પ્રભાસપાટણમાં 1.5 કિલો ગાંજાના જથ્થા સાથે ત્રણ ઇસમો ઝડપાયા

એલ.સી.બી. ગીર સોમનાથના પો.ઇન્સ એસ.વી.રાજપુત તથા એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.કાગડા તથા પો.સબ.ઇન્સ. આર.એચ.સુવા તથા એસ.ઓ.જી. શાખાના પો.સ્ટાફ સાથે પ્રભાસ પાટણ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા…

એલ.સી.બી. ગીર સોમનાથના પો.ઇન્સ એસ.વી.રાજપુત તથા એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.કાગડા તથા પો.સબ.ઇન્સ. આર.એચ.સુવા તથા એસ.ઓ.જી. શાખાના પો.સ્ટાફ સાથે પ્રભાસ પાટણ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમિયાન પો.હેડ.કોન્સ. અનિરુધ્ધસિંહ જયવંતસિંહ તથા પો.કોન્સ. નદીમભાઇ શેરમહમદ નાઓને અંગત અને વિશ્વાસુ બાતમીદારથી મળેલ બાતમી હકીકત આધારે પ્ર.પાટણ ભણશારી વાવ વિસ્તારમાં દરિયાઇ પટ્ટી પાસે આવેલ રજાક હાજીભાઇ ચૌહાણના રહેણાંક મકાને થી ત્રણ આરોપીઓને માદક પદાર્થ ગાંજો (મારીજુઆના/હશીશ)ના જથ્થા સાથે પકડી પાડી પ્ર.પાટણ પો.સ્ટે. ખાતે એન.ડી.પી.એસ. એકટ કલમ 8(સી), 20(2)(બી).29 મુજબ ગુનો રજી.કરવામાં આવેલ છે.

કબ્જે કરેલ મુદ્દામાલ (1) ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો (મારીજુઆના/હશીશ) જથ્થો નેટ વજન-1500 ગ્રામ કિ.રૂૂા.75,000 તેમજ મોબાઈલ અન્ય વસ્તુઓ કબ્જે કરેલ જેની કુલ કિંમત 90,300 આરોપી ઓમા (1) અબ્બાસ સુલેમાન માંગરોલીયા ઉ.વ.32 રહે.વેરાવળ સોમનાથ ટોકીઝ, (2) ફૈઝાન અબ્દુલરજાક બાસઠીયા ઉ.વ.28 રહે.વેરાવળ સોમનાથ ટોકીઝ 3) તૈયબ એમનભાઈ ગાજી ઉ.વ.26 રહે.પ્ર.પાટણ મદાર ઓટા વિસ્તાર પકડવાના બાકી આરોપીઓમાં (4) માદક પદાર્થ ગાંજો મંગાવનાર-રજાક હાજીભાઈ ચૌહાણ રહે.પ્ર પાટણ ભણશાલીવાવ વિસ્તાર. ((5) ગાંજો આપનાર – ચંદન મહેર રહે જારસુગુડા ઓરીસ્સા રાજય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *