જેતપુરમાં જમીન બાબતે ચાલતા વિવાદમાં મામા-મામીનો બે ભાણેજ સહિત 3 ઉપર હુમલો

જેતપુરના વેપારીને જમીન બાબતે સગા મામા સાથે ચાલતા વિવાદમાં મામા-મામી સહિતના પરિવારના સભ્યોએ બે ભાણેજ સહીત ત્રણ ઉપર હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ…

જેતપુરના વેપારીને જમીન બાબતે સગા મામા સાથે ચાલતા વિવાદમાં મામા-મામી સહિતના પરિવારના સભ્યોએ બે ભાણેજ સહીત ત્રણ ઉપર હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ જેતપુરમાં રેલ્વેફાટક પાસે શીવકુપા સોસાયટીમાં રહેતા અને સાડીની ડીઝાઈનનું કામ કતા હાર્દિકભાઈ વજુભાઈ પેથાણી (ઉ.વ.30)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના સગા મામા મુકેશ વીરજી લાખાણી,હરીભાઈ વિરજીભાઈ લાખાણી,રેણુકાબેન મુકેશભાઈ લાખાણી અને યશ હરિભાઈ લાખાણીનું નામ આપ્યું છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા 1ના હાર્દિકભાઈ તેના પરીવારના સભ્યો તથા શેરીમાં રહેતા લોકો તેમના ઘરે ગણપતી બાપાની આરતી કરતા હતા તે દરમ્યાન મારા માસાના ફોનમાં મારા સગા મામા મુકેશભાઈ વિરજીભાઈનો ફોન આવેલ અને કહેલ કે તમે કેમ આપણા કારખાનાની જમીન મારા નામે કરતા નથી તેમ કહી અને માસા વસંતભાઇને જેમફાવે તેમ ગાળો આપવા લાગેલ અને મુકેશભાઈએ રેલ્વે ફાટક પાસે મળવા બોલાવ્યા હતા.

જેથી માસા વસંતભાઈના ઘરે રહેવા કહ્યુ અને હાર્દિકભાઈ સાથે તેના મોટોભાઇ દિવ્યેશભાઇ તથા માસાનો દિકરો ધવલભાઈ તેમ ત્રણેય રેલ્વે ફાટક પાસે મામા મુકેશમામાને સમજાવવા ગયેલ તો મુકેશભાઇએ ત્રણેયને જેમફાવે તેમ ગાળો આપવા લાગેલ અને આ દરમ્યાન મુકેશભાઈએ તેના ફોનમાંથી મોટા મામા હરીભાઈને ફોન કરીને કહેલ કે તમે જુનાગઢ રેલ્વેફાટકે આવો તેમ ફોનમાં વાત કરેલ અને થોડીવારમાં મોટા મામા હરીભાઈ તેમની કાળા કલરની કેટા ગાડી લઇને આવેલ જેમાંથી હરીભાઇ તથા મામી રેણુકાબેન મુકેશભાઇ લાખાણી અને યશભાઇ હરીભાઇ લાખાણી હાથમાં લાકડી લઈને ઉતરેલ નિચે ઉતરેલ અને હુમલો કરી મારમાર્યો હતો. જેમાં હાર્દિકભાઈ સાથે તેના દિવ્યેશભાઈ ને ઢીકાપાટોનો માર મારવા લાગેલ જે થી મારા માસીના દીકરા ધવલભાઈ અમોને મારથી બચાવવા જતા રેણુકા બેને ધવલભાઈને વાસાના ભાગે તથા જમણા હાથમાં લાકડી મારી હતી. દેકારો થતા બધા ક્રેટા ગાડી લઈને ભાગી ગયા હતા. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *