જસદણમાં ગૃહકલેશને કારણે વેપારીનો ફાંસો ખાઇ આપઘાત

ઘર પાસે સાર્વજનિક પ્લોટમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું જસદણમાં વૃંદાવન રેસીડેન્સીમાં રહેતા વેપારીએ ઘર પાસે આવેલ પ્લોટમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઇ આપઘાત કરી…

ઘર પાસે સાર્વજનિક પ્લોટમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

જસદણમાં વૃંદાવન રેસીડેન્સીમાં રહેતા વેપારીએ ઘર પાસે આવેલ પ્લોટમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્પાયી ગઇ છે. 60 વર્ષિય વેપારીએ પરિવાર સાથે ગૃહકલેશના કારણે પગલુ ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ જસદણની વૃંદાવન રેસીડેન્સીમાં રહેતા વેપારીએ બાજુમાં આવેલ સાર્વજનિક પ્લોટમાં લીમડા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો.

વેપારીએ આપઘાત કરતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. બનાવવાની જાણ થતા તાત્કાલિક જસદણ પોલીસ ઘટના સ્થળે પહોંચી લીમડાના ઝાડ પરથી મૃતદેહને ઉતાર્યો હતો.વેપારીના આપઘાતની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે બચુભાઈ નાથાભાઈ ભલસોડ છે. અને તેઓ આદમજી રોડ પર ચામુંડા સફિાંશત નામની દુકાન ધરાવે છે.

વૃંદાવન રેસિડેન્સીમાં રહેતા કાપડના 60 વર્ષીય વેપારીએ કેમ આપઘાત કર્યો તેને લઈને પોલીસે લોકોની પૂછપરછ કરી. દરમિયાન જાણવા મળ્યું કે છેલ્લા કેટલાક સમયથી વેપારીને તેમના પરિવારજનો સાથે મનભેદ ચાલી રહ્યો હતો.

અને દરરોજ થતી માથાકૂટથી વેપારી કંટાળી ગયા હતા. અત્યારે સ્પર્ધાનો જમાનો છે દરમિયાન વેપાર અને ઘર વચ્ચે તાલમેલ ના કરી શકયા. અને ઘરમાં ઝગડા થવા લાગ્યા હતા. અંતે ઘર કંકાસથી કંટાળી 60 વર્ષીય વેપારીએ જાહેરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. પોલીસે વેપારીના મૃતદેહને પીએમ માટે જસદણ સિવિલ હોસ્પિટલ ખસેડતા આપઘાત મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *