પુત્રની જન્મદિવસની ઉજવણી માટે દમણથી દારૂ લઇ આવતા રાજકોટના ત્રણ શખ્સો ઝડપાયા

બગોદરા વટામણ ચોકડી પાસે રાત્રિના નાઈટ પેટ્રોલિંગમાં રહેલી પોલીસે પસાર થતી ગાડીની તલાસી લેતા જેમાંથી મોટી માત્રામાં દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂૂ કાર…

બગોદરા વટામણ ચોકડી પાસે રાત્રિના નાઈટ પેટ્રોલિંગમાં રહેલી પોલીસે પસાર થતી ગાડીની તલાસી લેતા જેમાંથી મોટી માત્રામાં દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂૂ કાર અને મોબાઈલ સહિત 7,13,302 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને કાળા કલરની ગાડી નંબર જીજે-3-પીજે-0022 પણ કબજે કરવામાં આવી છે.
ત્યારે આ ગાડી શંકાસ્પદ હાલતમાં પસાર થવા જઈ રહી હતી અને ગાડીના કાચ પણ કાળી પટ્ટી વાળા હતા.

ત્યારે પોલીસને શંકા જતા ઉભી રાખી અને જેની તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાંથી વાદળી કલરના ઝબલામાં ભરેલા વિદેશી દારૂૂની 661 બોટલ કિંમત રૂા.બે લાખની મળી આવેલ હતી ત્યારે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવેલ છે. જેમાં મૌલિક રાજેશભાઈ ડાભી રહેવાસી કોઠારીયા રોડ હુડકો ચોકડી, રાજકોટ અનિકેત સંજયભાઈ ચાવડા રહેવાસી હુડકો આશાપુરા શેરી નંબર ચાર રાજકોટ તેમજ યાંત્રિક મનીષભાઈ મહેતા રહેવાસી રણુજા મંદિર પાછળ શિવધામ શેરી નંબર 3 રાજકોટ વાળા ની ધરપકડ કરવામાં આવી છે જ્યારે તપાસ દરમિયાન આ દારૂૂ દમણથી લાવ્યા હતા અને પુત્રની બર્થ ડે પાર્ટીમાં ઉપયોગમાં લેવાનો પણ તેમને પોલીસને જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *