ગોંડલના સડક પીપળિયામાં યુવકને અપમાનિત કરી વાળ કાપી ગામમાં ફેરવનાર ત્રણ શખ્સો ઝડપાયા

ગોંડલ તાલુકાનાં સડક પીપળીયા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમા ગામમા શિખંડ લેવા ગયેલા દલિત યુવકને 3 શખસોએ આટલા લાંબા વાળ કેમ રાખ્યા…

ગોંડલ તાલુકાનાં સડક પીપળીયા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમા ગામમા શિખંડ લેવા ગયેલા દલિત યુવકને 3 શખસોએ આટલા લાંબા વાળ કેમ રાખ્યા છે તેમ કહી યુવકનાં વાળ કાપી નાખ્યા હતા. અને યુવકને બાઇકમા અપહરણ કરી આખા ગામમા ફેરવી માર માર્યો હોવાનાં આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો છે. અમાનવીય કૃત્ય કરનાર ત્રણેય શખ્સોને પોલીસે ઝડપી લીધા છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલ તાલુકાનાં સડક પીપળીયા ગામે રહેતો કૃણાલ મેઘજીભાઇ મારૂૂ નામનો 31 વર્ષનો યુવાન રાત્રીનાં સાડા આઠેક વાગ્યાનાં અરસામા સડક પીપળીયા ગામે હતો ત્યારે સતીષ કિશોર વેકરીયા, માર્કડ વ્યાસ અને પ્રયાગ ચૌહાણ નામનાં શખસોએ ઢીકા પાટુનો માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામા આવ્યો હતો. આ અંગે રાજકોટ સિવીલ હોસ્પિટલ પોલીસ ચોકીનાં સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરતા ગોંડલ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવીલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

હોસ્પિટલનાં બિછાને સારવાર લઈ રહેલા કૃણાલ મારૂૂની પ્રાથમિક પુછપરછમાં તેણે જણાવ્યુ હતુ કે તે રાત્રીનાં સમયે શિખંડ લેવા માટે ગામમા દુકાને ગયો હતો. ત્યારે સતિષ વેકરીયા, માર્કડ વ્યાસ અને પ્રયાગ ચૌહાણ નામનાં ત્રણેય શખસોએ જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી આટલા લાંબા વાળ કેમ રાખ્યા છે તેમ કહી વાળ કાપી નાખ્યા હતા. એટલુ જ નહીં પરંતુ ત્રણેય શખસોએ વાળ કાપી નાખ્યા બાદ કૃણાલ મારૂૂને બાઇકમા અપહરણ કરી ગામ આખામા ફેરવી માર માર્યો હોવાનો સનસનીખેજ આક્ષેપ કરવામા આવ્યો છે. ગોંડલ તાલુકા પોલીસે અમાનવીય કૃત્ય કરનાર ત્રણેય શખ્સોને પોલીસે ઝડપી લીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *