શાપર-વેરાવળના વ્યાજખોરો દ્વારા શાકભાજીના વેપારીને વ્યાજે આપેલ રૂૂ.3.50નું પઠાણી વ્યાજ વસુલવા ત્રણ મોટરસાયકલ અને દાગીના પડાવી લઇ કોરા ચેક પાછા નહી આપી ધમકી આપતા આ મામલે બે સગા ભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ શીતળા મંદીર, પાવર હાઉસની પાછળ, બહુચરાજી માતાના મંદીર પાસે રહેતા અને શીતળા મંદીર પાવર હાઉસ પાસે શાકભાજીનો વેપાર કરતા ઇરફાનભાઈ નાથાભાઇ વિશાળની ફરિયાદને આધારે લોધિકાના ઢોલરા ગામના ધમેન્દ્ર ઉર્ફે મુન્ના મધુભાઈ દવેરા અને શાપર વેરાવળના દિનેશભાઈ મધુભાઈ દવેરાનું નામ આપ્યું છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષ 2020 માં નાનાભાઈ શાહરૂૂખનું પારડી નજીક એક્સીડન્ટ થયેલ જેમાં તેને ગંભીર ઇજાઓ થયેલ હોય જેથી દવાખાનાનો ખર્ચ વધી ગયેલ અને 2024 માં ભાઇ શાહરૂૂખનું રાજકોટ હોસ્પીટલમાં ઓપરેશન કરાવ વાનું હોય અને રૂૂપીયાની જરૂૂરીયાત હોય જેથી ઢોલરા ગામના ધર્મેન્દ્ર ઉર્ફે મુન્નાભાઈ મધુભાઇ દવેરા પાસેથી કટકે કટ કે કુલ 3 લાખ 50 હજાર રૂૂપીયા વ્યાજે લીધેલ હતા અને સામે પિતાના નામનું બુલેટ મો.સા. નં. જી. જે.-03-એલ.સી. 7960 તથા માતા જુબેદાબેનના નામનું સ્પ્લેન્ડર મોટર સાયકલ તથા બીજુ તેનું સ્પ્લેન્ડર મોટર સાયકલ એમ કુલ ત્રણ વાહન તથા બે જોડી સોનાની બુટ્ટી એમ સીક્યુરીટી પેટે આ ધર્મેન્દ્ર ઉર્ફે મુન્નાભાઈ મધુભાઈ દવે રા તથા તેના સગા ભાઈ દીનેશભાઈ મધુભાઇ દવેરાને આપેલ હતા.
ઈરફાન દ્વારા દરરોજ રૂૂ, 1500 જે ક્યારેક ધમેન્દ્ર ઉર્ફે મુન્નાભાઈ મધુભાઈ દવેરાના એકાઉન્ટમાં તથા ક્યારેક દીનેશભાઈ મધુભાઇ દવેરાના એકાઉન્ટમાં જમા કરાવતો હતો તેમજ દર ગુરૂૂવારે તથા સોમવારે રૂૂ. 5000 રોકડા આ ધર્મેન્દ્રભાઇ દવેરાને આપતો હતો અને 2,80,000 રૂૂપીયા તેઓને આપી દીધેલ બાદ આ ધર્મેન્દ્રભાઇએ કહેલ કે તને બે મોટર સાયકલ પાછા આપી દઇશ તુ મને બે કોરા ચેક સીક્યુરીટી પેટે આપી દે જેથી ઈરફાને ધર્મેન્દ્રને કોટક મહિન્દ્ર બેન્કના બે કોરા ચેક આપેલ પરંતુ ધર્મે ન્દ્રભાઇએ ઈરફાનને મોટર સાયકલ પાછા આપેલ નહી અને બહાના બતાવેલ બાદ ધર્મેન્દ્ર દવેરા તથા દીનેશ દવેરાને રૂૂ. 15000 આપવાના બાકી રહેતા હતા ઈરફાને તા. 27/07/2024 ના રોજ ધર્મેન્દ્રને વાત કરે લ કે બાકીના 15000 તમને આપી દવ અને હીસાબ કરી મને મારા વાહનો તથા બુટ્ટી તથા ચેક પાછા આપી દો તેમ વાત કરતા ધર્મેન્દ્રએ તેને ઢોલરા તેમના ઘરે બોલાવેલ જ્યા ધર્મેન્દ્રભાઇ તથા દીનેશભાઇ દવેરા બન્ને હા જર હતા જેથી તેમને 15000 રૂૂપીયા આપેલ અને વસ્તુ પાછી આપવાનું કહેતા ધર્મેન્દ્રએ કહેલ કે તે લીધેલ રૂૂપીયા હજુ ભરાણા નથી તારે હજુ રૂૂપીયા આપવાના બાકી છે.
આ તો ફક્ત વ્યાજ આપેલ છે તેમ કહી બેફામ ગાળો આપી અને ધર્મેન્દ્ર તથા દીનેશ દવેરાએ લાકડીથી મારમાર્યો હતો. અને માતા જુબેદાબેનને ગાળો દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રણ વાહન તથા બે જોડી સોનાની બુટ્ટી તથા બે કોરા ચેક બળજબરીથી પડાવી લેનાર બન્ને સામે ફરિયાદ નોંધાઈ છે.
