સુરતના રન-વે પર 140ની ઝડપે ઈન્ડિગો ફ્લાઈટના ટાયર ઢસડાયા

સુરત એરપોર્ટ પર બુધવારે રાત્રે એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી હતી, જેમાં ઇન્ડિગોની કોલકત્તા-સુરત ફ્લાઇટ ઉતરતી વખતે મોટી દુર્ઘટનાનો શિકાર બનતા સહેજમાં બચી ગઈ…

સુરત એરપોર્ટ પર બુધવારે રાત્રે એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી હતી, જેમાં ઇન્ડિગોની કોલકત્તા-સુરત ફ્લાઇટ ઉતરતી વખતે મોટી દુર્ઘટનાનો શિકાર બનતા સહેજમાં બચી ગઈ હતી. પાયલટની સમયસૂચકતા અને વ્યાવસાયિક કુશળતાને કારણે વિમાનમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.પ્લે

નના ટાયર રન-વે પર ઘસડાયા જ્યારે ઇન્ડિગોની ફ્લાઇટ સુરત એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહી હતી, ત્યારે ટચ-ડાઉન થતાની સાથે જ પ્લેનના ટાયર રન-વે પર જોરદાર અવાજ સાથે ઘસડાયા હતા. આ સમયે પ્લેનની ઝડપ અંદાજે 140 કિમી પ્રતિ કલાક હતી. રન-વે પર ટાયર ઘસડાવાને કારણે પ્લેન પરનું નિયંત્રણ ગુમાવવાની ભીતિ સેવાઈ રહી હતી.

પરિસ્થિતિની ગંભીરતા પારખીને પાયલટે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર “પ્રિ-કોશનરી ગો અરાઉન્ડ” (Pre-cautionary Go Around) લેવાનો નિર્ણય કર્યો હતો.

પ્લેન રન-વે પર ટચ થઈ ગયું હોવા છતાં, પાયલટે ’ઝીરો ફૂટ’ થી ફૂલ પાવર આપીને વિમાનને ફરી હવામાં ટેક-ઓફ કરી દીધું હતું. અચાનક વિમાન ફરી હવામાં ફંગોળાતા મુસાફરોના જીવ ટાળવે ચોંટ્યા હતા.
હવામાં થોડો સમય ચક્કર લગાવ્યા બાદ, પાયલટે વિમાનનું ફરીથી સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. વિમાન રન-વે પર સ્થિર થતા જ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો અને પાયલટનો આભાર માન્યો હતો. આ સમગ્ર ઘટનાને કારણે ફ્લાઇટ નિર્ધારિત સમય કરતા 20 મિનિટ મોડી પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *