ખેડામાં હચમચાવતી ઘટના: પરિણીતા બે દિકરીને નહેરમાં ફેંકી પોતે પણ કૂદી, પતિ પણ કુદ્યો, ચારેયના મોત

એક જ પરિવારના ચારેયના મોતથી શોક, ઘરકંકાસ હોવાનું પ્રાથમિક તારણ કપડવંજમાં સામૂહિક આપઘાતની હચમચાવી દેતી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં હડકંપ મચ્યો છે. ફતિયાવાદ પાસેથી…

એક જ પરિવારના ચારેયના મોતથી શોક, ઘરકંકાસ હોવાનું પ્રાથમિક તારણ

કપડવંજમાં સામૂહિક આપઘાતની હચમચાવી દેતી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં હડકંપ મચ્યો છે. ફતિયાવાદ પાસેથી પસાર થતી નર્મદા નહેરમાં એક જ પરિવારના 4 સભ્યોએ મોતની છલાંગ લગાવી ચારેય ચાર લોકોના કરુણ મોત નિપજ્યા છે, ત્યારે હાલ આ સમગ્ર મામલે ફાયર વિભાગની ટીમે ચારેય મૃતદેહને બહાર કાઢતા પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. ખેડા-કપડવંજ ફતિયાવાદ પાસે પસાર થતી કેનાલમાં આજે બપોરના સમયે એક પરિણીતા મહિલા અગમ્ય કારણોસર પોતાની બે માસૂમ પુત્રીઓ સાથે સામૂહિક આપઘાત કરવા ફતિયાવાદ પુલ પર પહોંચી હતી.

જ્યાં પુલ પરથી પરિણીતાએ પોતાની બે માસૂમ પુત્રીઓ સાથે નર્મદા નહેરમાં મોતની છલાંગ લગાવી હતી.ઘટનાને નજરે જોનાર લોકોના કહેવા અનુસાર ફતિયાવાદ પુલ પરથી પરિણીતાએ પહેલા બંને પુત્રીઓને નહેરમાં ફેંકી દીધી હતી અને પછી પોતે પણ નહેરમાં કૂદી મોતની છલાંગ લગાવી દીધી હતી. જે ઘટનાની જાણ થતાં પરિણીતાનો પતિ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પત્ની અને પુત્રીઓને નહેરમાં જોઈ તેણે પણ નહેરમાં કૂદકો મારી દીધો હતો.

જોતજોતામાં જ પતિ, પત્ની અને બે માસૂમ પુત્રીઓ નહેરના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. એક જ પરિવારના ચાર સભ્યો નહેરમાં કૂદી પડ્યાની ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ઘટનાની જાણ થતાં જ કપડવંજ ફાયર બ્રિગેડ અને આતરસુંબા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય શરૂૂ કર્યું હતું.

ફાયર બ્રિગેડના જવાનો દ્વારા નહેરના ધસમસતા પાણીમાં ચારેયની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂૂ કરાયું હતું. જેમાં ચારેયના મૃતદેહોને નહેરમાંથી બહાર કઢાતા નહેર કિનારે કાળજું કંપાવતા દ્રશ્યો સર્જાયા હતા. બાદમાં પોલીસે આ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા અને સમગ્ર મામલે તપાસ શરૂૂ કરી છે. ત્યારે એક જ પરિવારના ચાર સભ્યોએ એક સાથે સામૂહિક રીતે મોત વ્હાલું કરતા આ હચમચાવતી ઘટનાના સમાચાર વાયુ વેગે ફેલાતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *