વ્યાજખોરોના ત્રાસથી કંટાળી થોરાળાના યુવાનનો એસીડ પી આપઘાતનો પ્રયાસ

શહેરમાં વ્યાજખોરો બેકાબુ બન્યા છે.થોરાળામાં રહેતા યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યાનું સામે આવતા થોરાળા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.…

શહેરમાં વ્યાજખોરો બેકાબુ બન્યા છે.થોરાળામાં રહેતા યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યાનું સામે આવતા થોરાળા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
વધુ વિગતો મુજબ,નવા થોરાળામાં રહેતો અને ઢેબર રોડ ઉપર ફર્નિચરની દુકાનમાં કામ કરતો સાગર ધનજીભાઈ ચૌહાણ નામના યુવકે તેના બીમાર પુત્રની સારવાર કરવા માટે નાણાની જરૂૂર હોય પોણા બે વર્ષ પહેલા શની ઉર્ફે બોબડો પ્રભુભાઈ સોલંકી પાસેથી પોણા બે વર્ષ પહેલા 10 ટકા લેખે 1 લાખ રૂૂપીયા વ્યાજે લીધા હતા. દરમિયાન દર મહિને 10000 વ્યાજ ચુકવતો હતો.

છેલ્લા ચારેક માસથી વ્યાજના પૈસાની સગવડ ન થતા આપી શકયો ન હોય જેથી ઉશ્કેરાયેલા સોલંકીએ ફોન તેમજ રૂૂબરૂૂ ઘસી આવી પઠાણી ઉઘરાણી કરતો હોય, જેથી કંટાળી ગઈ તા. 10ના રોજ ભાવનગર રોડ પર આરએમસીના ઢોર ડબ્બા પાસે એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને તેની માતાને જાણ કરી હતી. દરમિયાન તેના પરિવારજનોએ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. દરમિયાન પોલીસની પુછપરછમાં તેને વ્યાજખોર શની સોલંકીના ત્રાસથી કંટાળી આ પગલુ ભર્યુ હોવાનું જણાવી ફરિયાદ કરતા થોરાળા પોલીસ મથકના એ.એસ.આઈ. જી.ડી.શિયાળ સહિતના સ્ટાફે ગુનો નોંધી શની સોલંકીને પકડી લેવા હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *