જેતપુર હાઇવે ઉપર જેતલસર પાસે જાહેર રોડ પર બીભસ્ત ચેનચાળા કરતા એક પુરુષ અને બે મહિલાની પોલીસે ધરપકડ કરી છે. જાહેર સ્થળો પર અશોભનીય વર્તન અને નિર્લજ્જ ચેષ્ટાઓ કરનારા તત્વો સામે રાજકોટ ગ્રામ્ય પોલીસે લાલ આંખ કરી છે. જેતપુર તાલુકા પોલીસની ટીમે ચેકિંગ દરમિયાન જેતલસર ગામ પાસે પેટ્રોલિંગ દરમિયાન જાહેર માર્ગ પર બિભત્સ ઇશારા કરતા એક પુરુષ અને બે મહિલાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ સામંતભાઈ સાપરા તથા તેમની ટીમના એમ.કે. રંગપરા, એ.આર. ગંભીર અને મહિલા કોન્સ. રીનાબેન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન જેતલસર ગામે ગલગલીયા હોટલ અને કિંગ કાર સર્વિસ પાસે જાહેર રોડ પર એક પુરુષ અને બે મહિલાઓ શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા હતા. અને ત્રણેય બીભસ્ત ચેનચાળા કરતા મળી આવ્યા હતા. પોલીસે કિશનભાઇ દિનેશભાઇ અગ્રાવત (રહે. નવાગઢ, જેતપુર) મલ્તી દેવી રાજેન્દ્રકુમાર (રહે. હાલ પીસફુલ સ્પા, જેતલસર; મૂળ ઉત્તર પ્રદેશ) જ્યોતી ચંદ્રકાંત નંદી (રહે. હાલ પીસફુલ સ્પા, જેતલસર; મૂળ મહારાષ્ટ્ર) સામે ગુજરાત પોલીસ અધિનિયમ (GP Act) 1951ની કલમ 110 અને 117 મુજબ ગુનો નોંધ્યો હતો.
