ગોંડલના ભોજપરા ગામે ઝેરી દૂધ પાઈ ત્રણ શ્ર્વાનની હત્યા

મનુષ્યના વફાદાર દોસ્ત તરીકે શ્વાન અને બિરદાવવામાં આવે છે ત્યારે ગોંડલ તાલુકાના ભોજપરા ગામે ઝેરી પદાર્થ ભેળવેલ દૂધ ત્રણ સ્વાન પી જતા તેમના મોત નીપજતા…

મનુષ્યના વફાદાર દોસ્ત તરીકે શ્વાન અને બિરદાવવામાં આવે છે ત્યારે ગોંડલ તાલુકાના ભોજપરા ગામે ઝેરી પદાર્થ ભેળવેલ દૂધ ત્રણ સ્વાન પી જતા તેમના મોત નીપજતા ગામોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી ગ્રામજનો અને ગામના આગેવાન વિપુલભાઈ પરમારને ઘટનાની જાણ થતા તંત્રને વાકેફ કરવામાં આવ્યું હતું પરિણામે એનિમલ ડોક્ટર અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ગ્રામજનોનાં જણાવ્યા મુજબ ગામ નાજ કોઈ શખ્સને સ્વાન પ્રત્યે રાગદ્વેષ હોય તેના દ્વારા દૂધમાં ઝેર ભેળવી શ્વાન ને પીવડાવી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. એક જગ્યાએ ઝેરી પદાર્થ ભેળવેલ દૂધનું વાસણ પણ મળી આવ્યું છે જેની પોલીસ તંત્રને જાણ કરાઇ છે. સમગ્ર ભોજપરા ગામમાં ઘણા સ્વાનનો વસવાટ છે. કેટલા શ્ર્વાને દૂધ પીધું છે તે હાલ કહી શકાય તેમ નથી. અત્યારે ત્રણ સ્વાન મૃત હાલતમાં મળી આવ્યા છે જ્યારે એક શ્વાન અંતિમ શ્વાસ લેતું હોય તેને તબીબ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *