આપણા ઘરની વાત તારા પિયરવાળાને કહેતી નહીં બાકી બધા પર તાંત્રિક વિધિ કરી નાખીશ

રોયલ પાર્કમાં માવતરે આવેલી પરિણીતાએ આઠ સાસરિયા સામે ફરિયાદ નોંધાવી કાલાવડ રોડ પરના રોયલ પાર્કમાં માવતરને ત્યાં રહેતી નિરાલીબેન નામની 29 વર્ષની પરિણીતાએ પતિ હિમાંશુ,…

રોયલ પાર્કમાં માવતરે આવેલી પરિણીતાએ આઠ સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

કાલાવડ રોડ પરના રોયલ પાર્કમાં માવતરને ત્યાં રહેતી નિરાલીબેન નામની 29 વર્ષની પરિણીતાએ પતિ હિમાંશુ, સસરા સુરેશભાઈ વસંતરાય વસંત, સાસુ સીમાબેન, દિયર કિશન (રહે. બધા ગીતાનગર, ઢેબર રોડ), મામાજી જયેશભાઈ કાનાબાર, મામીજી નિરાલીબેન (રહે. બંને સુરત) સહિત આઠ સાસરિયાઓ વિરૂૂધ્ધ મહિલા પોલીસમાં ત્રાસ અને દહેજની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.

લગ્નના દોઢેક મહિના બાદ પતિ સાથે દુબઈ હનિમુન કરવા ગઈ હતી ત્યારે એરપોર્ટ ઉપર તે મહિલાનો વીડિયો કોલ આવ્યો હતો. બાદમાં પતિએ તેની સાથે ઝગડો કર્યો હતો. તે મહિલાને કારણે પતિ સાથે અવાર-નવાર ઝગડા થતા હતા. એક દિવસ ઝગડો થતાં પતિએ બધી વસ્તુઓ ફેંકી હતી. જેને કારણે તેના પગમાં ઈજા થતાં સર્જરી કરાવવી પડી હતી. પતિ કહેતો કે માનસિક ત્રાસ બાબતે તારા પિયરવાળાને જાણ કરીશ તો હું સ્યુસાઈડનું નાટક કરીશ અને તારા પિયરવાળાના નામ લખી નાખીશ. સાસુ-સસરા પણ તેના પતિનો પક્ષ લેતા હતા.

દિયરની સગાઈ હતી ત્યારે તેને પતિ સાથે માંડવામાં બેસવાનું હતું. તે વખતે સાસુ-સસરાએ તેના પિયર પક્ષને કહ્યું કે નિરાલીને બે સોનાની લગડી અને પાંચ લાખ રૂૂપિયા આપવા પડશે. સાસુ-સસરા અવાર-નવાર કહેતા કે તારા લગ્ન તો અમે સમાજ માટે કર્યા છે. ઓર્થોપેડિક ડોકટર દિયર અમદાવાદથી શનિ-રવિની રજામાં આવતો હતો અને તેને કહેતો હતો કે હું હાડકાનો ડોકટર છું, જેથી શરીરમાં કયા પોઈન્ટથી શું થાય છે મને તેની ખબર છે, તમે સુતા હશો ત્યારે હું કોઈ પોઈન્ટ દબાવી દઈશ.

આ રીતે તેને મારી નાખવાની ગર્ભિત ધમકી આપતો હતો, સાથો-સાથ છૂટાછેડા લઈ લેવાનું પણ કહેતો હતો. મામાજી અને મામીજી તેની સાસુને અવાર-નવાર તેના વિરૂૂધ્ધ ચડામણી કરતા હતા. એટલું જ નહીં મામાજી કહેતા કે હું તાંત્રિક વિદ્યા જાણું છું, અમારી કોઈ વાત તારા પિયરવાળાને કહેતી નહીં, બાકી હું બધા ઉપર તાંત્રિક વિધી કરીશ. આજ રીતે નાનીજી વિરૂૂધ્ધ પણ ફરિયાદમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *