પઠાણી વ્યાજથી કંટાળીને ખંભાળિયાના પ્રૌઢે ઝેરી ટીકડા ખાઈને જિંદગી ટૂંકાવી

ખંભાળિયાના હરસિધ્ધિ નગર ખાતે રહેતા એક પ્રજાપતિ પ્રૌઢે કથિત ત્રાસથી કંટાળીને ઝેરી દવાના ટીકડા ખાઈને આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે.આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે…

ખંભાળિયાના હરસિધ્ધિ નગર ખાતે રહેતા એક પ્રજાપતિ પ્રૌઢે કથિત ત્રાસથી કંટાળીને ઝેરી દવાના ટીકડા ખાઈને આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે.આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાના હરસિધ્ધિ નગર વિસ્તારમાં રહેતા અને કડિયા કામ કરતા જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ પ્રેમજીભાઈ વાડોલીયા નામના 54 વર્ષના પ્રજાપતિ પ્રૌઢએ થોડા સમય પૂર્વે ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે રહેતા રાજભા જાડેજા પાસેથી રૂૂપિયા સાડા ત્રણ લાખ અને ખંભાળિયામાં રહેતા કિરણ ગઢવી નામના શખ્સ પાસેથી ચાર લાખ રૂૂપિયા પાંચ ટકાના વ્યાજ દરથી લીધા હતા.

આ બંને આરોપીઓને જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ વાડોલીયાએ વ્યાજની રકમ ટુકડે ટુકડે ચૂકવી દીધી હતી. તેમ છતાં પણ હજુ બંને આરોપીઓ દ્વારા જીતેન્દ્રભાઈ પાસેથી અવારનવાર વ્યાજના પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હતી. આ પ્રકારે તેમને આપવામાં આવતા ત્રાસથી તેઓ પરેશાન બની ગયા હતા અને આનાથી કંટાળીને તેમણે સલાયા ખાતે ઝેરી દવાના ટીકડા ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

આ સમગ્ર મામલે મૃતકના ભત્રીજા જય રાજેશભાઈ વાડોલીયા (ઉ.વ. 27, રહે. હરસિધ્ધિ નગર, ખંભાળિયા) ની ફરિયાદ પરથી તેમના કાકા જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ વાડોલીયાને આપઘાત માટે મજબૂર સબબ રાજભા જાડેજા (ભાતેલ) અને કિરણ ગઢવી તથા અન્ય સંડોવાયેલા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 અને 54 તથા મની લેન્ડર્સ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ સલાયાના પી.આઈ. વી.એ. રાણા ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *