લખતર-વિરમગામ હાઇવે પર કડુ ગામ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જામનગરથી અમદાવાદ જઈ રહેલી કાર અચાનક રોડની બાજુમાં આવેલા ખાડામાં ખાબકી હતી. કારના ડ્રાઈવરે અગમ્ય કારણોસર સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણેય મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
ઘટનાની જાણ થતાં આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે કારમાં ફસાયેલા ત્રણેય મુસાફરોને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ JCBની મદદથી ગટરમાં ફસાયેલી કારને બહાર કાઢવામાં આવી હતી. નોંધનીય છે કે લખતર-વિરમગામ હાઇવે ફોરલેન બન્યા બાદ અહીં અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા કેટલાક સમયથી આ હાઇવે પર અનેક અકસ્માતો સર્જાયા છે. આ અકસ્માતોમાં અનેક લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે. કેટલાક કિસ્સાઓમાં જાનહાનિ પણ થઈ છે.