કોટડાસાંગાણીના દેવળિયા ગામે 10 દિવસ પૂર્વે આપઘાત કરી લેનાર પરણિતાએ સાસરિયાના ત્રાસથી પગલું ભરી લીધાની મૃતકની માતાના ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધ્યો છે.
મળતી વિગતો મુજબ મૂળ અલીરાજપુર જીલ્લાના મુળ-સેવડ ગામના વતની હાલ જામજોઘપુરના જેરામભાઇ વઘાસીયા ની વાડીએ ખેત મજુરી કરતા પારીબેન દિતુભાઇ મોહનસિંગ જમારાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાકેશભાઈ ઉર્ફે પારસ ગુલસિહ કનેશ, ગુલસિહ કનુભાઈ કનેશ અને સંતુબેન ગુલસિંહ કનેશનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ રવીના લગ્ન ભાભરાના વતની હાલ કોટડાસાંગાણીના દેવળિયા ગામે રહેતા રાકેશભાઇ ઉ ફે પારસ ગુલસિંહ કનેશ સાથે થયા હતા. રવીના પોતાના પતિ તથા સાસુ સંતુબેન તથા સસરા ગુલ સિંહ સાથે દેવડીયા ગામે રહેતા હતા અને વાડીમાં ભાગીયુ રાખતા હતા દિકરીના લગ્ન જીવન દરમ્યાન સંતાનમાં એક દિકરો થયેલ જે હાલ એક વર્ષનો છેં.રવીનાને લગ્નના થોડા સમય બાદ તેના પતિ તથા સાસુ સસરાએ સારી રીતે રાખેલ બાદ તેનો પતિ તથા સાસુ-સસરા અવાર નવાર કામ બાબતે મેણા ટોણા મારી દુખ ત્રાસ આપતા હતા.
દીકરી ફોન માતાને અવાર નવાર વાત કરતી કે મારા સાસુ સસરા અને મારો પતિ મને નાની નાની વાતમા તેમજ કામ બાબતે મેણા ટોણા મારી દુ:ખ ત્રાસ આપે છે. એકાદ વર્ષ પહેલા મારી દિકરીનો ફોન આવેલ અને વાત કરે લ કે પતિને હોળી ઉપર મારે મારા પીયર જવાનુ કહેતા મારા પતિ એ મને ના પાડેલ અને મને કહેલ કે તારે પી યર નથી જવાનુ તેમ કહી મને લાફો તેમજ ઢીકા પાટનો માર મારેલ હતો.ગઇ તા. 10/1/2 026 ના સવારના સાડા નવેક વાગ્યે મારા જમાઇ રાકેશ ઉર્ફે પારસનો ફોન આવેલ અને વાત કરેલ કે રવીનાએ પોતાની મેળે દવા પી ગયેલ છે અને કોટડાસાંગાણી સરકારી હોસ્પીટલ લઇ જઈએ છીએ અને થોડીવાર પછી જમાઇને ફોન કરેલ તો જમાઇ કહેલ કે રવીના મરણ ગયેલ છે. રવીનાને તેનો પતિ રાકેશભાઈ ગુલસિંહ કનેશ તથા તેના સાસુ સંતુબેન તથા સસરા ગુલસિંહ એ માનસિક દુખ ત્રાસના કારણે દીકરી રવાના કંટાળી જઈ મરવા મજબુર થઇ હોય જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
