અનામત પ્લોટ પર થયેલા 60 ઝૂંપડાંઓ તોડી પાડતી મનપા

ટાઉન પ્લાનિંગ વિભાગે દબાણો દૂર કરી રૂા. 97.43 કરોડની 24359 ચો.મી. જમીન ખુલ્લી કરાવી મહાનગરપાલિકાના અલગ અલગ હેતુ માટે મુકવામાં આવેલા અનામત પ્લોટ ઉપર થઈ…

ટાઉન પ્લાનિંગ વિભાગે દબાણો દૂર કરી રૂા. 97.43 કરોડની 24359 ચો.મી. જમીન ખુલ્લી કરાવી

મહાનગરપાલિકાના અલગ અલગ હેતુ માટે મુકવામાં આવેલા અનામત પ્લોટ ઉપર થઈ ગયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજરોજ વોર્ડ નં. 4 માં બે પ્લોટ ઉપર થયેલા 60 ઝુપડા તોડી પાડી વોર્ડ નં. 6 માં મેઈન રોડ ઉપરનું એક દબાણ દૂર કરી રૂા. 97.43 કરોડની 24359 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ હતી.

મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા આજરોજ પૂર્વજોનમાં વોર્ડ નં. 4માં અનામત પ્લોટ નં. 34-બી કોમર્શીયલ હેતુના પ્લોટ પર થયેલા 28 ઝુપડાના દબાણો દૂર કરી રૂા. 40.66 કરોડની 10,166 ચો.મી. જમીન ખુલ્લીક રાવી હતી.

તેવી જ રીતે અનામત પ્લોટ નં. 35-એ રેસીડેન્સી સેલ માટેના પ્લોટ ઉપર થયેલા 32 ઝુપડાઓના દબાણો દૂર કરી રૂા. 56.77ની 14,193 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવાઈ હતી. તેવી જ રીતે વોર્ડ નં. 6 માં આવેલ રામેશ્ર્વર પાર્ક મેઈન રોડ ઉપર મુખ્યમાર્ગ ઉપર કરવામાં આવેલ એંગલોના દબાણો દૂર કરવામાં આવ્યા હતાં. આમ આજે પ્લોટ નં. 34ની 10,166 ચો.મી. જગ્યા અને પ્લોટ નં. 35ની 14,193 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવાઈ હતી.

ઉપરોક્ત ડિમોલેશનની કામગીરી ટાઉન પ્લાનીંગ શાખા ઈસ્ટઝોનના સ્ટાફ તથા રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલીડવેસ્ટ મેનેજમેન્ટ શાખા, ફાયર અને ઈમરજન્સી શાખા, બાંધકામ શાખા અને કાયદો અને વ્યવસ્થા ઝળવાય તે માટે વિજિલન્સના સ્ટાફ દ્વાર કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *