જામનગર પંથકમાં બે વાહન અકસ્માતમાં પિતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિને ગંભીર ઇજા

જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં જુદા જુદા બે વાહન અકસ્માત સર્જાયા હતા. જે અકસ્માતમાં પિતા પુત્ર સહિત ત્રણ વ્યક્તિને નાની મોટી ઈજા થઈ છે, અને સારવાર…

જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં જુદા જુદા બે વાહન અકસ્માત સર્જાયા હતા. જે અકસ્માતમાં પિતા પુત્ર સહિત ત્રણ વ્યક્તિને નાની મોટી ઈજા થઈ છે, અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. જે બંને અકસ્માત મામલે પોલીસ ફરિયાદ કરાઇ છે.

જામનગર ના રણજીતસાગર રોડ પર રહેતા પરેશ વલ્લભભાઈ અજુડીયા (46) કે જેઓ ગઈકાલે પોતાના પુત્ર ને મોટર સાયકલમાં પાછળ બેસાડીને લાલપુરના નાના ખડબા ગામથી લાલપુર તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન વાવડી ગામના પાટીયા પાસે સામેથી આવી રહેલા જીજે -2 એ 2160 નંબરના બાઈકના ચાલકે ઠોકર મારી દેતાં પિતા પુત્ર બંને ઘાયલ થયા છે, અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માત મામલે લાલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માત નો બીજો બનાવ લાલપુર તાલુકાના મોટી ખાવડી નજીક બન્યો હતો, ત્યાં એક સ્થળે માલ સામાન ખાલી કરાવવા માટે ઊભેલા પ્રશાંતપુરી દિલીપપુરી ગોસાઈ નામના 25 વર્ષના યુવાનને પાછળથી આવેલા એક ટ્રકના ચાલકે ઠોકરે ચડાવતાં બંને વાહનો વચ્ચે દબાઈ જવાથી પ્રશાંતપુરી ગોસાઈને હડફેટમાં લઈ હડફેટમાં લીધો છે અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે આ અકસ્માત મામલે જી.જે. -1 એચ.ટી. -4142 નંબરના ટ્રકના ચાલક ઇમરાન કાદરભાઈ ફકીર સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *