ધંધાના ભાગીદાર સહિત ચાર વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવાને જામનગર છોડી રાજકોટ રહેવા આવવું પડ્યું
રાજકોટમાં ફરી વ્યાજખોરનો આંતક સામે આવ્યો છે.એક પૂર્વ ભાગીદાર સહિત ચાર વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી કંટાળી જઈ યુવાને જામનગર મૂકી અને રાજકોટ રહેવા આવી ગયો હતો અને અહીંયા પણ વ્યાજખોરો ફોન કરી ધમકી આપતા હતા અને ઘરેથી ઉપાડી જવાની તેમજ પૈસાની ઉઘરાણી કરતા યુવાને કંટાળી જઇ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા આ મામલે જામનગરના ચારેય વ્યાજખોર સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
આ મામલે વધુ વિગતો મુજબ,રૈયા રોડ પર નહેરુનગર શેરી.2માં રહેતા રિયાજભાઈ હનીફભાઈ ખલીફા નામના મૂળ જામનગરના યુવાને એમના પૂર્વ ભાગીદાર જામનગરમાં ગુલાબ નગર રાજપાર્ક સોસાયટી માં રહેતા જગદીશભાઈ જેઠવાણી,જયરાજ લક્ષમણભાઈ લૈયા, પાર્થ લાભુ ગઢવી અને ઇમરાન અનવર ખેરાણી સામે બીએનએસ કલમ 351(1), 352, 54 તથા ગુજરાત નાણાની ધીરધાર કરનાર અધિનિયમ 2011 ની કલમ 5, 40 , 42 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.રિયાઝભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારી પત્ની ગુલ્નાઝ તથા મારી દિકરી સાથે ઉપરોક્ત નેહરૂૂનગર રાજકોટ ખાતે છેલ્લા આઠેક મહિનાથી ભાડેથી રહુ છુ.હું ડ્રાઇવીંગ કામ કરૂૂ છુ.મારે ત્રણ ભાઇ અને એક બહેન છે.મારા પિતા આશરે સત્તરેક વર્ષ પહેલા મરણ ગયેલ છે.
આરોપી જગદીશ સાથે ફરીયાદીએ ભગીદારીમાં ગાડી લે વેન્ચનો ધંધો કરતા જે ધંધામાં ખોટ આવતા જગદીસે રિયાઝભાઈ પાસેથી ધંધાકીય ખોટના રૂૂ.10,00,000/- ની જગ્યાએ રૂૂ.20,00,000/-ની વ્યાજ સહીતની પઠાણી ઉઘરાણી કરી હતી.તેમજ જયરાજ લૈયા પાસેથી ફરીયાદી રિયાઝભાઈએ પોતાના ધંધાના કામે માટે અલગ અલગ સમયે 20% વ્યાજે કુલ રૂૂ.5,50,000/- લીધેલ જે રકમનુ રૂૂ.2,10,000/- જેટલુ માતબર વ્યાજ ફરીયાદીએ જગદીશભાઈને નાઓએ રોકડ થી આપી દિધેલ હોય તેમ છતા રૂૂ.3,85,000/- ની હજુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હતા.
ત્યારબાદ આરોપી મિત્ર પાર્થ ગઢવીએ રૂૂપિયા 1,90,000/- 10% વ્યાજ લેખે આપી રૂૂપિયા 2,50,000/- ની પઠાણી ઉધરાણી કરી અવાર નવાર ધમકી આપતો હતો અને ઇમરાન ખેરાણીએ રિયાઝભાઈને રૂૂબરૂૂ તથા ફોન ઉપર જગદીશભાઈ, જયરાજભાઈ અને પાર્થ એ રિયાઝભાઈને વ્યાજે આપેલ રૂૂપિયાની પઠાણી ઉઘરાણી કરી ઉશ્કેરાય જઇ ગાળો આપી હતી તેમજ વ્યાજ સહિતના રૂૂપિયા પરત આપવા માટે ધાક ધમકી આપી પઠાણી ઉઘરાણી કરે છે અને મને માનસીક હેરાન પરેશાન કરે છે. અને ઇમરાન ખેરાણીનો તેના મોબાઇલ પરથી ગઇ તા.30/06ના રોજ રાત્રીના આશરે આઠેક વાગ્યે મારા ફોનમા ફોન આવેલ હતો. અને ફોનમા ઉપરોક્ત ત્રણેયના વ્યાજના રૂૂપિયાની પઠાણી ઉઘરાણી કરી મને જેમ તેમ બોલી મને કહેલ કે, આ ત્રણેય ના રૂૂપિયાનુ આજ રાત સુધીમાં કરી આપજે નહીતર તને ઉપાડી જામનગર લઇ જવો પડશે તેમ ધમકી આપ તા હુ ડરી જતા મે રાત્રે મારા ઘરે નેહરૂૂનગર ખાતે ફીનાઇલ પીધેલ હતી.આ મામલે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
