મોરબીના પાનેલી ગામે ઝેરી દવા પી યુવાનનો આપઘાત

પોતાની વાડીમાં દવા પીધા બાદ સારવારમાં ખસેડેલ મોરબી તાલુકાના પાનેલી ગામની સીમમાં વાડીએ ઝેરી દવા પી લેતા 21 વર્ષીય યુવાનનું મોત થયું છે બનાવ અંગે…

પોતાની વાડીમાં દવા પીધા બાદ સારવારમાં ખસેડેલ

મોરબી તાલુકાના પાનેલી ગામની સીમમાં વાડીએ ઝેરી દવા પી લેતા 21 વર્ષીય યુવાનનું મોત થયું છે બનાવ અંગે પોલીસે તપાસ ચલાવી છે.

મોરબી તાલુકાના પાનેલી ગામના રહેવાસી પેથાભાઈ ભાણાભાઈ ચંદ્રેશાણીયા (ઉ.વ.21) નામના યુવાન ગત તા. 31 ના રોજ વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા સારવાર દરમિયાન યુવાનનું મોત થયું છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વાવડી રોડ પરથી બાઈકની ચોરી
વાવડી રોડ પર ભક્તિનગર સોસાયટીમાં ઘર સામે રાખેલ 1.16 લાખની કિમતનું બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હતો એ ડીવીઝન પોલીસે તપાસ ચલાવી છે. નાની વાવડી ગામે ઉમિયા પાર્કના રહેવાસી લખજી રોહસિંઘ સોઢા (ઉ.વ.32) વાળાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 30 જાન્યુઆરીના રાત્રીથી તા. 31 જાન્યુઆરીના સવાર દરમીયાન ફરિયાદીનું બાઈક જીજે 36 એકયું 6410 કીમત રૂૂ 1,16,000 વાળું વાવડી રોડ પર આવેલ ભક્તિનગર સોસાયટીમાં રહેતા દેવીસીંગના ઘર સામે રાખ્યું હતું જે બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *