શેહેરના રામનાથ પરામાં રહેતા મસ્લિમ યુવાન ઉપર કલર ઉડાડવા બાબતે માથાકૂટ કરી ત્રણ શખ્સોએ તેણે મારમાર્યો હોય આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એ ડીવીઝન પોલીસે ત્રિપુટીને ઝડપી લેવા તજવીજ શરૂૂ કરી છે.
મળતી વિગતો મુજબ રામ નાથપરા ગરુડ ગરબી ચોક, જુમ્મા મસ્જિદ મેઈન રોડ, મહેંદી વાળા પીરની સામે રહેતા અને રામનાથ પરા જામ્મા મસ્જિદ રોડ પાસે રાજા સોરમાં નામની નોનવેજની હોટલ ચલાવતા મોઇનભાઈ આશિફભાઈ બેલીમ (ઉ.વ.20) નામનો યુવાન ગઇ કાલ તારીખ 14/03/2025 ધુળેટી ના દિવસે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ તેની બાઈક લઈને ફઇ પરવીનાબેન રાઠોડના ઘરે પિતાનું ટિફિન લેવા જતો હતો અને રામનાથ પરા શેરી નંબર 18 પા સે સાડા ત્રણેક વાગે પહોંચતા ત્યાં રોડ ઉપર બે ત્રણ જણા કલર ઉડાડતા હોય અને મોઈન ત્યાંથી નીકળતા શેરી નંબર 18 પાસે રહેતા રૂૂત્વિક મહેશભાઈ ગમારા તેમજ હાર્દિક તથા એક અજાણ્યા શખ્સે મોઈનને કલર ઉડાડેલ જેથી તેણે રૂૂત્વિકને કહેલ કે મે રોજુ રાખેલ હોય જેથી મને કલર ન ઉડાડો તેમ વાત કરતા આ ત્રણેય જણા એકદમ ઉશ્કેરાઈ જઈ મોઈનને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલ અને મોઢામાં કલર ઉડાડેલ તેમજ મને માથામાં તેમજ પીઠના ભાગે તેમજ પેટમાં ઢીકા પાટાનો માર માર્યો હતો.
રૂૂત્વિક તથા હાર્દિકે માથામાં કડુ મારેલ અને તેમજ મોઈનને પકડીને લોખંડના થાંભલા સાથે માથું અથડાવ્યુ હતું. ત્રિપુટીએ કહેલ કે તમારે તો કાયમ રોજુ હોય અને ફરી અહીંથી નીકળતો નહીં નહી તો તને જાનથી મારી નાખીશું તેમ ધમકી આપી ભાગી ગયા હતા. આ મામલે એ ડીવીઝન પોલીસ માં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે.