સુત્રાપાડાના પાલડી ગામે વિદેશી દારૂની 215 બોટલ સાથે ત્રણ શખ્સ ઝડપાયા

  એલ.સી. બી.ના પો.ઇન્સ. એમ.વી.પટેલ ના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ. પ્રવિણભાઇ મોરી ,પો.કોન્સ.…

 

એલ.સી. બી.ના પો.ઇન્સ. એમ.વી.પટેલ ના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ. પ્રવિણભાઇ મોરી ,પો.કોન્સ. રવિરાજસિંહ બારડ , એલ.સી.બી.ના પો.હેડ કોન્સ. ગોવીંદ સિંહ વાળા ,કમલેશભાઇ પીઠીયા તથા પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહીલ ને મળેલ સંયુકત બાતમી આધારે નવાબંદર મરીન પો.સ્ટે. વિસ્તારના પાલડી ગામે સાયકલોન સેન્ટર સામે આરોપી ઓને ભારતીય બનાવટની વિદેશી દારૂૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો સાથે પકડી પાડી નવાબંદર મરીન પો.સ્ટે. ગુન્હો રજી.કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

જેમાં આરોપીઓ (1) સાગરભાઇ ભીમાભાઈ ઝાલા, ઉવ.21 ધંધો ખેતીકામ રહે.ગામ.વાસાવડ(2) નિલેશભાઈ હરીભાઈ સોલંકી, ઉ.વ.ર1 ધંધો ખેતીકામ રહે.કવાસ નવાપર વિસ્તાર તા. સુત્રપાડા (3) સંદીપસિંહ વિઠ્ઠલભાઇ ઝાલા, ઉવ.20 ધંધો ખેતીકામ રહે ગામ, વાસાવડ વાડી વિસ્તાર તા.સુત્રપાડાને ઝડપી લીધા હતા જયારે (4) અકરમ હનીકભાઇ મુન્સી (5) વસીમભાઈ, (6) સુભાષભાઇ વાળા રહે.કડવાસણ, (7) વીપુલભાઇ ગઢીયા રહે.પ્ર. પાટણવાળાને ઝડપી લેવા તજવીજ હાથ ધરાઇ છે.

કબ્જે કરેલ મુદામાલમાં ભારતીય બનાવટના વિદેશી દારૂૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ 215 રૂૂા.49,700 (ર) સુઝુકી કંપનીની સ્વીફટ કાર રૂૂ 300000 (3) મો.સા. જેનાGJ-32-P-5575 રૂૂ.30, 000(3) મોબાઇલ 03 રૂૂ.11,000 સહીત રૂૂ.3,90,700નો મુદામાલ કબજે કરાયો છે.

આ કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ એલ.સી.બી. પો.ઇન્સ.એમ.વી.પટેલ, પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ, પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ. પ્રવિણભાઇ મોરી , પો.કોન્સ. રવિરાજસિંહ બારડ , એલ.સી.બી.ના પો.હેડ કોન્સ. ગોવીંદસિંહ વાળા કમલેશભાઇ પીઠીયા , પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહીલ, ડ્રા.પો.હેડ કોન્સ. પ્રકાશભાઇ સોલંકી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *