રફાળેશ્ર્વરના મેળામાં ચોરી કરતી બે સગીરા ઝડપાઇ, ધરપકડથી બચવા પોલીસ સામે આક્ષેપ

સાયલાના દેવી પૂજક પરિવારની પુત્રીને પોલીસે મારમાર્યાના આક્ષેપ સાથે ગૃહમંત્રીને રજૂઆત મોરબી નજીક રફાળેશ્ર્વરના મેળામાં ભીડનો લાભ લઇ ચોરી કરવા ધુસેલી દેવી પૂજક પરિવારની બે…

સાયલાના દેવી પૂજક પરિવારની પુત્રીને પોલીસે મારમાર્યાના આક્ષેપ સાથે ગૃહમંત્રીને રજૂઆત

મોરબી નજીક રફાળેશ્ર્વરના મેળામાં ભીડનો લાભ લઇ ચોરી કરવા ધુસેલી દેવી પૂજક પરિવારની બે સગીરાએ સોનાનો ચેઇન અને પાકીટ ચોરી લેતા મામલો પોલીસ પાસે પહોચતા મોરબી તાલુકા પોલીસે બે સગીરાની પૂછપરછ કરી હતી બને સગીરા હોવાથી પોલીસે પરિવારને સોંપી હતી બાદમાં દેવીપૂજક પરિવારે બે પુત્રીને મારમાર્યાના ઓક્ષપ સાથે પોલીસ અધિકારીઓને ફરિયાદ કરી હતી. ઉલ્ટા ચોર કોટ વાલકો ડાંટે જેવો ઘાટ સર્જાતા પોલીસ પણ મુઝવણમાં મુકાઇ ગઇ હતી.

સાયલા ગ્રામ્યમાં રહેતો દેવીપૂજક પરિવાર મોરબીના રફાળેશ્વર ખાતે અમાસના મેળામાં ગયા બાદ પરિવારની રજૂઆત મુજબ તેમની 10થી 12 વર્ષની બે સગીર પિતરાઇ બહેનો પાણીના પાઉચનો વેપાર કરતી હતી. તે સમયે મોરબી પોલીસના સ્ટાફ્ દ્વારા બન્નેને તમે મેળામાં ચોરીનો આરોપ લગાવી લઇ જઈ માર માર્યો હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે.

તેમજ જો નહીં આપો તો મેળામાં ચોરીના 40 બનાવ બનેલ છે. તે તમામનું આળ તમારી દીકરીઓ પર લગાવીશું તેમ જણાવ્યું હતું. પરિવારની રજૂઆત પ્રમાણે ગત તા.23મીથી 27મી ઓગસ્ટ સુધી બન્ને સગીરાને મોરબી તાલુકા પોલીસ દ્વારા તેઓની અટકમાં રાખી પટ્ટા વડે તેમજ ઇલેક્ટ્રિક શોર્ટ આપી પરાણે ચોરીના ગુનાની કબૂલાત કરાવવા પ્રયત્નો કર્યા હતા તેમજ સોમવાર સુધી ગોંધી રાખી ઢોર માર મરાયાના આક્ષેપ સાથે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક, સુરેન્દ્રનગર એસપી, જિલ્લા કલેક્ટર, રાજ્યના ગૃહમંત્રી સહિતને લેખિત રજૂઆત સાથે આ બાબતે ન્યાય અપાવવાની અપીલ કરતા ખાખી બેડામાં દોડધામ મચી જવા પામી છે.

ભોગ બનનાર પરીવારની બન્ને સગીરાઓને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. ત્યારે પણ પરિવારે આ બાબતે ન્યાયની માંગણી દોહરાવી જવાબદારો સામે પગલા ભરવાની માંગ ઉચ્ચારી હતી.
રફાળેશ્ર્વરના મેળામાં પાકિટ અને મોબાઇલ ચોરી તેમજ સોનાના દાગીના ચોરીના બનાવો બન્યા હોય જેમાં ચેઇનની ચોરી કરતા બંને સગીરા રંગેહાથ પકડાઇ હતી જોકે તેની પાસેથી મુદ્દામલ કબજે કરી હતી તેની પૂછપરછ કરી પરિવારને સોંપ્યા બાદ દેવીપૂજક પરિવારે પોલીસે મારમાર્યાનું નાટક કર્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *