કાલાવડમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી ગેરેજ સંચાલકે એસિડ પીધું

કાલાવડમાં રહેતાં અને ગેરેજ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતાં યુવાને ઈકો કાર લેવા માટે ત્રણ લોકો પાસેથી રૂા.6 લાખ વ્યાજે લીધા હતાં. જે છ લાખના હાલ…

કાલાવડમાં રહેતાં અને ગેરેજ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતાં યુવાને ઈકો કાર લેવા માટે ત્રણ લોકો પાસેથી રૂા.6 લાખ વ્યાજે લીધા હતાં. જે છ લાખના હાલ 9 લાખ થઈ ગયા છે. વ્યાજખોરોનું ઉઘરાણી અને ધમકીથી કંટાળી ગેરેજ સંચાલક યુવાન એસીડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. વિગત મુજબ, કાલાવડમાં આવેલી ગ્રામ પંચાયત સામે રહેતાં નરેશભાઈ જીવરાજભાઈ સોલંકી (ઉ.40) રાત્રીનાં નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતા ત્યારે એસીડ પી લીધું હતું. ગેરેજ સંચાલકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે કાલાવડ પોલીસને જાણ કરતાં કાલાવડ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.પ્રાથમિક પુછપરછમાં નરેશભાઈ સોલંકી છ ભાઈમાં નાના છે અને તેમને સંતાનમાં એક પુત્રી છે. નરેશભાઈ સોલંકી ગેરેજનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. નરેશભાઈ સોલંકીએ ઈકો ગાડી લેવા માટે ત્રણ લોકો પાસેથી છ લાખ વ્યાજે લીધા હતાં. જે છ લાખના હાલ નવ લાખ થઈ ગયા છે. વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી કંટાળી નરેશભાઈ સોલંકીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે કાલાવડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *