ખંભાળિયામાં ડાયરેક્ટ કનેક્શન લઈને વીજચોરીના ગુનામાં ત્રણ વર્ષની કેદ અને દંડ

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા મરીયમબેન મુસાભાઈ સુંભણીયા દ્વારા પોતાના ઘરમાં કાયદેસરનું વીજ મીટર મેળવ્યા વગર ગેરકાયદેસર રીતે પોતાના ઘરની બાજુમાં આવેલા…

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા મરીયમબેન મુસાભાઈ સુંભણીયા દ્વારા પોતાના ઘરમાં કાયદેસરનું વીજ મીટર મેળવ્યા વગર ગેરકાયદેસર રીતે પોતાના ઘરની બાજુમાં આવેલા પીજીવીસીએલના વીજ લાઈનના પોલમાંથી અનધિકૃત રીતે પોતાનો સર્વિસ વાયર જોડીને પોતાના ઘરે મેઈન સ્વીચમાં ગેરકાયદેસર રીતે વીજ પુરવઠો મેળવવામાં આવતો હોવાનું તા. 15 ડિસેમ્બર 2022 ના રોજ પીજીવીસીએલની ટીમના વીજ ચેકિંગમાં ખુલવા પામ્યું હતું. જેમાં ઉપરોક્ત આસામીએ રૂૂપિયા 1,10,746 ની વીજચોરી કરી હોવાનું જાહેર થયું હતું.

આ વીજચોરી અંગે પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા આરોપી વિરુદ્ધ ફરિયાદ બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. જે અંગેનો કેસ ખંભાળિયામાં પ્રિન્સિપલ સેશન્સ અને સ્પેશિયલ (ઇલેક્ટ્રીક) કોર્ટના જજ શ્રી સમીર વ્યાસની કોર્ટમાં ચાલી જતા આ અંગે મહત્વના સાક્ષીઓની તપાસ સાથે મદદનીશ સરકારી વકીલ બી.એસ. જાડેજા દ્વારા કરવામાં આવેલી દલીલોને ધ્યાનમાં લઇને નામદાર અદાલતે આરોપી મરીયમબેન મુસાભાઈ સુંભણીયાને તકસીરવાન ઠેરવી, ત્રણ વર્ષની સખત કેદ તથા રૂૂ. 6,64,475 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *