ નોટિસ, ઈન્ટરનેશનલ કોમર્શીયલ ડીસ્પ્યુટ, ઈન્ટરનેશનલ ટ્રાવેલ બાન જેવી આંતરરાષ્ટ્રીય મેટરો લડે છે. યુએઈમાં એકમાત્ર ગુજારતી એડવોકેટ તરીકે અપીયર થાય છે. ફાઈટ ફોર રાઈટ ફાઉન્ડેશન જેવી સંસ્થા દ્વારા ગરીબો, વકીલો તથા પોલીસ માટે મફત કેસ લડી સેવા આપે છે.

ટ્રેઝરર પદના દાવેદાર રાજેશ ચાવડા
રાજકોટ બાર એસોસીએશનની ચુંટણીમાં ટ્રેઝરર પદ પર રાજેશ બી. ચાવડાએ એક્ટિવ પેનલમાંથી દાવેદારી નોંધાવેલી છે. અગાઉ રાજકોટ બાર એસોસીએશનની વર્ષ 2018-19ની ચૂંટણીમાં તેઓ કારોબારી સભ્ય તરીકે જંગી બહુમતિથી ચુંટાય આવેલા અને હાલ ટ્રેઝરર પદના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવેલ છે. રાજેશ ચાવડા રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન(આવાસ) નાં પેનલ એડવોકેટ છે. રાજકોટની બાળકોની ચાઈલ્ડ સ્પેસ્યાલીસ્ટ અમૃતા હોસ્પીટલ ના એથીકસ કમીટીનાં મેમ્બર છે. વાજડી-વડ પંચાયતનાં ઉકાઈ સહકારી ખાંડસરી ઉધોગ મંડળી અને જયોતી સરાફી મંડળીના લીગલ એડવાઈઝર છે. રાજકોટ જીલ્લા મફત કાનુની સેવા સત્તા મંડળ માં પણ ઘણા વર્ષો થી સેશન્સ કેસો ની સેવા આપી રહ્યા છે. આ સીવાય અનેક વિવિધ ટ્રસ્ટ તથા સંસ્થાઓ માં પણ જોડાયેલા છે. રાજેશ ચાવડાને જુનીયર વકીલ ભાઈઓ તથા બહેનોનાં આર્શિવાદ અને બોહોળો પ્રતિસાદ મેળવી રહયા છે.

કારોબારી સભ્ય રમેશચંદ્ર આદ્રોજા
રમેશચંદ્ર આદ્રોજા આર્મીના રિટાયર્ડ નોન કમિશન ઓફિસર છે. આર્મીની નોકરીમાં 13 વર્ષ સતત યુદ્ધ ઉગ્રવાદીથી ઘેરાયેલા એરિયામાં નોકરી કરેલ છે. કારગીલ યુદ્ધમાં સક્રિય ભાગ લીધેલ છે. રીટાયરમેન્ટ પછી લો ડીગ્રી તથા લોમાં માસ્ટર ડીગ્રી મેળવી હાલ ક્રિમીનલ સિવિલ અને રેવન્યુ ક્ષેત્રે સ્વતંત્ર પ્રેક્ટિશ કરે છે. કોરોના વખતે રાશન કીટ વીતરણમાં મહત્વનું યોગદાન આપેલ હતું. આર્મીમાં લીગલ, એડમીનીસ્ટ્રેશન મેનેજમેન્ટનો લાંબો અનુભવ લીબીલ લાઈફમાં પણ વકીલ નોટરી તરીકે તેટલા જ ખંતથી કામ કરે છે.

કારોબારી સભ્ય ધારેશ દોશી
ધારેશ આર. દોશી એક્ટિવ પેનલમાંથી કારોબારી સભ્યપદમાં ઉમેદવારી નોંધાવેલ છે. ધારેશ દોશી ફોજદારી, સિવિલ, ક્રિમિનલ, વગેરે ક્ષેત્રમાં કાર્યરત છે. રાજકીય ક્ષેત્રે તેમજ સામાજિક ક્ષેત્રે વિવિધ સંસ્થાઓમાં સેવા આપેલ છે. ભાજપના યુવા કાર્યકર તરીકે સેવા આપી રહ્યા છે.

કારોબારી સભ્ય ધર્મેન્દ્ર જરિયા
એડવોકેટ ધર્મેન્દ્ર મણીલાલ જરીયાએ કારોબારી સભ્યપદમાં ઉમેદવારી નોંધાવેલી છે. વર્ષ 2012થી રાજકોટની સીવીલ ક્રિમીનલ તેમજ ફેમીલી કોર્ટમાં વકીલાત કરે છે. કારોબાર એસોસીએશનના તમામ વકીલો જંગી બહુમતિથી વિજય બનાવવા ધર્મેન્દ્ર જરિયાએ અપીલ કરી છે.

કારોબારી સભ્ય અનિલ પરસાણા
રાજકોટ બાર એસોસીએશનની અને 2025ની ચૂંટણીમાં એક્ટિવ પેનલમાંથી કારોબારી સભ્ય પદ માટે અનિલ પરસાણાએ ઉમેદવારી નોંધાવેલી છે. હાલ છેલ્લા 5 વર્ષથી રાજકોટ ખાતે રેવન્યુ, સીવીલ, ફોજદારી અને ફેમીલી ક્ષેત્રમાં સ્વતંત્ર પ્રેકિટસ કરી રહયા છે અને તેઓના સમાજને લગતી સામાજીક તથા શૈક્ષણિક સંસ્થામાં સેવા આપી રહયા છે તેમજ સૌરાષ્ટ્ર જુનીયર એડવોકેટ એસોસીએશનમાં સહમંત્રી તરીકે જોડાયેલ છે અને જુનીયર વકીલોના કોઈપણ પ્રશ્નો તેમજ તેમના હિત માટે કામ કરી રહયા છે.

કારોબારી સભ્ય દિપેશ પાટડિયા
દિપેશ નવનીતભાઈ પાટડિયા વૈશાલી સિક્યુરીટી લિમિટેડના આઈ આઈ એફએલ સીટી ફાઈનાન્સ રાજકોટ એડવોકેટ તેમજ લીગલ હેડ તરીકે કાર્ય કરેલ છે. તેમજ અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલ છે. પ્રથમ વખત રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણી 2024-25 માં એક્ટિવ પેનલમાંથી કારોબારી સભ્યપદ માટે પોતાની ઉમેદવારી નોંધાવેલ છે.

કારોબારી સભ્ય : ભાવના વાઘેલા
એડવોકેટ ભાવનાબેન વાઘેલાએ બાર એસોસીએશનની ચૂંટણીમાં કારોબારી સભ્યપદમાં ઉમેદવારી નોંધાવી છે. બાવનાબેન વાઘેલા અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ભાવનાબેન 7 વખત સિલેક્શન કારોબારીમાં ચૂંટાયેલા છે. તેમજ નારી સુરક્ષા સમિતિમાં લીગલ એડવાઈર્ઝ તરીકે સેવા આપે છે.

હાઇકોર્ટની બેન્ચ માટે સૌરાષ્ટ્રના વકીલ આલમને સાથે રાખી લડત ચલાવવાનો સમરસ પેનલનો કોલ

રાજકોટમાં મહેસૂલ પંચ, એસ.એસ.આર.ડી. બેન્ચ મળે તે માટે લડત આપીશું: પરેશ મારૂ
નવી કોર્ટમાં પોસ્ટ ઓફિસ, મેડિકલ સુવિધા અને બેન્ક માટે કરાશે રજૂઆત: સુમિત વોરા

રાજકોટ બાર એસોસીએશનની ચુંટણીને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થાય તે પૂર્વે જ વકીલ મતદારોના મત કબ્જે કરવા ભાજપ પ્રેરીત વકીલોની ત્રણ પેનલ સહિત સ્વતંત્ર ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે સમરસ પેનલના ઉમેદવારોએ ગુજરાત મિરર મિડીયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. જે મુલાકત દરમિયાન નવી કોર્ટમાં બાકી રહેલી સુવિધા તેમજ રાજસેટમાં મહેસુલ પંચ, એસ.એસ.આર.ડી. અને હાઇકોર્ટની બેન્ચ માટે સૌરાષ્ટ્રભરના વકીલોને સાથે રાખી લડત ચલાવવાનો કોલ આપ્યો હતો.

રાજકોટના વકીલોની માતૃ સંસ્થા એવી રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીનું આવતી કાલે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં ત્રણ પેનલ સહીત 51 ઉમેદવારો મેદાનમાં છે. સમરસ પેનલના ઉમેદવારો દ્વારા ઓફિસ ટુ ઓફિસ અને ફેસ ટુ ફેસ વકીલ મતદારોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

 

જેમાં સમરસ પેનલ તરફી વકીલ મતદારોમાં જબરો જુવાળ અને સમર્થન જોવા મળી રહ્યું છે. અને સમરસ પેનલને પ્રચંડ બહુમતીથી વિજેતા બનાવવા વિજયી ભવ: ના આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. બાર એસોસીએશનની ચુંટણીને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થાય તે પૂર્વે વકીલ મતદારોના મત અકે કરવા સમરસ પેનલના હોદેદારો અને સમર્થકો દ્વારા જંજાવતી પ્રચાર કરવામાં આવ્યો છે. જે પ્રચાર દરમિયાન સમરસ પેનલના પ્રમુખ પરેશ મારૂૂ, ઉપપ્રમુખ સુમીત વોરા, સેક્રેટરી કેતન દવે, જોઈન્ટ સેક્રેટરી ગીરીરાજસિંહ જાડેજા, ટ્રેઝ22 પંકજ દોંગા, લાયબ્રેરી સેક્રેટરી કેતન મંડ, મહિલા અનામત રક્ષાબેન ઉપાઘ્યાય, કારોબારી સભ્ય સંજય ડાંગર, તુષાર દવે, પ્રગતી માંકડીયા, પરેશ પાદરીયા, અશ્વિન રામાણી, નિકુંજ શુકલ, મુનિષ સોનપાલ, રવિ વાઘેલા, કિશન વાલવા તેમજ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપ પટેલ સહિતના સમર્થકોએ ગુજરાત મિરર મિડીયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

જે મુલાકત દરમિયાન સમરસ પેનલના પ્રમુખ પરેશ મારૂૂ અને ઉપપ્રમુખ સુમિત વોરાએ નવી કોર્ટમાં બાકી રહેલી સુવિધા, સિનિયર વકીલોની મહેનતથી સરકારે ફાળવેલ બિલ્ડીંગની કામગીરી આગળ વધારી વકીલો માટે અધનતન સુવિધા ઉભી કરવા, નવી કોર્ટમાં પોસ્ટ ઓફિસ, મેડિકલ સુવિધા અને બેન્ક ઉભી કરવાના પ્રયત્નો કરી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવશે તેમજ રાજકોટમાં મહેસુલ પંચ, એસ.એસ.આર.ડી. અને હાઇકોર્ટની બેન્ચ માટે સૌરાષ્ટ્રભરના વકીલોને સાથે રાખી લડત ચલાવવાનો કોલ આપ્યો હતો.

પૂર્વ પ્રમુખ સંજયભાઈ વ્યાસનું પ્રમુખ પદના ઉમેદવાર પરેશ મારૂને સમર્થન
રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં સમરસ પેનલના પ્રમુખપદના ઉમેદવાર પરેશભાઈ મારુ સિનિયર એડવોકેટ છે. પરેશભાઈ મારુ અગાઉ રાજકોટ બારમાં વિવિદ્ય હોદ્દા ઉપર ફરજ બજાવી ઉમદા કાર્યવાહી કરી છે અને અનેક જુનિયર વકીલોને મદદરૂૂપ થયા છે. પરેશભાઈ માંરુ અને તેમની ટીમ દ્વારા 2009 થી સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના વકીલો માટે ક્રિકેટ ટુર્નામેંન્ટનું ભવ્ય આયોજન કરે છે. આવા ઉમદા સ્વભાવના પ્રમુખપદના ઉમેદવાર પરેશભાઈ મારુને રાજકોટ બાર નાં પૂર્વ પ્રમુખ અને ઔદિચ્ય ખરેડી જ્ઞાતિના પુર્વ સેક્રેટરી બ્રહ્મ અગ્રણી સંજયભાઈ વ્યાસે સમર્થન આપી પોતાના વકીલ મિત્રોને પરેશભાઈ માંરુને મત આપી વિજેતા બનાવવા અનુરોધ કર્યો છે.

વકીલોના હિતમાં સૌને સાથે રાખી કામ કરવાની એક્ટિવ પેનલના બકુલ રાજાણીની ખાતરી

એક્ટિવ પેનલને જીતની શુભેચ્છા સાથે વકીલોએ આપ્યું સમર્થન
રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં ઝંપલાવનાર વર્થમાન પ્રમુખ બકુલ રાજાણીની એક્ટિવ પેનલ જીતનો વિશ્ર્વાસ વ્યક્ત કરી જંજાવતી ચૂંટણી પ્રચાર કર્યો છે. ત્યારે એક્ટિવ પેનલના હોદેદારોએ ગુજરાત મિરર કાર્યાલયની આજે શુભેચ્છા મુલાકાત લીધી હતી. શુભેચ્છા મુલાકાત દરમિયાન એક્ટિવ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર બકુલ રાજાણીએ રાજકોટને હાઈકોર્ટની બેંચ મળે તેના માટે લડત આપવાની અને નવા કોર્ટ બિલ્ડીંગમાં વકિલો માટે એટીએમ, પોસ્ટ ઓફિસ અને મેડિકલ સેવા સહિતની જરૂરીયાતો પુરી કરવાનું વચન આપ્યું હતું.

સમરસ પેનલનું સાંજે વિજય વિશ્વાસ મહાસંમેલન
સરદાર પટેલ કોમ્યુનિટી હોલમાં મળેલી મિટિંગમાં ધારાસભ્ય ટીલાળા સહિતના મહાનુભાવો રહ્યા હાજર

રાજકોટ બાર એસોસિએશન ચૂંટણીમાં ઝંપલાવનાર સમરસ પેનલના સમર્થનમાં આજે નગર બોર્ડિંગ ખાતે સાંજે 7 વાગ્યે વિજય વિશ્વાસ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિજય વિશ્વાસ મહાસંમેલનમાં સમરસ પેનલના ઉમદવારોને આશીર્વાદ આપવા તમામ વકીલ ભાઈઓ તથા બહેનોને ખાસ ઉપસ્થિત રહેવા સમરસ પેનલના ઉમેદવારોએ અપીલ કરી છે. આ ઉપરાંત ગઈ કાલે સમરસ પેનલના સમર્થનમાં સરદાર પટેલ કોમ્યુનિટી હોલમાં મોટી સંખ્યામાં મીટીંગ યોજાઈ હતી. જેમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ સમરસ પેનલના સમર્થનમાં મત દેવા અપીલ કરી હતી. તેમજ સરકારે કરેલા કામોની વાત કરેલ અને પોતે 70 વર્ષથી ઉપરના ભાઈ બહેનો માટે કેમ્પ કરવાના હોય અને આયુષ્યમાન કાર્ડ તમામને કાઢી આપવાના હોય તમામે લાભ લેવા વિનંતી કરી હતી. આ તબક્કે રેવન્યુ બાર ના પ્રમુખરમેશભાઈ કથીરિયા, પ્રમુખના ઉમેદવાર પરેશભાઈ મારુ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત મેમ્બર દિલીપભાઈ પટેલ, રજનીભાઈ ગજેરા, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બામણીયા સહિતનાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું

રેવન્યુ પ્રેક્ટિશનર એસો. દ્વારા કાર્યદક્ષ પેનલના સમર્થનમાં સાંજે સ્નેહમિલન
રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે ભાજપ પ્રેરિત વકીલોની ત્રણ પેનલ ચૂંટણી મેદાનમાં છે. ત્યારે પડદા પાછળથી લીગલ સેલની ટીમે જેને ટેકો જાહેર કર્યો છે તે કાર્યદક્ષ પેનલના સમર્થનમાં ગઈકાલે લોક ડાયરો અને હસાયરાનો આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે રેવન્યુ પ્રેક્ટિસનર એસોસિએશન દ્વારા કાર્યદક્ષ પેનલના સમર્થનમાં વિરાણી હાઈસ્કુલ હોલ ખાતે આજે સાંજે 7.30 વાગ્યે તમામ વકીલો માટે કરા ઓકે સંગીત સંધ્યા સાથે સ્નેહમિલનનું આયોજન કરાયું છે. જેમાં તમામ વકીલોને ખાસ ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *