પિતા સાથે બદલો લેવા તેના માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ

બદલાની ભાવના માણસના મનમાં જન્મ્યા બાદ તે ગુનાખોરીનો રસ્તો અપવાનાવી લેતા હોય છે ત્યારે બાળકના પિતા સાથે થયેલ માથાકૂટનો બદલો લેવા યુવાને માસુમ બાળકને પીંખી…

બદલાની ભાવના માણસના મનમાં જન્મ્યા બાદ તે ગુનાખોરીનો રસ્તો અપવાનાવી લેતા હોય છે ત્યારે બાળકના પિતા સાથે થયેલ માથાકૂટનો બદલો લેવા યુવાને માસુમ બાળકને પીંખી નાખ્યું હોવાની ધટના સામે આવી છે જે ધટનામાં ટંકારાનાં નેકનામ નજીક કારખાનામાં રહેતા બે વર્ષના માસુમ બાળકને હેવાનિયતનો શિકાર બનાવી યુવાને સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા ચકચાર મચી જવા પામી હતી તો ધટનાની ગંભીરતાને લઈને ડીવાયએસપી અને ટંકારા પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગતો મુજબ ટંકારાના નેકનામ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં ઉત્તરપ્રદેશથી આવીને મજૂરી કામ કરતા પરિવારનો 2 વર્ષનો માસૂમ બાળક રમી રહ્યો હોય દરમિયાન ત્યાં જ કામ કરતા અને મૂળ બિહારના વતની રામ વિકાસ તૈલી (ઉ.વ.38) નામના શખ્સે બાળકને પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. નરાધમે માસૂમ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જે બાદ ધટના પ્રકાસમાં આવી હતી અને ટંકાર અપોલીસની ટીમે ધટનાની ગંભીરતાને ધ્યાને લઈને બાળકનું મેડીકલ ચેકઅપ સહિતની કામગીરી કરી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.તો ટંકારા પોલીસે તપાસ દરમિયાન આરોપી રામ વિકાસ તૈલીને ઝડપી પાડી રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવતા દિવસ 5 ના રિમાન્ડ મંજુર કર્યા છે.

બે વર્ષના બાળકને હેવાનીયતનો શિકાર બનાવી પીંખી નાખનાર હેવાનને પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તો આરોપી રામ તૈલીની ઓળખ પરેડની કાર્યવાહી દરમિયાન ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસની ટીમે બાળકના પરિવાર સાથે હોસ્પિટલમાં મામલતદાર, સરકારી હોસ્પીટલના મનોચિકિત્સક અને પીડીયાટ્રીક ડોક્ટરની હાજરીમાં ઓળખ પરેડ કરાવી બાળકની વર્તણુક અંગે નોંધ લઈને પુરાવા મેળવ્યા હતા.બાળકના પિતા સત્હેત રામ તૈલીને કારખાનામાં બોલાચાલી થયા બાદ ઝધડો વધ્યો હતો અને ઝપાઝપી થઇ હતી જેથી તે વાતનો ખાર રામ તૈલીના મગજમાં હોય અને માસુમ બાળકની માતા પોતાની ઓરડીમાં રસોઈ બનાવી રહી હોય દરમિયાન બાળક રમતું હોય અને રમતા રમતા આરોપી રામની ઓરડીમાં ચાલ્યું જતા આરોપી રામને બાળકના પિતા સાથે બદલો લેવાનો વિચાર આવતા બાળક સાથે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *